SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ (૧) પરમાણુમાં ઘનાણુની સંખ્યા તે તે પદાર્થને અનુસારે હોય છે. પ્રાણવાયુમાં આઠ ઘનાણુ હોય છે. આ બધા ઘનાણુ ઘનવિદ્યુતવાળા (Positive) જ હોય છે. અને તેઓ એકબીજાને ખેંચે છે. જૈનાગમ અનુસાર આ ઘનાણુ (Proton)માં જે ઘનવિદ્યુતનો છે તે બધી સ્નિગ્ધતા છે. આમ સ્નિગ્ધ-સ્નિગ્ધના સજાતીય ખેંચાણનું આ દેષ્ટાંત બની ગયું. (૨) હવે જે શૂન્યાહુ (Neutron) છે તેને વૈજ્ઞાનિકો ઘનાણુ અને ઋણાણુ-એમ બે વિદ્યુતુકણોનો બનેલો માને છે. શૂન્યાણુના આ ઘનાણુમાં ઘનવિદ્યુતુ છે જયારે તેના ઋણાણુમાં ઋણવિદ્યુતુ છેઘનવિદ્યુતું એટલે સ્નિગ્ધતા અને ઋણવિદ્યુતું એટલે રુક્ષના વિજાતીય ખેંચાણનું આબેહુબ દેષ્ટાન્ત બની જાય છે. (૩) હવે જે ઋણાણુ છે તે માત્ર ઋણાણુઓનો જ સમુદાય છે એવું વૈજ્ઞાનિકોનું મંતવ્ય છે. ઋણાણુઓના પરસ્પર આકર્ષણથી જોડાયેલો આ ઋણાણુ છે. ઋણવિદ્યુત (negative) જૈન પરિભાષામાં તેને રુક્ષતા કહેવાય. આમ આ ક્ષ-રુના સજાતીય ખેંચાણનું દૃષ્ટાન્ત બની જાય છે. ટૂંકમાં પરમાણુની નાભિના બે અંશ ઘનાણુ અને શૂન્યાણ તથા પરમાણુનો બીજો ઋણાણુ અંશ-એ ત્રણેય અનુક્રમે સ્નિગ્ધ-સ્નિગ્ધ, સ્નિગ્ધ-રુક્ષ અને રુક્ષ-ક્ષના બંધપરિણામના સાધક દૃષ્ટાન્તો બની જાય યોગીઓ યોગબળથી જ વાતવાતમાં કહી દે છે. ન તેમને કોઈ પ્રયોગ, ન કોઈ તેમના માટે પ્રયોગશાળા ! ડો. બી. એલ. શેલેએ લંડનથી પ્રકાશિત થયેલા ‘પોઝિટિવ સાયન્સ ઓફ એજ્યન્ટ હિન્દુઝ’ નામના પુસ્તકમાં સ્પષ્ટ લખ્યું છે કે જૈનદાર્શનિકો તો આ વાતને બહુ સારી રીતે જાણતા હતા કે પોઝિટિવ (સ્નિગ્ધ) અને નેગેટિવ (રુક્ષ) વિદ્યુત કણોના મળવાથી વિદ્યુતુની ઉત્પત્તિ થાય છે ! પદાર્થના ગુણધર્મો જેવી સૂક્ષ્મ વાતોને ભગવાનૂ-જિન શી રીતે કહી શકયા હશે ! એનો એકજ ઉત્તર રહે છે કે તેઓ સર્વજ્ઞ હતા. સર્વજ્ઞ જ હતા. નિઃશંક રીતે સર્વજ્ઞ હતા. વિદ્યુત : વૈજ્ઞાનિકોનું એવું મંતવ્ય છે કે દરેક વસ્તુ જુદી જુદી જાતના પરમાણુના પરસ્પર મિલનથી બનેલી હોય છે. પરંતુ પ્રકાશ, ગરમી, વિદ્યુત વગેરેને પદાર્થ તરીકે તેઓ ગણતા નથી પરંતુ એને શક્તિ કહે છે કે જે પરમાણુઓના સંઘર્ષથી ઉત્પન્ન થયેલી છે. જૈનાગમોમાં આ હકીકત તો અનાદિકાળથી માન્ય થઈ ચૂકેલી છે. વીજળી શું છે ? એ વિષયમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે સ્નિગ્ધતા અને રુક્ષતાના ગુણોના નિમિત્તે જ વીજળી ઉત્પન્ન થાય છે. * કેટલી આશ્ચર્યજનક બાબત છે ? વૈજ્ઞાનિકો જે વાત પ્રયોગો કરીને શોધે છે તેને * ત્રિ-ક્ષત્વ-નિમિત્તો-વિધતા પરમાણુની ગતિ અને વૈજ્ઞાનિકો : પરમાણુની ગતિ અંગે જિનાગમોમાં નિરુપણ કરવામાં આવ્યું છે. તેને વૈજ્ઞાનિકો આબાદ મળી જાય છે. જિનાગમમાં પરમાણુની ગતિ સંબંધમાં જણાવવામાં આવ્યું છે કે પરમાણુ એક સમયમાં ઓછામાં ઓછો એક આકાશ-પ્રદેશમાં રહે છે અને વધુમાં વધુ અસંખ્ય આકાશ-પ્રદેશના બનેલા ચૌદ રાજલોકનું પરિભ્રમમ કરી નાખે છે. એટલે કે ઠેઠ નીચે રહેલો પરમાણુ એકજ સમયમાં ઠેઠ ઉપર પહોંચી શકે છે. આ બે ગતિની વચ્ચેની બધી ગતિઓ તેનામાં અવશ્ય સંભવી શકે છે. આ વાતને વૈજ્ઞાનિકોએ પણ મંજૂર કરી છે. એમણે એવી વાતો કરી છે, જેને કબૂલતાં તો ઘણો વિચાર કરવો પડે, છતાં જિનાગમના તત્ત્વજ્ઞાનને સમજેલા આત્માને એ વાતોમાં જરાય નવાઈ ઊપજતી નથી. વૈજ્ઞાનિકો કહે છે કે : (૧) દરેક ઈલેક્ટ્રોન પોતાની કક્ષા ઉપર દર સેંકડે ૧૩૦૦ માઈલની ગતિ કરી નાંખે છે. (૨) ગેસ જેવા પદાર્થોમાં રહેલા પરમાણુઓનું કમ્પન એટલું બધું તીવ્ર હોય છે કે તેઓ દર સેકંડમાં છ અબજ વખત પરસ્પર ટકરાઈ જાય છે !!! ટકરાતા બે અણુઓની વચ્ચે જગા કેટલી છે તેની પણ શોધ કરીને તેઓએ કહ્યું છે, એક ઈંચનો ત્રીસ લાખનો ભાગ !! પરમાણુવાદ ૧૯૯ ૨૦૦ વિજ્ઞાન અને ધર્મ
SR No.008944
Book TitleVigyana ane Dharma
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2009
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Science
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy