SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ (૮) શું વૈજ્ઞાનિકોની શક્તિ અગૌર પ્રજાની પાયમાલી કરવા માટે કામે લાગી છે ? • ‘પારથેનીઅમ’ કૃષિ અને માનવી માટે ખતરનાક ઘાસ પરદેશી અનાજ સાથે ભારતમાં આવેલી ઝેરી વનસ્પતિ : એક છોડમાં ૫૦ હજા૨ બી ! વડવાનલની જેમ થયેલો ફેલાવો ઃ હવે શું ? ભારતીય કૃષિ સંશોધન કાઉન્સિલ (આઈ.એ.આર.સી.)ના એલોન પ્રમાણે દેશમાં ૨૨મી ઓગસ્ટે ‘ગજર ઘાસ ઉત્સૂલ દિને’ પાળવામાં આવ્યો. આ ભયંકર પ્રકારના ઘાસે ભારતના ખેતી જગતમાં મોટી આપત્તિ ઊભી કરી છે. એ બેફામ ઉગે એટલું જ નહિ પણ પાક તેમજ પ્રાણીઓને નુકસાન કરે છે. અંગ્રેજીમાં એ ઘાસને “પારથેનિયમ” કહે છે. ‘કોંગ્રેસ ઘાસ’ પારથેનિયમ ઘોની જેમ ઊગતું હરિયાળી ફેલાવતું ઘાસ હોય તો એને ઉખેડી નાંખવાની હાકલ કરી ન પડે. એ ઘાસ દ્વિ બીજપત્રી સુરજમુખી પરિવારનો એક છોડ છે, જેનું જીવન એક વર્ષનું હોય છે. એનાં પાંદડાં ગાજરના જેવાં હોય છે. ફૂલ ઝીણાં તથા આકર્ષક ગુચ્છમાં છેક ટોચ પર ખીલેલા હોય છે. તેનો રંગ સફેદ અને માથે સફેદ ફુમતાં જેવાં હોવાથી તેને “કોંગ્રેસ ઘાસ”, “સફેદ ટોપી” અથવા “ચટક ચાંદની” ઘાસ કહે છે. પશ્ચિમથી આયાત પારથેનિયમ ઘાસની માતૃભૂમિ વેસ્ટ ઈન્ડિઝ તેમજ ઉત્તર અમેરિકા છે. ભારતમાં પહેલીવાર તેનો ઉલ્લેખ ૧૯૫૬માં પૂનાની આસપાસના ખેડાયા વિના પડી રહેલાં ખેતરોની હાલ વિષેના રિપોર્ટમાં થયો એ પછી 中中中中中中中中中中中中中中中中中中中中中中中中中中 શું વૈજ્ઞાનિકોની શક્તિ અગૌર પ્રજાની પાયમાલી... ****东东京市中 ૩૪૩ તેનો ફેલાવો વંટોળની જેમ થયો અને થોડા જ વર્ષોમાં એની હાજરી ધારવાડ, બેંગલોર, દિલ્હી, મધ્ય પ્રદેશ, કર્ણાટક, તામીલનાડુ, કેરલ, જમ્મુ, કાશ્મીર અને મહારાષ્ટ્રમાં ચારે કોર જોવા મળી છે. ભારતમાં આ આફત પી. એલ. ૪૮૦ના મેકસીકન ઘઉંની સાથે આવી. શરૂઆતમાં એની ભયંકરતાનો ખ્યાલ ન હોવાથી બળતણ માટેની કરાંઠી તરીકે એને આવકાર પણ મળ્યો. અને તેના ફૂલો સુશોભન તરીકે જ્યાં ત્યાં ઉપયોગમાં લેવાતાં હતાં, અને બજારમાં વેચાતાં પણ હતાં. ચેપી રોગોની જેમ ફેલાવો “કોંગ્રેસ ઘાસ”નો છોડ ૪ થી ૬ ફીટ ઊંચો અને પાંદડાં છૂટા છૂટા રહે છે. મોટી ડાળીઓમાંથી અનેક નાની ડાળીઓ ફૂટે છે. અને તે દરેક નાની ડાળીને છેડે સફેદ ફૂલનો ગુચ્છ હોય છે. જેમાં બી ભરેલાં હોય છે. એક પૂરા કદના છોડમાં ૫૦ હજાર જેટલાં બી ઉત્પન્ન થતાં હોવાથી આ ઘાસ ચેપી રોગની જેમ ફેલાય છે. બીજ બહુ હલકા હોવાથી વાયરામાં એકદમ ઊડે છે, અને પથરાઈ જાય છે. તળાવના કાંઠે એનાં ઝુંડના ઝુંડ ઊગી જાય છે. પડતર જમીન, રેલ્વે લાઈનની બે બે બાજુએ અને જંગલી ઝાડીમાં એનો ગીચ ઉછેર થાય છે. ગુજરાતમાં આ બલાએ હજી દેખાવ દીધો નથી, પણ મધ્યપ્રદેશમાં છેક ઈન્દોર અને મહારાષ્ટ્રમાં પૂના સુધી ફેલાયું છે એટલે ગુજરાત પર તેની ચઢાઈ અશક્ય નથી. જુવાર, મકાઈ, ડાંગર, મગફળી, કપાસ, બટાકા તથા ભાજીપાલાના વાવેતરમાં આ ઘાસ એકદમ ખીલે છે. જંગલમાં ય તથા ભાજીપાલાના વાવેતરનાં ઘાસ એકદમ ખીલે છે. જંગલમાં ય સહેલાઈથી ફૂટી નીકળતા ઘાસને ખેતરના પાકની માવજત મળે પછી શું બાકી રહે ? એકદમ ઊગે છે આ ઘાસની વિશેષ ભયંકરતા એના બીજની કેટલીક લાક્ષણિકતામાં રહેલી છે. બીજ ખૂબ હલકાં હોવા ઉપરાંત જમીન પર પડવા સાથે તરત જ ઊગી નીકળે છે, અને જેટલાં ખરે એટલાં બધાં જ ઊગે છે ! ઊગ્યા પછી છોડ થોડા સમયમાં રૂષ્ટપુષ્ટ થઈને ૪-૫ ફીટ ઊંચા થાય છે અને વિજ્ઞાન અને ધર્મ 水水水水称市水利 ૩૪૪
SR No.008944
Book TitleVigyana ane Dharma
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2009
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Science
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy