SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ શું ઘટાડવું છે ? દુઃખો કે દોષો ? માત્ર “અવતરણ” જ કે પછી. ‘રૂપાંતરણ’ પણ ખરું ? આપણે સાચા અર્થમાં સંયમી છીએ, પરમપદના ચાહક છીએ, સ્વરૂપ રમણતાના ઇચ્છુક છીએ, મુમુક્ષુ છીએ, સાધક છીએ એ જાણવા માટેનો કસોટીનો પથ્થર કયો, એમ પૂછો છો? આ રહ્યો એનો જવાબ. જો સતત આપણું મન, જીવનમાં પાપો કેમ ઘટે? પ્રમાદ કેમ ઓછો થાય ? દોષોનો હ્રાસ કેમ થતો જાય ? આ જ ચિંતામાં વ્યસ્ત રહેતું હોય તો સમજી રાખવું કે આપણે સાચા અર્થમાં સંયમી છીએ જ. મળી જોજો કોઈ પણ સંસારી માણસને, જાણી લેજો એના મનમાં સતત ચાલી રહેલા વિચારોને. તમને ખ્યાલ આવી જશે કે ત્યાં એક જ ચિંતા વિચારોના કેન્દ્રસ્થાને હશે, જીવનમાં દુ:ખો કેમ ભગવતી સૂત્રમાં ‘હે ગૌતમ ! એક સમયનો પણ પ્રમાદ ન જ કરીશ” ની વાત આવે છે તો જ્ઞાનસારમાં ‘સ્પૃહા એ જ દુ:ખ અને નિઃસ્પૃહતા એ જ સુખ'ની વાત આવે છે. જે અગુપ્ત છે તે આજ્ઞા જ બહાર છે'ની વાત આચારાંગસૂત્રમાં આવે છે તો ‘ગલત ઇચ્છાથી તે | પાછા ફરવાનું જ ન હોય તો શ્રમણ્યક્યાં?” ની વાત દશવૈકાલિકમાં || પર આવે છે. પ્રવચનમાં, લેખનમાં, વાતચીતમાં કે ચિંતનમાં વારંવાર | શાસ્ત્રપંક્તિઓનાં આ અવતરણો આપણે આપતા હોઈએ એ તો ! સારું જ છે પરંતુ જાતને એક પ્રશ્ન આપણે સતત પૂછતા રહેવા જેવો છે છે કે શાસ્ત્રપંક્તિનાં આ અવતરણો આપણાં જીવનનું રૂપાંતરણ || ન કરનારા બની રહ્યા છે કે કેમ? રૂપાંતરણ વિનાનાં અવતરણો ક્યારેક અહંપુષ્ટિનાં કારણો || પ્ત પણ બની શકે છે એ આપણા ખ્યાલમાં તો ખરું ને? ઘટે ? ટૂંકમાં, દુઃખો જ ઘટાડવામાં વ્યસ્ત એ સંસારી, પાપ-પ્રમાદદોષો ઓછા કરવામાં જ વ્યસ્ત એ સંયમી.
SR No.008942
Book TitleTo Pachi Kyare
Original Sutra AuthorN/A
AuthorRatnasundarsuri
PublisherRatnasundarsuriji
Publication Year
Total Pages50
LanguageGujarati
ClassificationBook_Gujarati & Inspiration
File Size160 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy