SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ નવીનીકરણ અને મશીનીકરણ ! અખ્ખપમŞ સંખમે મુરારાદે મવિક્સ' આજથી માંડીને સંયમ દુરારાધ્ય બની જશે. કલ્પસૂત્રના નવમા પ્રવચનમાં આવતી આ પંક્તિનો તાત્પર્યાર્થ એ નથી કે સંયમનો વેશ દુર્લભ બની જશે. ના. અર્થ આ છે કે સંયમનું પાલન અને સંયમનાં પરિણામ, બંને ય દુર્લભ બની જશે. દુરારાધ્ય બની જશે. આપણે ખુદે આપણી જાતને જો આ આગાહીમાંથી બહાર કાઢી લેવી હોય તો એક કામ ખાસ કરવા જેવું છે. આજનો આખો ય યુગ નવીનીકરણનો અને મશીનીકરણનો ચાલી રહ્યો છે. આપણે પોતે નવીનના આકર્ષણથી અને મશીનોના ઉપયોગથી શક્ય એટલા વધુ ને વધુ બચતા રહીએ. એમ કરવા જતાં કદાચ સુવિધાઓ પર કાપ મૂકી દેવો પડશે પણ સંયમજીવન તો આપણે નિઃસંદિગ્ધ બચાવી શકશું. 91 પ De મોટું વિઘ્ન : પ્રભાવિત થઈ જવું આમ તો અધ્યાત્મજગતમાં જાતજાતનાં વિઘ્નો છે પરંતુ સૌથી મોટું વિઘ્ન આ છે, પ્રભાવિત થઈ જવું. ચા ગરમ આવી કે દૂધ સાકર વિનાનું આવ્યું, પ્રશંસાના શબ્દોથી કોકે આપણને નવાજી દીધા કે નિંદાના શબ્દોથી કોકે આપણને ઉતારી પાડ્યા. ઠંડકના કારણે ઊંઘ મસ્ત આવી કે ગરમીના કારણે ઊંઘમાં ખલેલ પહોંચી. ગુરુદેવે આપણી કદર કરી કે સહવર્તીઓએ આપણી ઉપેક્ષા કરી. બસ, આ પ્રત્યેક પ્રસંગોમાં પ્રભાવિત થતાં જ રહેવું, રાગથી ત કે દ્વેષથી, આનંદથી કે ઉદ્વેગથી, રતથી કે અતિથી. મનની આ નબળાઈ આપણને અધ્યાત્મજગતમાં આગળ શે વધવા દે ? આ જગત તો તમારી પાસે અપ્રભાવિત બન્યા રહેવાની બેઠી તાકાત માગે છે, નિમિત્તો ચાહે હિમાલયની ઠંડક જેવા હોય કે રણપ્રદેશની ગરમી જેવા હોય !
SR No.008942
Book TitleTo Pachi Kyare
Original Sutra AuthorN/A
AuthorRatnasundarsuri
PublisherRatnasundarsuriji
Publication Year
Total Pages50
LanguageGujarati
ClassificationBook_Gujarati & Inspiration
File Size160 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy