SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ ‘તમારા હાથમાં કાંઈ તકલીફ છે?” ‘ના’ માથું ઠેકાણે નથી ?” ‘ઠેકાણે જ છે” ‘તો પછી...' એક ગુંડો પોતાના ચમચાઓ સમક્ષ બડાઈ હાંકી રહ્યો હતો. ‘તમને ખબર છે એક વાતની ?' કઈ?” મારો જન્મ થયો ત્યારે શું થયું હતું એની !” સાકર વહેંચાઈ હશે’ ‘પેંડા વહેંચાયા હશે’ તમે કાગળ આટલો બધો ધીમે ધીમે કેમ લખો છો?” “એવું છે ને કે મારા બાબાની ઉંમર હજી છ વરસની જ છે. હજી તો એ પહેલી ચોપડીમાં ભણી રહ્યો છે. એકદમ ઝડપથી તો એ કાગળ વાંચી જ કેવી રીતે શકે ? આ કાગળ હું એના પર લખી રહી છું એટલે લખવાની ઝડપ ધીમી રાખી છે' મમ્મીએ જવાબ આપ્યો. ‘તો?” ‘૨૧ તોપો ફૂટી હતી’ નિશાન ચૂકી ગઈ હશે એમ લાગે છે' એક યુવાન આમ બોલીને ઝડપથી ત્યાંથી ભાગી જ ગયો. પ્રશ્નો ઉઠાવવામાં મન હજી ક્યારેક પણ થાતું હશે પણ પ્રશ્નોને ગૂંચવી નાખવાની કુશળતા મન પાસે જેવી છે એવી તો આ જગતમાં કોઈની ય પાસે નથી. તમે ખુદ મન દ્વારા ઊભા કરેલા કુતર્કોના જંગલમાં એવા અટવાઈ જાઓ કે એમાંથી તમે બહાર નીકળી જ ન શકો. તમે પૂછો, ચન્દ્ર શીતળ છે ખરો ? એ તમને સામેથી પૂછશે. ચન્દ્ર તમને રોટલી જેવો હોય એવું નથી લાગતું? તમે પૂછો, સાગર ગંભીર નથી લાગતો ? એ તમને પૂછશે, સાગરનું પાણી ખારું હોય એવું શું તમે ક્યારેય અનુભવ્યું નથી ? ટૂંકમાં, ખૂંખાર ડાકૂ તો ક્યારેક પણ પૉલીસના શરણે આવવા તૈયાર થઈ જાય છે; પરંતુ કુતર્કબાજ મન તો ક્યારેય પોતાની હાર સ્વીકારી લેવા તૈયાર થતું નથી. આવા મનના હાથમાં જીવનની ગાડીનું સ્ટીઅરિંગ વ્હીલ પકડાવી દેતા પહેલાં લાખ વાર વિચાર કરજો. કેટલાક જીવોનાં જીવન એવા હોય છે કે તેઓ મરણ પછી ય અનેકનાં હૈયામાં ‘સ્મરણ' રૂપે જીવતા હોય છે જ્યારે કેટલાક જીવોનાં જીવન એવા હોય છે કે તેઓ પોતાના જીવનકાળ દરમ્યાન પણ અનેકનાં હૈયામાં ‘કબર” રૂપે જીવતા હોય છે. પોતાના જીવનકાળ દરમ્યાન બની શકે કે પુષ્પ કોકના પગ નીચે કચરાઈ જઈને અકાળે પરલોકની યાત્રા પર નીકળી પડતું હશે કે સાંજ પડ્યે કરમાઈ જઈને સહજ રૂપે જ પરલોકની યાત્રાએ નીકળી જતું હશે પણ તો ય કવિઓની સ્તુતિનો વિષય, ભક્તોના આકર્ષણનો વિષય, પ્રેમીઓની પસંદગીનો વિષય હંમેશ માટે એ પુષ્પ જ રહ્યું છે, નહીં કે લાંબા સમય સુધી જીવતો અને કોઈનાથી ય ન કચરાતો કાંટો ! નક્કી કરજો. જીવનમાં બનશું તો સુવાસ પ્રસરાવતા પુષ્પ જેવા જ બનશું. કોકને માટે પીડારૂપ બનતા કંટક જેવા તો ક્યારેય નહીં બનીએ. ક
SR No.008943
Book TitleTorchno Prakash
Original Sutra AuthorN/A
AuthorRatnasundarsuri
PublisherRatnasundarsuriji
Publication Year
Total Pages51
LanguageGujarati
ClassificationBook_Gujarati & Inspiration
File Size159 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy