SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ કૂતુહલવૃત્તિ કોનું નામ? એ યુવકને એવી વિચિત્ર આદત કે જ્યાં ક્યાંય પણ કોઈ બોર્ડ જોવા મળે, એના પરનું લખાણ વાંચ્યા વિના એને ચેન જ ન પડે. એકવાર બન્યું એવું કે એ રસ્તા પરથી પસાર થઈ રહ્યો હતો અને એની નજર એક નાનકડી ટેકરી પર લાકડાના થાંભલા પર લટકાવેલા બોર્ડ પર પડી. બોર્ડ પરનું લખાણ વાંચવાનો એણે ખૂબ પ્રયાસ કર્યો પણ અક્ષરો નાના હોવાના કારણે એમાં એને સફળતા ન મળી. એ ટેકરી પર ચડીને બોર્ડ પાસે પહોંચી ગયો. લખાણ વાંચ્યું અને એનું માથું ફાટી ગયું. ‘વાંચવાવાળો પાગલ છે’ આ લખાણ હતું એ બોર્ડ પર. ગુસ્સામાં ને ગુસ્સામાં એ લખાણ ભૂંસીને નવું લખાણ એણે લખી દીધું. લખવાવાળો લલુ છે’ તમે બનાવેલ કવિતાની રચના પર હું એટલો બધો આફરીન પોકારી ગયો છું કે તમે જે માગો તે આપી દેવા તૈયાર છું” રાજાએ કવિને કહ્યું. ‘વચનપાલન કરશો ?” ‘પરીક્ષા કરી જુઓ... એક લાખ સોનામહોર આપી દો’ એક લાખનો આંકડો સાંભળીને રાજા તો સ્તબ્ધ થઈ ગયો. “આટલી બધી?” એક સોનામહોર આપી દો' આટલી ઓછી ?' “એક લાખ સોનામહોર માગી હતી આપની ઉદારતા જોઈને અને એક સોનામહોર અત્યારે માગી રહ્યો છું મારી પાત્રતા જોઈને !' કવિએ જવાબ આપ્યો. રાજાએ એક લાખ સોનામહોર આપી દીધી. દારૂના નશામાં માણસ સીધો ચાલી શકે, કમળાવાળી આંખે માણસ સ્પષ્ટ જોઈ શકે, થોથવાતી જીભે માણસ સ્પષ્ટ બોલી શકે તો ક્રોધના નશામાં માણસ સ્પષ્ટ વિચારી શકે. ક્રોધ કર્યા બાદ પણ પ્રસન્નતા અનુભવી હોય એવો એક પણ પ્રસંગ જિંદગીમાં ન બન્યો હોવા છતાં માણસ કોણ જાણે કેમ પણ ક્રોધ કર્યા જ કરે છે, ક્રોધ કર્યો જ જાય છે. ક્રોધ કરવા માટે જાણે કે તકની રાહ જ જોતો હોય છે ! શું કારણ હશે આની પાછળ, એ જાણવું હોય તો એનાં મુખ્ય કારણ બે છે. નંબર એક : ક્રોધના સેવનકાળમાં પોતે ‘તાકાતવાન' હોવાનો ભ્રમ માણસ મજેથી સેવી શકે છે. નંબર બે : ક્રોધનું સેવન તાત્કાલિક એની અસર નીપજાવે છે. પણ, અસરકારક અનુભવાતો ક્રોધ વિનાશક છે એ સત્ય અસ્થિમજ્જા બનાવી દેજો . ક્રોધ કરી નહીં શકાય. તમે કોઈ ગણિતશને બે બગડા આપી દો. એ ૨ + ૨ =૪ બનાવી દેશે પણ તમે કોઈ સંવેદનશીલ વ્યક્તિને બે બગડા આપી દો, એ ૨૨ બનાવી દેશે. કારણ? ગણિતજ્ઞ પાસે મન છે, બુદ્ધિ છે, ગણતરી છે અને એટલે જ ચાલાકી છે, ચાલબાજી છે. એ બે બગડાને ભેગા રાખી દેવાનું વિચારી શકતો જ નથી જ્યારે સંવેદનશીલ વ્યક્તિ પાસે હૃદય છે, લાગણી છે, આંસુ છે, કલ્પના છે, ભાવના છે, ઊર્મિ છે અને એટલે જ સરળતા છે, સહૃદયતા છે. એ બે બગડા વચ્ચે કોઈ પણ પ્રકારનું વ્યવધાન કે કોઈ પણ પ્રકારનો અંતરાલ ઊભું કરવાનું વિચારી શકતો જ નથી. સાચે જ જીવનને ધન્ય બનાવી દેવું છે? સંસારના ક્ષેત્રમાં બગડા વચ્ચે ભલે કંઈક ને કંઈક મૂકતા રહેજો પણ ધર્મના ક્ષેત્રમાં તો બે બગડાને સાથે જ રાખી દેજો.
SR No.008943
Book TitleTorchno Prakash
Original Sutra AuthorN/A
AuthorRatnasundarsuri
PublisherRatnasundarsuriji
Publication Year
Total Pages51
LanguageGujarati
ClassificationBook_Gujarati & Inspiration
File Size159 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy