SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ “પિન્ટુ, તારા ઘરમાં મમ્મી-પપ્પા ઝઘડે ખરા ?' ‘ધ’ ‘રોજ ’ ‘લગભગ રોજ’ ‘ઝઘડા ઓછા ક્યારે થાય ?’ ‘ડિસેમ્બર-જાન્યુઆરીમાં’ ‘કારણ ?’ ‘એ દિવસોમાં ઠંડી સખત હોય ને ?’ ‘ઝઘડાને ઠંડી સાથે શું સંબંધ ?' ‘એવું છે ને કે શિયાળામાં ઠંડીના કારણે મારા પપ્પાના કાન પર મફલર વીંટળાયેલું હોય છે અને મમ્મીના કાન પર શાલ ! આ સ્થિતિમાં બંનેને એક બીજાનું બોલેલું જ્યાં સંભળાતું જ ન હોય ત્યાં એ બે વચ્ચે ઝઘડો તો થાય જ શી રીતે ?' પિન્ટુએ વર્ગશિક્ષકને જવાબ આપ્યો. જે પથ્થરોથી પુલ બની શકતો હતો એ જ પથ્થરોનો ઉપયગ કોકે દીવાલ ઊભી કરવામાં કરી દીધો. બે દુશ્મનને પણ નજીક લાવી દેવાની તાકાત ધરાવતો પુલ ક્યાં અને સગા બે ભાઈઓને પણ એકબીજાથી દૂર કરી દેવાની રાક્ષસી ક્ષમતા ધરાવતી દીવાલ ક્યાં ? શબ્દો આખરે છે શું ? તમારું હૈયું પ્રેમસભર હોય તો તમે એમને ‘પુલ’ નું ગૌરવ પણ આપી શકો અને તમારું કલેજું ઠેકાણે ન હોય તો તમે એમના શિર પર ‘દીવાલ’નું કલંક પણ ઝીંકી દો. ચારેય બાજુ ક્લેશ-કંકાસ-કલહનું જે વાતાવરણ આજે જોવા મળી રહ્યું છે એ જોતાં એમ લાગે છે કે માણસને દૂર રહેલાને નજીક લાવવામાં એટલો રસ નથી જેટલો રસ નજીક રહેલાને દૂર ધકેલી દેવામાં છે. કરુણતા જ છે ને ? ૫૧ ‘તમારી બાજુમાં રોજ આવીને એક એક કલાક જે બેસી જાય છે ને, એ વ્યક્તિ અંગે મારે તમારી સાથે કેટલીક વાતો કરવી છે' એક સંતની પાસે કોકે આવીને વાત કરી. ‘તમારી વાત હું સાંભળું તો ખરો પણ એ પહેલાં તમને હું જે પૂછું, એના તમારે જવાબ આપવા પડશે' ‘પૂછો ?’ તમે મને જે વાત કરવા માગો છો એ વાત સો ટકા સાચી જ હોવાની નક્કી ?’ ‘એમ તો હું શું કહી શકું ?' ‘એ વાત સારી જ હોવાનું નક્કી ?’ ‘ના' ‘એ વાત મારા માટે કામની ?’ ‘ના’ ‘તો પછી જવાબ આપો. મારે તમારી એ વાત શા માટે સાંભળવી જોઈએ ? તમારે એવી વાત શા માટે મને સંભળાવવી જોઈએ ?' પેલા ભાઈએ ત્યાંથી ચાલતી જ પકડી. માણસ માત્ર જો એટલું જ નક્કી કરી દે ને કે જે વસ્તુ મારા માટે ઉપયોગી નથી એ વસ્તુ મારે વસાવવી નથી. જે વ્યક્તિ મારા માટે કલ્યાણકારી નથી એ વ્યક્તિ સાથે મારે આત્મીય સંબંધ બાંધવા નથી અને જે વાત મારા માટે લાભદાયી નથી એ વાત મારે સાંભળવી નથી તો ય સંખ્યાબંધ કલેશ-સંક્લેશ-કુસંસ્કારો અને કર્મબંધથી પોતાની જાતને ખૂબ આસાનીથી અને સહજતાથી બચાવી શકે ! પણ રે કરુણતા ! જીવનનો મોટા ભાગનો સમય માણસ નિરર્થક, નુક્સાનકારી અને નિર્માલ્ય બાબતોમાં જ વેડફી રહ્યો છે ! પ્રભુ જ એને સત્બુદ્ધિ આપે ! પર
SR No.008943
Book TitleTorchno Prakash
Original Sutra AuthorN/A
AuthorRatnasundarsuri
PublisherRatnasundarsuriji
Publication Year
Total Pages51
LanguageGujarati
ClassificationBook_Gujarati & Inspiration
File Size159 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy