SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ જ કરેલું ને? પ્રસ્તુત પ્રકરણ તો પ્રેતલોકની સિદ્ધિ માટે જ છે, એટલે બીજી વાતોમાં નહિ ઊતરતાં મૂળ વાત કરીએ. પ્રેતલોક કહો કે દેવલોક કહો – હકીકતમાં બંનેય એક જ છે. જૈનદૃષ્ટિએ જે દેવલોકની દુનિયાથી ઊતરતી કક્ષાની દુનિયા છે. તેને આધુનિક લોકો ખેતલોક કહે છે. પ્રેતલોક જેવી કોઈ દુનિયા છે કે નહિ એ વાત ઘણાંના મગજમાં બેસતી નથી, પરંતુ જિનાગમોમાં કહેલી આ અંગેની વાતો હવે તો ખૂબ સારી રીતે સિદ્ધ થઈ રહી છે. જે લોકો પ્રેતોની એક સ્વતંત્ર દુનિયાને માનવાનો સ્પષ્ટ ઈન્કાર કરતા હતા તે લોકો પણ પ્રેતોની દુનિયાને માનવા લાગ્યા છે કેમકે તેમને તેવા પ્રત્યક્ષ અનુભવો થયા છે, જિનાગમોમાં દેવ એટલે આપણાં જેવો જ, છતાં વિશિષ્ટ સુખસામગ્રીવાળો આત્મા જે આપણાં જેવી જ પણ દેવોની દુનિયામાં વસે છે. અહીં દેવ’ શબ્દથી ભગવાન કે એના જેવું કોઈ ઉપાસ્યતત્ત્વ સમજવું નહિ, ભગવાન એ દેવ નથી, એ તો દેવાધિદેવ છે, પરમાત્મા છે. આ દેવો બે પ્રકારના હોય છે. હલકી જાતના દેવોને પ્રેત કહેવામાં આવે છે અને ઊંચી જાતના દેવોને દેવ કહેવામાં આવે છે. જે હલકી જાતના દેવો હોય છે તેઓ આપણી દુનિયામાં પણ અવારનવાર આવતા જ રહે છે. એમને આ જગતના વસવાટ દરમિયાન કોઈ ચીજવસ્તુમાં વાસના રહી ગઈ હોય કે કોઈ વ્યક્તિ ઉપર રાગ-રોષભાવ હોય તો તે કારણે તેઓનું મન પોતાની દુનિયાના સુંદર સુખ-ભોગો છોડીને પણ આ દુનિયામાં આવવા તરફ ખેંચાયા કરે છે. આવાં હલકી જાતનાં પ્રેતો પ્રાયઃ આપણી પૃથ્વીની નીચે આવેલી ભૂમિમાં તથા આપણી પૃથ્વીનાં કેટલાંક વૃક્ષો, ગટરો, પહાડો, કોતરો વગેરે સ્થાનોમાં પણ વાસ કરતાં હોય છે. જિનાગમની આ વાતો કેટલી સચોટ છે તે હવે અનેકાનેક પ્રસંગો રજૂ કરીને સાબિત કરવામાં આવશે. એ વાતો સાંભળતા આપણું અંતર એ જિનાગમને અને ભગવાન જિનેશ્વરોને ઝૂકી ઝૂકીને નમશે, જેમણે આ સત્ય પહેલેથી જ પ્રકાર્યું છે. જૈનકથાનુયોગમાં અષાઢાભૂતિ નામના આચાર્યનો એક એવો પ્રસંગ આવે છે કે તેમને શાસ્ત્રની એ વાતમાં સંદેહ હતો કે, ‘દેવલોક’ જેવું કાંક છે કે નહિ ? આ સંદેહને ટાળવા તેઓ મૃત્યુ પામતાં પોતાના શિષ્ય પાસે નક્કી કરાવતાં કે તે જો દેવલોકમાં જાય તો તેણે અવશ્ય નીચે આવવું અને જણાવવું કે દેવલોક એ દેવોની સાચી દુનિયા છે. અનેક શિષ્યો મૃત્યુ પામ્યા, દરેકને આ વાત કરી પરંતુ જયારે દેવલોકના અસ્તિત્ત્વને કહેવા કોઈ ન આવ્યું ત્યારે અષાઢાભૂતિની દેવલોકને કહેતા શાસ્ત્ર ઉપરથી અને સાધુજીવન ઉપરથી શ્રદ્ધા ઊઠી ગઈ, પણ સદભાગ્યે છેલ્લો મૃત્યુ પામેલો શિષ્ય દેવલોકમાંથી આવી ગયો અને એમને દેવલોકના અસ્તિત્ત્વની સત્યતાની ખાતરી કરાવીને સાધુધર્મમાં સ્થિર કરી દીધા. અને શાસ્ત્રશ્રદ્ધાને વધુ મજબૂત કરી. આ જ રીતે આ વિશ્વમાં પણ ઘણાં લોકો એવી મજબૂત માન્યતા ધરાવતા હોય છે કે મૃત્યુ એ જ સંપૂર્ણ વિષય છે. એની પછી કશું જ નથી. પણ આવા લોકોના કેટલાંક નિકટના સાથીઓ પણ એવા હોય છે જેઓ મૃત્યુ પછી પણ પ્રેત વગેરે યોનિનું અસ્તિત્ત્વ છે એમ માને છે. આવી માન્યતાઓ ધરાવનારા ઘણીવાર પોતાના મિત્રો અગર તો નિકટના સગાસંબંધીઓ સાથે પોતાની હયાતી દરમિયાન એવો કરાર કરતાં હોય છે કે બેમાંથી જેનું પ્રથમ અવસાન થાય એ વ્યક્તિ પરલોકમાંથી એકવાર આલોકમાં આવીને પરલોકની માહિતી આપે. તવારીખના પાનાં ઉપર કેટલીક રુંવાટાં ખડાં કરી દે તેવી વાતો નોંધાયેલી છે. (૧) માર્ગોરિન અને માદામ દ બોકલેર: બ્રિટનના રાજા બીજા ચાર્લ્સની અનેક પ્રેમિકાઓ પૈકીની સૌથી વધુ સૌંદર્યવાન ડચેસ ઓફ માર્ગોરિન અને ચાર્લ્સના ભાઈ (પાછળથી બીજા જન્સ)ની પ્રેમિકા માદામ દ’ બોકલેર વચ્ચે અગાધ પ્રેમ હતો. બંને સુંદરીઓ ઘણોખરો સમય સાથે જ રહેતી, અને બંને વચ્ચે વાતચીતનો મુખ્ય વિષય મોટે ભાગે તો મૃત્યુ પછી આત્માની સ્થિતિ અંગેનો જ રહેતો. આ વિષય અંગેની બંનેની ચિંતા એટલી તીવ્ર બનવા પામેલી કે બંનેએ ગંભીરપણે એક એવી સમજૂતી કરેલી કે બંનેમાંથી જે પ્રથમ મરણ હાઈis arti, Die giy ચાહawahits દigia angster ગાડી ગાઉ થી નાકમાઈits શ શines and into antitatiણીના વિજ્ઞાન અને ધર્મ ખેતલોકમાંથી આવેલા આત્માઓની વાતો ૧૦૭ ૧૦૮
SR No.008944
Book TitleVigyana ane Dharma
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2009
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Science
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy