SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org બાણ ધનુષ્ય પર ચઢાવી વીરાસન વાળી, મેં ચાર દિશામાં બાણ છોડ્યાં. સૂઉઉઉ...અવાજ સાથે તેઓ ચાર દિશામાં આમતેમ સરકવા લાગ્યાં. ધોડેસવારોને સંકેત મળ્યો. શોરબકોર કરતા, હોંકારા પડકારા કરતા તેઓએ વનમાં રહેલાં તમામ પ્રાણીઓને તેમનાં શાંત-શીતલ નિવાસસ્થાન છોડવા માટે એમનો પીછો પકડ્યો. આખું વન રુગ્ણ માણસની જેમ દર્દભરી ચીસો પાડવા લાગ્યું, ચિત્રવિચિત્ર અવાજ એકમેકમાં ભળી ગયા. સારંગ, ચિત્રરથ, ક્રોંચ, કપોત, કોકિલ, પત્રરથ વગેરે પક્ષીઓનાં ઝુંડ ચિચિયારી કરતાં વનમાંથી ઊડી જતાં અમે ટેકરી પરથી જોયાં. Acharya Shri Kailassagarsuri Gyanmandir થોડીવારમાં ગીચ ઝાડીમાંથી ચાલીસ-પચાસ હરણાંનું ટોળું ઊંચેથી વહેતાં ઝરણાંના પાણીનાં ફોરાંની જેમ લયબદ્ધ છલાંગો મારતું મેદાનમાં દોડી રહ્યું હતું. મહારાજ સાથે અમે સહુ ધનુષ્ય ચડાવેલા અમારા હાથ એમના મર્મસ્થાનનું લક્ષ્ય લેવા એમની દોડ સાથે ગતિ કરવા લાગ્યા. ધનુષ્યોમાંથી સૂ...સ્... કરતી સતત બાણવર્ષા થઈ. પવનની થાપટથી ઉદુંબર વૃક્ષ પરથી પાકાં ફળ ટપોટપ પડવા લાગે તેમ હરણાંઓના હૃદયમાં બાણ વાગતાં એક પછી એક હરણ મેદાનમાં ટપોટપ ઢળવા લાગ્યાં. બીજાં હરણ બીકના માર્યાં પોતાનાં સાથીઓની સામે જોવા ન રહેતાં છલાંગો મારતાં મેદાન વટાવી ભાગી છૂટ્યાં. શિકારનો, લક્ષ્યવેધનો અભ્યાસ પૂરો થયો. અમે સંતોષનો શ્વાસ લીધો. ૧૭ ત્યાં અચાનક મહારાજા શ્રેણિકની ચીસ સંભળાઈ...‘વામદેવ.' શ્રેણિક જોરથી મેદાન પર પછડાયા. જાણે પર્વત પરથી મોટી શિલા ધસી પડી! હમણાં શિકારની રસપ્રદ વાતો કરતા હતા, ત્યાં તેમને ઘડીકમાં શું થઈ ગયું? વામદેવ ગભરાઈ ગયો. અમે બત્રીસ ભાઈઓ તો શિકાર પછી થોડા દૂર ચાલ્યા ગયા હતા. અશ્વોને ખેલાવતા હતા. વામદેવે મહારાજા સામે જોયું ને એનું હૃદય ધબકવા લાગ્યું! શિકારમાં મગ્ન શ્રેણિક વીરાસન વાળીને બેઠા હતા ત્યાં ઘૂંટણ પાસેના ડાબા પગના પાછળના ભાગમાં ઘાસમાં છુપાઈને બેઠેલો એક લાંબોલચક વિશાળ અજગર, શ્રેણિકને ઘૂંટણ સુધી વળગી ગયો હતો. પગમાં ચામડાના જોડાનાં કારણે એના જડબાના સ્પર્શની જાણ એમને થઈ નહીં. વીરાસન છોડીને ઊભા થવા જતાં જ એમનો પગ હલ્યો. શિકાર હાથમાંથી છટકી ન જાય એ વિચારે અજગરે પોતાની પૂંછડીના છેડાને તત્ક્ષણ ઉપર લઈ મહારાજાને પોતાની ચૂડમાં સુલસા For Private And Personal Use Only
SR No.008941
Book TitleSulsa
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2009
Total Pages267
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy