SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫. (૧) પાણીનું મૂળ કારણ વાયુ (૨) છઠ્ઠો આરો પાણીનું મૂળ કારણ વાયુઃ નૈયાયિક વગેરે અન્ય દાર્શનિકો તથા જયાં સુધી હેન્દ્રીકવેડિન્સ નામનો વૈજ્ઞાનિક થયો ન હતો ત્યાં સુધીના બધા વૈજ્ઞાનિકો પણ પાણીને મૂળ દ્રવ્ય તરીકે જ માનતા હતા. તૈયાયિકો વગેરેએ નિત્ય જલ પરમાણુની પોતાની માન્યતાને ખૂબ પુષ્ટિ આપી છે. આ બધાની સામે જૈનદાર્શનિકોએ સૂયગડાંગ સૂત્રમાં કહ્યું હતું કે પાણી એ સ્વતન્દ્ર દ્રવ્ય નથી, એ તો વાયુમાંથી બનનારું એક દ્રવ્ય છે. પણ આ વાતને કોઈએ પણ ગણકારી ન હતી. હેન્દ્રીકવેડિજો પાણી ઉપર અન્વેષણ કર્યું અને તેણે જાહેર કર્યું કે હાઈડ્રોજન અને ઓક્સિજન નામના બે વાયુના સંમિશ્રણમાંથી જ પાણી બને છે. હવે તે જ વાતને પહેલેથી જ કહી ચૂકેલા ભગવાનું જિનને કોનું શિર નહિ ઝૂકી જાય ? H,Oની ફોર્મ્યુલાને હજારો લાખો વર્ષ પૂર્વે કહી ચૂકેલા એ ભગવાન જિનની વીતરાગ-સર્વજ્ઞતાને અમારાં અનંતશઃ અભિવાદન હો ! છઠ્ઠા આરાની માન્યતાને વૈજ્ઞાનિક સમર્થનઃ જૈનદાર્શનિકો એમ માને છે કે કાળ બે પ્રકારના છે. અસંખ્ય વર્ષનો (૧૦ કોટ : કોટિ સાગરોપમનો) એક કાળ એવો પસાર થાય છે જેમાં પ્રાણીમાત્રના આયુ, ઉંચાઈ વગેરે વધતાં રહે છે. આવા કાળને ઉત્સર્પિણી કાળ કહેવાય છે. આ કાળ પસાર થાય પછી એટલાં જ વર્ષોનો બીજો કાળ આવે છે, જેમાં પ્રાણીમાત્રનાં આયુષ્ય, ઊંચાઈ વગેરે ઘટતાં જાય છે. આવા કાળને અવસર્પિણી કાળ કહેવામાં આવે છે. આ બેય કાળ વારાફરતી આવ્યા જ કરે છે. બેય કાળનું એક કાળચક્ર કહેવાય છે. દરેક અવસર્પિણીના અને દરેક ઉત્સર્પિણીના છ વિભાગ પડે છે. અવસર્પિણી કાળના ૬ વિભાગમાં ૧લો વિભાગ ૪ સાગરોપમનો, રજો ૩ સાગરોપમનો, ૩ જો ૨ સાગરોપમનો, ૪થો ૪૨ હજાર વર્ષ ન્યુન એવા ૧ સાગરોપમનો, અને પમો તથા છઠ્ઠો દરેક ૨૧-૨૧ હજાર વર્ષનો હોય છે. આનાથી તદન ઊલટો ક્રમ ઉત્સર્પિણી કાળના ૬ વિભાગોનાં સમજી લેવો. હાલ અવસર્પિણી કાળનો પાંચમો ૨૧ હજાર વર્ષનો આરો (વિભાગ) ચાલે છે. તેમાંથી અઢી હજાર વર્ષ પસાર થઈ ગયાં છે અને સાડા અઢાર હજાર વર્ષ બાકી છે. એ સાડા અઢાર હજાર વર્ષ પૂર્ણ થયા બાદ છઠ્ઠો આરો (૨૧ હજાર વર્ષનો) આવશે. આ અવસર્પિણી કાળ છે એટલે પૂર્વે જણાવ્યા મુજબ મનુષ્ય વગેરેનાં આયુષ્ય, દેહમાન વગેરે અવશ્ય ઘટતાં ઘટતાં છઠ્ઠા આરાના માનવનું આયુષ્ય માત્ર ૨૦ વર્ષનું રહેશે એવું જૈનદાર્શનિકોનું મંતવ્ય છે. દરેક આરામાં ખોરાકના પ્રમાણ વગેરેની પોતાની ખાસિયતો હોય છે, તે નવા આવતા આરામાં બદલાઈ જાય છે. આ રીતે છઠ્ઠી આરામાં પણ ઘણાં ફેરફારો થઈ જશે. તે આરાની સ્થિતિનું જૈનાગમોમાં વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે. એ છઠ્ઠા આરામાં પડનારા દુઃખથી લોકોમાં હાહાકાર થશે. અત્યન્ત કઠોર સ્પર્શવાળા, મલિન તથા ધૂળવાળો પવન વાશે. તે અત્યન્ત દુ:સહ અને ભય ઉત્પન્ન કરવાવાળો હશે. વાયુ પણ વર્તુલાકારે વાશે જેથી ધૂળ વગેરે એકત્રિત થશે. ફરી ફરી ધૂળના ગોટા ઊડવાથી બધી દિશા રજવાળી થશે, ધૂળથી મલિન અન્ધકાર સમૂહ થઈ જવાથી પ્રકાશનો આવિર્ભાવ ખૂબ જ કઠિનતાથી થશે. સમયની રુક્ષતાને કારણે ચન્દ્ર વધુ ઠંડો હશે અને સૂર્ય પણ વધુ તપશે. એ ક્ષેત્રમાં વારંવાર અરસ-વિરસ વગેરે પ્રકારના વરસાદ વરસશે. એ મુશળધાર વરસાદને લીધે ભરતક્ષેત્રનાં ગામો, નગરો વગેરેનો વિધ્વંસ થઈ જશે, વૈતાઢય પર્વત (૧) પાણીનું મૂળ કારણ વાયુ (૨) છન્ને આરો ૨૩૫ ૨૩૬ વિજ્ઞાન અને ધર્મ
SR No.008944
Book TitleVigyana ane Dharma
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2009
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Science
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy