SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ ૩. વિજ્ઞાનનાં ફરતાં વિધાનો ફગાવી શકે છે. પ્રેમની પાછળ ઘેલી બનેલી પ્રેમિકાની પ્રીતને, શેઠના ઉપકાર નીચે દબાયેલા ખાનદાન મુનીમની વફાદારીને, યશરેખાવાળા ડોક્ટરની ઉપરના દરદીના અવિચળ વિશ્વાસને, વિનીત બાળકની માતા ઉપરની ઊછળતી ભક્તિને ય ટપી જાય એવા ઊર્મિલ ભાવો પરમેશ્વરની વીતરાગતા ઉપર આફ્રીન પુકારી જતાં એના સેવકના અંતરમાં સદા હિલોળે ચડેલા રહે છે. આવા આત્માઓ માટે આ યુક્તિપ્રધાન પુસ્તકની જરૂર નથી એમ કહીએ તો તે કદાચ અસ્થાને નહિ ગણાય. જેને ભગવાનું જિનેશ્વરો ઉપર અતૂટ વિશ્વાસ છે, તેને જિનના વચનની સત્યતા સમજવાની કે વિચારવાની રહેતી જ નથી. એ તો વચનોને સત્યમય માને છે. અહીં જે પ્રયત્ન કરવામાં આવ્યો છે તે તો વિજ્ઞાનનાં સંશોધનોથી જિન-વચનની સત્યતાને સિદ્ધ કરવાનો પ્રયત્ન છે. અથવા તો એવું પણ વિચારવાને યત્ન છે કે ભગવાન જિનેશ્વર પોતે જેમ વીતરાગ હોવાથી સર્વજ્ઞ હતા એ વાત સિદ્ધ થાય છે તેમ આજના વૈજ્ઞાનિક સંશોધનોથી પણ એમની સર્વજ્ઞતાની સિદ્ધિ થઈ જાય છે. એટલે જેઓ શ્રદ્ધાપક્ષના સાધકો છે તેમને તો ભગવાન્ જિનેશ્વરોનાં જીવન, સ્વરૂપ અને મૂર્તિમાં છલોછલ ઉભરાયેલી વીતરાગતાના દર્શનથી જ એમની સર્વજ્ઞતા સિદ્ધ થઈ જાય છે, પરંતુ જેઓ સામાન્ય રીતે આધુનિક વિજ્ઞાનને અવલંબતા તર્ક અને પ્રયોગપક્ષના હિમાયતીઓ છે તેમને એ વિજ્ઞાનનાં સંશોધનોથી જિનની સર્વજ્ઞતા સિદ્ધ કરી આપવાનું આવશ્યક જણાય છે. વિજ્ઞાને એવી અનેક શોધો આજે કરી છે જેનો નિર્દેશ જિનાગમોની અંદર પહેલેથી જ કરી દેવામાં આવ્યો છે. એવી તો અઢળક વાતો જિનાગમોમાં કહેલી પડી છે, જગતને એની ગંધ પણ નથી. આ પુસ્તકમાં એમાંની કેટલીક વાતો અહીં રજૂ કરવી છે જેને વૈજ્ઞાનિકોએ આજે જાહેર કરી, પરંતુ જે જિનાગમોમાં તો સેંકડો વર્ષો પહેલાં કહેવાઈ ચૂકી છે. આ ચિન્તનના પાયા ઉપરની ઈમારતને ચણવાનો આરંભ કરવામાં આવે તે પૂર્વે એક સૂચન કરી દેવાનું મુનાસિબ લાગે છે કે જે વિજ્ઞાનનાં સંશોધનોના આધારે જિનાગમની સત્યતા પ્રગટ કરવી છે અને તે માટે જિનાગમના પ્રરૂપક ભગવાન જિન સર્વજ્ઞ જ હતા એ વાત સાબિત કરવી છે તે વિજ્ઞાનનાં સંશોધનો પણ અંતિમ સત્ય છે એવું માની લેવાની કશી સત્યવાદી ભગવાન જિનેશ્વરી ૧૫ ૧૬ વિજ્ઞાન અને ધર્મ
SR No.008944
Book TitleVigyana ane Dharma
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2009
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Science
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy