SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ માન્યા, પણ તેમાંય ખોટા પડ્યા. કેમકે પ્રોટોનમાં પણ એમને ન્યૂટ્રોન અને પ્રોજીટોન જણાયા. બેશક આજે તેમની દૃષ્ટિમાં અંતિમ ઈલેક્ટ્રોન જણાયો છે, પરંતુ હવે તેઓ તેને પરમ અણુ કહેવાનું સાહસ તો નહિ જ કરે. જૈન દર્શનાનુસાર તો એ ઈલેક્ટ્રોન પણ પરમાણુ નથી પરંતુ એક સ્કન્ધ જ છે કેમકે તેની ઉપર પણ મનુષ્યકૃત ક્રિયા થઈ શકે છે. કદાચ આજે કોઈ વૈજ્ઞાનિક ઈલેકટ્રોનને પણ પરમાણુ કહી દે તો તેની વાત ઉપર લેશ પણ વિશ્વાસ મૂકી શકાય નહિ. કેમકે ગઈ કાલે જેને પરમાણુ કહ્યો હતો તે આજે તૂટી ગયો છે અને સ્કન્ધ સાબિત થયો છે તો ઈલેક્ટ્રોનમાં પણ તેમ જ કેમ ન બને ? ભલે, આજે તે અંતિમ અણુ જેવો દેખાતો હોય પરંતુ આવતી કાલ જરૂર એવી આવશે, જ્યારે ઈલેક્ટ્રોન પણ તૂટી ગયો હશે. વૈજ્ઞાનિકો પોતાના પ્રયોગો ઉપર કેટલો અંધવિશ્વાસ ધરાવે છે કે તેઓ તરત જ પોતાની સિદ્ધિને પરમશુદ્ધ સત્ય તરીકે નવાજી દે છે. છતાં આવા વૈજ્ઞાનિકો ઉપર અંધવિશ્વાસ રાખનારાઓની પણ એક દુનિયા આજે પણ છે, જેઓ વૈજ્ઞાનિકોના ભૂલભરેલા ભૂતકાળને કદાચ જાણે તો પણ જૈનદર્શનનાં સ્થિર પ્રતિપાદનો તરફ શિર ઝુકાવી ન દેતાં એ વૈજ્ઞાનિકોને જ વધાવતા રહેવાના. શાસ્ત્ર ઉપરની શ્રદ્ધા અંધવિશ્વાસ કહેવાય છે અને સદાના અજ્ઞાની એવા વૈજ્ઞાનિકો ઉપર પૂર્ણ વિશ્વાસ મૂકી દેનારા નવા ભણતરના બુદ્ધિજીવીને અન્યવિશ્વાસુ કહીએ તો ? હાય ! ખોટું લાગી જાય છે ! *本市市中市市 પરમાણુવાદ ******** ૨૦૩ ૨૦. સોળ મહાવર્ગણા જૈન દર્શનકારોએ પરમાણુ અને સ્કંધ અંગે એટલી બધી સૂક્ષ્મતા સુધી ખેડાણ કરી નાંખ્યું છે કે એ જાણીને આજના સમર્થ વૈજ્ઞાનિકો પણ હેરત પામી જાય. જગતમાં જે કાંઈ દિષ્ટમાં, ઉપયોગમાં, વ્યવહારમાં આવે છે તે બધા સ્કંધ જ છે. પરંતુ સ્કંધો પણ એકજ પ્રકારના હોતા નથી. પરમાણુના બનેલા સ્કન્ધોના સમૂહોના બધુ મળીને ૨૬ પ્રકાર થાય છે. અહીં તો આપણે તેમાંના ૧૬ પ્રકારોનો જ વિચાર કરીશું. પરમાણુનો ક્યા પરમાણુ સાથે સંબંધ થાય ? તે આપણે સ્નિગ્ધતારુક્ષતાના સ્પર્શવિચારમાં જોયું. ઔદારિક અગ્રહણ પહેલી મહાવર્ગણા : જગતમાં કોઈપણ પરમાણુ સાથે જેનો સંબંધ થયો નથી તેવા અકેકા-છૂટા-અનંત પરમાણુની પ્રથમ વર્ગણા થાય. આ છૂટા પરમાણુ આપણને અદશ્ય તથા અગ્રાહ્ય હોય છે. જગતમાં બે બે પરમાણુના બનેલા અનંત સ્કન્ધોની બીજી વર્ગણા થાય. એમ ૩-૩ પરમાણુની ત્રીજી, ૪-૪ પરમાણુના અનંત સ્કંધની ચોથી, યાવત્ અનંત પરમાણુનો એક સ્કંધ, એવા અનંત સ્કંધની અનન્તમી વર્ગણા થાય. આ અનંત વર્ગણાને એક મહાવર્ગણા કહેવાય. આ મહાવર્ગણાની એક પણ વર્ગણાનો એકપણ સ્કંધ કોઈપણ જીવના ઉપયોગમાં આવી શકતો નથી કેમકે જીવને ઉપયોગમાં લેવા માટે જેટલી સ્કંધ-સૂક્ષ્મતા જરૂરી છે તેના કરતાં આ મહાવર્ગણાની કોઈપણ વર્ગણાનો કોઈપણ સ્કંધ વધૂ સ્થૂલ પડે છે. એટલે જ આ પહેલી મહાવર્ગણા અગ્રહણ મહાવર્ગણા કહેવાય છે. મનુષ્ય અને તિર્યંચોને ખાસ કરીને જે ઉપયોગમાં આવે છે તે પુદ્ગલોને ઔદારિક કહેવામાં આવે છે માટે આ મહાવર્ગણાને ઔદારિક અગ્રહણ મહાવર્ગણા કહેવામાં આવે છે. ***中心中心 ૨૦૪ ********* વિજ્ઞાન અને ધર્મ
SR No.008944
Book TitleVigyana ane Dharma
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2009
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Science
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy