SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ ‘તમે સ્કૂલમાં ભણ્યા છો?” કૉલેજમાં ગયા છો?” ‘હા’ શું આવડે છે ?' ‘સાંભળતાં આવડે છે, લખતાં આવડે છે, વાંચતાં બિલકુલ નથી આવડતું.” ‘તમારું નામ લખી શકો ?” ગામડિયો પહેલી જ વાર શહેરમાં આવ્યો હતો એની એની નજર થિયેટરની બહાર લગાડાયેલા એક પોસ્ટર પર પડી. એણે બાજુમાં ઊભેલા એક ભાઈને પૂછ્યું, આ શું છે ?' મનોરંજનનું સ્થળ’ એટલે?” અંદર જા. ત્રણ કલાક મનોરંજન જોવા મળશે.’ પૈસા આપીને, ટિકિટ લઈને એ અંદર જઈને ખુરશી પર બેસી ગયો. અને પિક્યર શરૂ થવાની પાંચ મિનિટ પહેલાં થિયેટરમાં અંધારું થઈ ગયું. અંધારું થતાંની સાથે જ ગામડિયો થિયેટરના દરવાજા પાસે ઊભેલા ગેટકીપર પાસે પહોંચી ગયો અને સીધી એની બોચી જ પકડી લીધી. | ‘તું સમજે છે શું તારા મનમાં પૈસા ખરચીને હું અંદર આવ્યો છું અને તે અંધારું કરી નાખ્યું ?' ‘લખો' ઇન્ટર-બૂ આપવા આવેલા યુવકે પોતાનું નામ એક કાગળ પર લખ્યું તો ખરું પણ ત્યાર બાદ ઇન્ટર-બૂ લેનારે એને કહ્યું. ‘તમે જે લખ્યું છે એ વાંચી જાઓ’ ‘મેં આપને કહ્યું તો ખરું કે મને લખતાં આવડે છે, વાંચતાં નથી આવડતું !' અક્ષરજ્ઞાન એક અલગ ચીજ છે, જ્યારે શાણપણનું જ્ઞાન અને ડહાપણનું જ્ઞાન એ બિલકુલ અલગચીજ છે. આજની આખીય શિક્ષણવ્યવસ્થામાં એક જ ચીજની બોલબાલા છે-અક્ષરજ્ઞાનની. ડહાપણ-જ્ઞાનની કે શાણપણના જ્ઞાનની ત્યાં કોઈ વાત નથી. શરીરમાં રોગ આવે ત્યારે અને ધંધામાં મંદી આવે ત્યારે, સ્વજનો બેવફા બને ત્યારે અને મિત્રો તરફથી વિશ્વાસઘાત થાય ત્યારે પ્રસન્નતા શું ટકાવી રાખવી, એનું કોઈ જ્ઞાને ત્યાં આપવામાં આવતું નથી; તો સંપત્તિ પુષ્કળ મળતી રહે ત્યારે અને શક્તિઓનો જીવનમાં બેસુમાર ઉઘાડ થાય ત્યારે એનો સદુપયોગ કેમ કરવો એની કળા પણ ત્યાં શીખવવામાં આવતી નથી. દિશાનો સમ્યક્ બોધ નહીં અને ગાડીની ગતિ વધુ, એ ગાડીનું ભાવિ શું? ધર્મથી મળતા સુખની અને ગુણની વાતો સાંભળીને કોક વ્યક્તિ ધર્મના માર્ગે આવી તો જાય છે પરંતુ પ્રારંભિક તબક્કામાં એને જ્યારે સુખને બદલે કષ્ટોનો અનુભવ થવા લાગે છે, આત્મનિરીક્ષણ કરતાં અંદર બધેય અંધારું ધબ હોવાનો અનુભવ થવા લાગે છે ત્યારે એની અકળામણનો પાર નથી રહેતો. ‘હું તો સમજતો હતો કે ધર્મ તો પ્રકાશનો અનુભવ કરાવીને રહેશે પણ અહીં તો ખાલીપા સિવાય કશું ય અનુભવાતું નથી.’ કોણ સમજાવે એને કે અધ્યાત્મની યાત્રા તો એક અપેક્ષાએ અંધકારની યાત્રા છે. અંધકારની યાત્રા એટલે ? એકાંતની યાત્રા, એકલાની યાત્રા, અનજાન પ્રદેશની યાત્રા. એનો સ્વીકાર કર્યા વિના મનોભંજનની મજા માણવાનું સદ્ભાગ્ય નથી જ મળવાનું. ૧00
SR No.008943
Book TitleTorchno Prakash
Original Sutra AuthorN/A
AuthorRatnasundarsuri
PublisherRatnasundarsuriji
Publication Year
Total Pages51
LanguageGujarati
ClassificationBook_Gujarati & Inspiration
File Size159 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy