SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કાળપુરુષ જેવો મનમોજી તરંગી આ સંસારમાં બીજું કોઈ નહીં હોય. કેટલી ઝડપથી એ સંસારના રંગો બદલે છે! ઘડી બે ઘડીમાં એ હતું ન હતું કરી નાંખે છે. પૃથ્વીની પીઠ પર આનંદથી નાચતી નગરીને ઘડીક વારમાં એ અજગરની જેમ ગળી જાય છે. નાનાં બાળકોએ સમુદ્રકાંઠે બાંધેલા રેતીના કિલ્લાને જેમ એક જ મોજું આવીને ધરાશાયી કરી દે છે તેમ આ કાળપુરુષ, માનવીએ હજારો વર્ષો સુધી જહેમત લઈને ઊભી કરેલી સંસ્કૃતિને ક્ષણવારમાં નામશેષ કરી દે છે. આ સંસાર ખરેખર અસાર છે, અરાજ ક છે. સંસારમાં નથી સુસંગતતા કે નથી એકસુત્રતા. કોણ આ ઘટનાઓના પાસા ફેંકે છે? કોણ આ બધાં રમકડાં નચાવે છે? માનવીનું જીવન આ વિશાળ વિશ્વમાં કેટલું તુચ્છ છે? વિશ્વની પ્રકૃતિમાં આમૂલ પરિવર્તન લાવનાર આ કાળને માનવજીવન બુદ્ધ સમાન લાગે છે. જ્યારે ઇચ્છે ત્યારે શમાવી દે તેવું બબુદુ. આ બધુના નિર્માણની કે નાશની આ બ્રહ્માંડ પર કોઈ જ અસર નથી થતી. એ સ્થિતપ્રજ્ઞ રહે છે! આ સંસારની વાસ્તવિકતા સમજો. ચારે બાજુથી ફેલાયેલી આગમાં ફસાઈ પડેલા પક્ષીની જેમ મનુષ્ય આ સંસાર દાવાનલમાં અસહાયપણે તરફડી રહ્યો છે. તમે એમાંથી બહાર નીકળી જાઓ. સંસાર દાવાનલ તો બુઝાવાનો જ નથી, એ તો અનાદિ-અનંત છે.' પ્રભુનો ઉપદેશ પૂર્ણ થયા પછી, પેલું પાછળથી આવેલું યુગલ ઊભું થયું. યુવાને પ્રભુને મસ્તક નમાવી નમન કર્યું અને બોલ્યો : “હે ભગવંત! આપનો આવો હૃદયસ્પર્શી ઉપદેશ પહેલીવાર જ સાંભળ્યો. આપે સાચું જ કહ્યું કે કાળ ઉપર વિશ્વાસ ન કરાય. સંસાર સાચે જ દાવાનળ છે. આપનો ઉપદેશ સાંભળી મારું હૃદય સંસાર પ્રત્યે વિરક્ત બન્યું છે. હું આપના શરણે રહેવા ચાહું છું. હું મારાં માતા-પિતાની અનુજ્ઞા લઈને આવું છું. મારા ક્ષત્રિય મિત્રોને પણ મારો આ વિચાર જણાવીશ.' આ જમાલિ હતો. ભગવાન મહાવીરનો જમાઈ! જમાલિની સાથે જ એની પત્ની હતી તે પ્રિયદર્શના હતી, ભગવાનની પુત્રી! - પ્રિયદર્શનાએ પણ પ્રભુને નમન-વંદન કરીને કહ્યું : “હે ભગવંત! હું પણ સંસાર પ્રત્યે વિરક્ત થઈ છું. મારા પુણ્યોદયથી જ આપ અહીં પધાર્યા છો. આ ભવસાગરથી પ્રભો! મારો ઉદ્ધાર કરો.' o સુલાસા For Private And Personal Use Only
SR No.008941
Book TitleSulsa
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2009
Total Pages267
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy