SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ વીર ! મધુરી વાણી તારી તો બહુ સીધી સાદી વાત છે કે શબ્દ તો તાલુ, જિહ્વા વગેરેના અમુક પ્રકારના સંયોગાદિથી જ ઉત્પન્ન થાય છે. અને તે ચાલુ વગેરે તો મુખને જ હોય, અને તે મુખ કોઈ પુરુષને જ હોય. તાલુ, મુખ, અને પુરુષ વિના જ શબ્દની ઉત્પત્તિ? તદ્દન અસંભવિત વાત! પુરુષ વિના! શબ્દોત્પત્તિ! કેવું વિરોધી વિધાન! વેદ! શબ્દ રચના સમૂહ સ્વરૂપ! અને અપૌરુષેય! બે ય એકબીજાની વિરોધી વાતો છે. એટલે જો વેદો અપરુષેય હોય તો તે વાત જ અસંભવિત છે. આપ્ત પુરુષના વચન ઉપર જ વિશ્વાસ મૂકી શકાય. જો વેદ આપ્તપુરુષ પ્રણીત ન હોય તો તેના વિધાનો ઉપર કદી વિશ્વાસ મૂકી શકાય નહિ. એટલે આ ન્યાયથી વચનરચનાત્મક વેદોને પૌરુષેય માનવા જ જોઈએ. હવે જો તે વેદ-શાસ્ત્ર કોઈના કહેલા નક્કી થયા તો તે કહેનાર વ્યક્તિને મહાદેવ ત્યારે જ માની શકાય જ્યારે તે વેદ-શાસ્ત્ર મોક્ષમાર્ગનો જ ઉપદેશ દેતું હોય, પૂર્વાપર વિરોધથી મુક્ત હોય અને કષ, છેદ અને પાપ પરીક્ષામાંથી પસાર થઈ જતું હોય. આવું બધું વેદ-શાસ્ત્રમાં છે કે નહિ તે વાત આપણે આગળ જોઈશું. (૪) ભગવાન હરિભદ્રસૂરિજીએ શાસ્ત્રને “મોક્ષપ્રતિપાદક' કહ્યું. એ ઉપરથી એ વાત નિશ્ચિત થાય છે કે સ્વર્ગ-મોક્ષ વગેરે અતિન્દ્રિય પદાર્થોની બાબતમાં તો શાસ્ત્ર જ પ્રમાણભૂત છે. આવા વિષયોમાં પ્રત્યક્ષ વગેરે પ્રમાણો કદી ચાલી ન શકે. પ્રતયક્ષપ્રમાણનો જ આધ્રહ રાખનારા પોતાના જીવનમાં અનેક સ્થાને અનુમાન પ્રમાણનું અવલંબન લેતા હોય છે. પ્રત્યક્ષ પ્રમાણનો આગ્રહ પણ અતીન્દ્રિય પદાર્થોમાં જ તેમને રાખવો હોય છે. રે! જે અતીન્દ્રિય છે એટલે કે ઈન્દ્રિયના વિષયમાં આવી શકે તેવા નથી તેના માટે એવો આગ્રહ રાખવો કે “તે પદાર્થ અમારી ઈન્દ્રિયનો વિષય બને તો જ અમે માનીએ એ તો કેટલું બધું બેહૂદુ વલણ કહેવાય! તો તો પછી બુદ્ધિમાન માણસ પાસે અમે ય તેમની “બુદ્ધિ' નામની ચીજને પ્રત્યક્ષ જોવાનો આગ્રહ રાખીએ તો તેને તેઓ સંતોષી શકશે ને? મૃત પામેલા દાદાને પ્રત્યક્ષ જોવાનો આગ્રહ સર્વથા સમુચિત જ ગણાશે ને? દાદાને પ્રત્યક્ષ ન કરી શકે તો તેમના અસ્તિત્વનો તબિયત ઈન્કાર થઈ શકે ને ? પૃથ્વી પોતાની ધરી ઉપર કલાકના એક હજાર માઈલની ગતિના ભયંકર વેગથી
SR No.008947
Book TitleVeer Madhuri Vani Tari
Original Sutra AuthorN/A
AuthorRatnasundarsuri
PublisherRatnasundarsuriji
Publication Year
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size572 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy