SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ (ટીંગાડેલા) ફાનસ જેવું છે. માણસ ગમે ત્યાં જાય તો પણ ફાનસનો પ્રકાશ તો તે થાંભલાની પાસે જ પડ્યા કરે. માણસ આગળ ચાલ્યો જાય તો ત્યાં તેની ચોમેર અંધારું જ રહે. અનનુગામી અવધિજ્ઞાન પણ આવું જ છે. જે પ્રદેશમાં આ જ્ઞાન પ્રાપ્ત થયું ત્યાંની જ ચોમેરની મર્યાદાનું જ્ઞાન તે વ્યક્તિને થાય. વર્ધમાન અને હીયમાન નામના ત્રીજા ચોથા નંબરનું અવધિજ્ઞાન અનુક્રમે તેને કહેવાય છે કે જેઓ વધતા જાય કે ધીરે ધીરે ઘટતા જાય. જયારે પાંચમું પ્રતિપાતિ અવધિજ્ઞાન એકાએક-એકદમ ચાલ્યું જાય છે, અને છઠું અપ્રતિપાતિ અવધિજ્ઞાન ક્યારેય ચાલ્યું જતું નથી. આ છ પ્રકારના જ્ઞાનમાં આપણને અહીં પહેલા પ્રકારનું અનુગામીજ્ઞાન જરૂરી છે. કેમકે પિટર હરકોસનું જ્ઞાન આ પહેલા પ્રકારનું જણાય છે. ફરી એક વાત ખ્યાલમાં રાખવી કે સત્યના કટ્ટર પક્ષપાતિનું આવું જ્ઞાન તે અવધિજ્ઞાનું કહેવાય છે, જયારે બીજાનું આવું જ્ઞાન તે વિભૃગજ્ઞાન કહેવાય છે. જૈન શાસકારો કહે છે કે વર્તમાનમાં ઉપરોક્ત પાંચેય પ્રકારનાં જ્ઞાન હોઈ શકતાં નથી. ચોથા નંબરનું મનના ભાવોને જાણી શકતું મન:પર્યવજ્ઞાન અને પાંચમાં નંબરનું સમગ્ર જગતનાં સર્વ ભાવોને એક સાથે જાણતું કેવળજ્ઞાન આજના કાળમાં આ ક્ષેત્રમાં કોઈપણ આત્માને સંભવી શકતું નથી. માત્ર પહેલા ત્રણની જ સંભાવના છે.. આજ સુધી તો ત્રણ જ્ઞાન પૈકી બે જ જ્ઞાન જોવા મળતાં હતાં, પરંતુ ત્રીજા નંબરનું જ્ઞાન (અવધિ અથવા વિભંગ) ક્યાંય જોવા મળતું ન હતું. પણ જૈન દાર્શનિકોએ એના અસ્તિત્ત્વનો નિષેધ કર્યો ન હતો એટલે કયાંય પણ એ જ્ઞાનનું અસ્તિત્ત્વ મળી જાય તો તેમાં હેરત પામવા જેવું કશું જ ન હતું. અને હવે આપણી સામે એ વિર્ભાગજ્ઞાનનો સ્વામી પિટર હરકોસ ઉપસ્થિત થાય છે. આ માણસને સેંકડો માઈલો સુધીના પદાર્થોનું જ્ઞાન થાય છે, પણ તેમાં શરત એ છે કે તેને જેના અંગે બાતમી મેળવવી હોય કાશવાજી શહાવાલાવાલાશશશશ શશશશશશશ શશશશ વિર્ભાગજ્ઞાન અને પિટર હરકોસ ૨૬૩ તેની કોઈ વસ્તુ સામાન્યતઃ તેને આપવી જોઈએ. એ વસ્તુનો સ્પર્શ કરતાંની સાથે જ પિટરને બધું દેખાવા લાગે છે, અને જે દેખાય તે જ તે બોલવા લાગે છે. કેટલીકવાર પીટરને તેવા કોઈ સ્થાનની નજદીક પણ લઈ જવા પડે છે. એટલે એના જ્ઞાનને પહેલા પ્રકારનું ‘અનુગામી’ કહી શકાય. આ અનુગામી વગેરે જ્ઞાનના પણ અસંખ્ય પ્રકારો પડે છે. એટલે તેમાં એક પ્રકાર એવો પણ હોઈ શકે, જેમાં જેનું જ્ઞાન કરવું હોય તે વ્યક્તિની વસ્તુની હાજરીની પણ જરૂર પડે. | પિટર હર કોણ કોણ છે ? એને કયા સંયોગોમાં જ્ઞાન થયું ? એ શું કહે છે ? વગેરે બાબતો જાણવા માટે ‘નવનીત' નામના ગુજરાતી માસિકના ૧૯૬૪ના નવેમ્બર માસના અંકમાં આવેલા લેખનો કેટલોક જરૂરી ભાગ અહીં મૂકવામાં આવ્યો છે. હું સર્વદર્શી બન્યો. અચાનક મારી આંખો ઊઘડી ગઈ. જોયું તો હું હોસ્પિટલમાં હતો. એવું શાથી બન્યું હશે ? મેં નર્સને હાંક મારી . નર્સ આવી ત્યાં મને એકદમ સાંભરી આવ્યું કે હું પડી ગયો હતો ને માથામાં સM વાગ્યું હતું. હા, એટલે જ હું હોસ્પિટલમાં હોઈશ. ત્રીસ ફૂટની ઊંચાઈ પરથી હું નીચે પછડાયો હતો ને હોસ્પિટલમાં ત્રણ દિવસ બેભાન રહ્યો હતો. એ જૂન મહિનો હતો. સાલ ૧૯૪૩ની હતી. એક રીતે એ દિવસે મારો પુનર્જન્મ થયો હતો એમ કહી શકાય. અચાનક જ ઈશ્વર તરફથી મને એવું વરદાન મળ્યું કે હું આખો બદલાયો. કેટલું વિચિત્ર વરદાન હતું એ ! પહેલાં તો મને કશી સૂઝ ન પડી. પણ પાછળથી ખબર પડી કે મારામાં કોઈક અજબ શક્તિએ જન્મ લીધો હતો, જેના વડે હું લોકોના ભૂત-ભવિષ્યના જીવનને જોઈ શકતો હતો. | મારી પડખેના ખાટલા ઉપર એક માણસ સૂતો હતો. મેં એને જોયો કે એનું જીવન મારી સામે સાકાર થઈ ઊડ્યું. મેં કહ્યું, ‘તું ખરાબ માણસ છે.’ ‘કેમ ?' એણે આશ્ચર્યથી પૂછ્યું. ‘એટલા માટે કે તારા પિતાએ મરતી વેળા તને એક સોનાની કડી આપી હતી. પણ તે એ વેચી મારી.’ મારી વાત સાંભળીને તે વિસ્મયથી ૨૬૪ વિજ્ઞાન અને ધર્મ
SR No.008944
Book TitleVigyana ane Dharma
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2009
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Science
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy