SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ (3) વિજ્ઞાને સર્જેલી ભૂતાવળ આફરીન થઈ ગયો. એ સમયે હું થોડો ધર્મિષ્ઠ બન્યો અને જાણે હું ઉન્મત્ત આધ્યાત્મિક અવસ્થામાં ગરકાવ થઈ ગયો. તે સમયે દિવ્ય શક્તિનું અસ્તિત્ત્વ મને જણાવા લાગ્યું. ત્યારે મને ખ્યાલ આવ્યો કે, આ વિશ્વમાં માનવનો જન્મ અકસ્માત નથી. મને સ્પષ્ટ રીતે ભાસ થયો કે, આ વિશ્વની રચનાને કોઈ હેતુ છે, કોઈ સ્પષ્ટ દિશા છે, આ દેશ્યમાન થયેલા સર્જનની પાછળ કોઈ અદૃશ્યમાન શક્તિનો હાથ છે. આ બધી સુંદરતા હું જોતો હતો ત્યારે જ મને યાદ આવ્યું કે પૃથ્વી ઉપરના માનવબંધુઓ પત્ની, ઝરઝવેરાત, જમીન અને મિલકત માટે ઝઘડા કરે છે, યુદ્ધે ચઢે છે, એક બીજાને છેતરે છે. હવા અને પાણીને દૂષિત કરે છે. સત્તાની સાઠમારી ચાલે છે. વિજ્ઞાને જો ખૂબ પ્રગતિ કરી હોય તો ભૂખ-તરસની અને આ બધી સામાજિક ઝઘડાની સમસ્યા કેમ વિજ્ઞાને ઉકેલી નથી. માનવી સ્વાર્થી બન્યો છે, તો માનવીને તેની સંકુચિતતામાંથી વિજ્ઞાન કેમ છોડાવી શકતું નથી... આ બધી સમસ્યાને ઉકેલવા કઈ શક્તિ કામ લાગે. ત્યારે મને લાગ્યું કે, વિજ્ઞાન આમાં કાંઈ ન કરી શકે.” “I see only one answer : a transformation of consciousness. man Must rise from his present egocentered consciousess of find universal harmony starting within himself.' આમ ચંદ્રયાત્રીને પણ લાગ્યું છે કે, કોઈપણ સમસ્યાનો ઉકેલ બાહ્ય સંયોગો ઉપર નહિ પણ આંતર શક્તિની ખોજ દ્વારા થાય છે. માનવે તેના આંતર-મનને ઢંઢોળવું જોઈએ, તેના અહમૂને ત્યાગીને બહાર આવવું જોઈએ. જો આમ થશે તો જ માનવીની સમસ્યાઓ ઉકેલાશે. વિજ્ઞાને બક્ષેલી સમસ્યા નહિ ઉકલે. ઔદ્યોગિક યુગના આરંભકાળમાં જ અનેક ચિંતકોએ પશ્ચિમને એ ચીમકી આપી હતી કે વિજ્ઞાન અને ટેકનોલોજી પશ્ચિમની સંસ્કૃતિને દિશાહીન બનાવી દેશે. હેનરી ડેવીડ થોરો આવી આર્ષવાણી ઉચ્ચારનારાઓમાં અગ્રગણ્ય હતા. તેઓએ જણાવ્યું હતું કે, ‘તમે વિચારો છો કે તમે–સુખેથી ટ્રેનની સવારી માણી રહ્યા છો, પરંતુ હું જોઈ રહ્યો છું કે, ટ્રેન તમારી ઉપર સવારી કરી રહી છે.’ વિજ્ઞાન અને ટેકનોલોજી આજે પોતાની સીમાઓ અતિક્રમી ગયાં છે. અને તેમણે એવી એવી ભૂતાવળ સર્જી છે કે જેનો સંહાર કરવાનું સામર્થ્ય તેમની પાસે રહ્યું નથી. આ ભૂતાવળ એટલે બળતણની વિશ્વવ્યાપી કટોકટી, પ્રદૂષણની ભયાનક સમસ્યા અને આર્થિક અવદશા તથા અવ્યવસ્થા. આપણા યુગમાં આ બદી ભૂતાવળ સર્જાઈ છે. તેના મૂળ મધ્યકાલીન યુગમાં પડેલાં છે. તે સમયે યુરોપની વિચારપરંપરાએ વળાંક લીધો અને વિજ્ઞાન તથા ટેકનોલોજીના ક્ષેત્રે નવી દિશાઓ ખૂલવાની સાથે માત્ર ભૌતિક અને વસ્તુગત જગતનાં સત્યો શોધવાનું શરૂ કર્યું. પરંતુ માનવી માત્ર ભૌતિક અને પદાર્થ જગતનાં સત્યોથી જીવી શકતો નથી. એને તો આધ્યાત્મિક સત્યો અને એ પામવાની વિદ્યાઓની પણ જરૂર રહે છે. આ આધ્યાત્મિક વિદ્યાઓ એશિયાની સંસ્કૃતિમાં અતિ વિકસિત છે. વિજ્ઞાન અને ટેકનોલોજીની હરણફાળ પછી પશ્ચિમને પણ પ્રતીતિ થઈ કે તેના વિકાસમાં ઊણપો અને અધૂરપ રહી ગઈ છે. આ પ્રતીતિ થયા પછી પશ્ચિમની આજની પેઢીએ એશિયાના ધર્મો અને આધ્યાત્મિક પરંપરાની ખોજ કરવા માંડી છે, પરંતુ એશિયાના કેટલાંક દેશો દ્રાવિડી પ્રાણાયામ કરી રહ્યા છે, પણ તે માર્ગે જવાથી અંતિમ પ્રશ્નોનું સમાધાન મળવાનું નથી.. બ્રાઉIક્ષાગાણaigiri @agri@ાશala@ange foagaફ્રાણagar #gir [E ૩૨૦ વિજ્ઞાન અને ધર્મ અવકાશખોજથી આત્મખોજ સુધી ૩૧૯
SR No.008944
Book TitleVigyana ane Dharma
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2009
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Science
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy