SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ બેટા ! આ શું ?” ‘કેમ ?’ ‘તારા ગાલ લાલ કેમ છે ?' ‘માર પડ્યો’ ‘તું આટલો તાકાતવાન અને તને કોઈ મારી ગયું ?’ ‘હા’ ‘પોલીસચોકીમાં ફરિયાદ...’ ‘નથી નોંધાવવી’ ‘પણ કેમ ?’ ‘એક જણનું ખીસું કાપતા મને એક પોલીસ જોઈ ગયો અને એણે જ મને ગાલ પર બે-ચાર તમાચા લગાવી દીધા છે.' દીકરાએ જવાબ આપ્યો. સંપત્તિ જો નીતિથી નિયંત્રિત ન હોય, ભોગ જો સદાચારથી નિયંત્રિત ન હોય, સર્પ જો મદારીથી નિયંત્રિત ન હોય, નદી જો કિનારાથી નિયંત્રિત ન હોય, આંખો જો શરમથી સુશોભિત ન હોય, ઘરેણું જો તિજોરીથી નિયંત્રિત ન હોય, સાંઢ જો દોરડાથી નિયંત્રિત ન હોય અને નારી જો લજ્જાથી નિયંત્રિત ન હોય તો હાહાકાર જ સર્જાય એમાં જો કોઈ શંકા જ નથી તો શક્તિ પણ જો સબુદ્ધિથી નિયંત્રિત ન હોય તો સ્વ-પર અનેકને નુક્સાન થઈને જ રહે એય શંકા વિનાની વાત છે. યાદ રાખજો. રોટલો તો રસ્તે રખડતા રહેતા કૂતરાને ય મળી રહેતો હોય છે તો શક્તિઓ તો દુર્જનને ય મળી રહેતી હોય છે. પ્રશ્ન જે છે એ શક્તિઓના સદુપયોગનો છે. સદુપયોગ માટેની જન્મદાત્રી સબુદ્ધિનો છે. પ્રભુ પાસે ત્રણ જ ચીજની માગણી કરજો. સદ્ગુદ્ધિની, સદુપયોગની અને સમાધિની. સદ્ગતિ નિશ્ચિત થઈને જ રહેશે. ૯૩ ‘તમે બસમાં બેસી તો ગયા છો પણ તમારે જવું છે ક્યાં ?' કન્ડકટરે નટુભાઈને પૂછ્યું. “બસ ક્યાં જાય છે ?’ ‘ઈન્દૌર’ બીજે?’ ‘મહિદપુર’ ‘પછી ?’ ‘ખંડવા’ ‘પછી ?’ ‘ધંધાના’ ‘પછી ?’ પછી પછી શું પૂછ્યા કરો છો ? તમારે જ્યાં જવું હોય એનું નામ કહો ને ? તમને એની ટિકિટ ફાડી આપું !' ‘એક વાત તમને કહું ? તમારે જેની પણ ટિકિટ ફાડી આપવી હોય એની ફાડી આપો. મારે આ ગામમાં નથી રહેવું એટલું નક્કી છે' નટુભાઈએ જવાબ આપ્યો.' હા. તમે કોઈ પણ સાધકને પૂછી જોજો. ‘તારે મરીને જવું છે ક્યાં ? સ્વર્ગમાં ? વૈકુંઠમાં ? જન્નતમાં ? કે પછી મોક્ષમાં ?' એ સાધકનો આ જ જવાબ હશે કે મરીને મારે ક્યાં જવું છે એની વાત તમે મને પૂછો જ નહીં. પણ એક જવાબ મારો નિશ્ચિત છે કે મારે આ સંસારમાં તો નથી જ રહેવું. જ્યાં જીવોને મારતા રહ્યા વિના જીવી શકાતું નથી, જ્યાં ડગલે ને પગલે કષાયો કર્યા વિના રહી શકાતું નથી, જ્યાં વિષયો પાછળ દોડતા રહ્યા વિના ઇન્દ્રિયોને ચેન પડતું નથી એવા સંસારથી મારે આજે ને આજે જ, અત્યારે ને અત્યારે જ છુટકારો મેળવવો છે !' ૯૪
SR No.008943
Book TitleTorchno Prakash
Original Sutra AuthorN/A
AuthorRatnasundarsuri
PublisherRatnasundarsuriji
Publication Year
Total Pages51
LanguageGujarati
ClassificationBook_Gujarati & Inspiration
File Size159 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy