SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જે બધું જ પામી જાય છે તે જીવ ઇષ્ટ કે અનિષ્ટ હોય, સાનુકૂળ કે પ્રતિકૂળ હોય, પણ એ સમત્વ ધારણ કરે છે. ચિત્તની આ ભૂમિકા વિરલ હોય છે. એ વિરલ ભૂમિકા પામવા ચારિત્રજીવન જ શ્રેષ્ઠ જીવન છે.' એ સમયે ષભદત્ત ઊભા થયા. પ્રભુને નમન કરીને કહ્યું : “હે સ્વામી! અમે બંને આ સંસારવાસથી વિરક્ત થયા છીએ. માટે કલ્પવૃક્ષ! અમને સંસારતારિણી દીક્ષા આપો.” પ્રભુએ કહ્યું : “તથાસ્તુ!' દેવાનંદા સાથે ઋષભદત્ત ઈશાન દિશામાં ગયા. આભૂષણ વગેરેનો ત્યાગ કર્યો. સંવેગથી પાંચ મુષ્ટિ વડે કેશનો લોચ કર્યો. પ્રભુને ત્રણ પ્રદક્ષિણા આપી વંદના કરીને બોલ્યા : “હે સ્વામી! અમે જન્મ-જરા-મૃત્યુથી ભય પામી તમારે શરણે આવ્યાં છીએ, માટે આપ સ્વયં અમને દીક્ષા આપવા પ્રસન્ન મને અનુગ્રહ કરો.” પ્રભુએ પોતાનાં માતા-પિતાને દીક્ષા આપી. દેવાનંદા સાધ્વીને ચંદના સાધ્વીજીને સુપરત કરી. ઋષભદત્ત મુનિને સ્થવિર મુનિઓને સોંપ્યા.. સમવસરણ પૂર્ણ થયું. લોકો વિખરાયા. આખા બ્રાહ્મણકુંડ ગ્રામમાં ભગવાન મહાવીર દેવાનંદા-ઋષભદત્તના પુત્ર હતા!” આ વાત દિવસો સુધી થતી રહી. હે જિનેશ્વર! આપની કેવી અપૂર્વ માતૃભક્તિ અને પિતૃભક્તિ! આપ સામે ચાલીને બ્રાહ્મણકુંડ ગામ ગયા! આપે દેવાનંદાને કહ્યું : “મા, હું તારો પુત્ર છું! તું મારી મા છે!” અહો, એ વખતે એ દેવાનંદાના ઉરનો કેવો અપૂર્વ આનંદ હશે! એના હૃદયમાં પુત્રસ્નેહની ભરતી આવી ગઈ હશે! પ્રભો! એ માતા કદાચ તમને ભેટી પડવા. તમને ચૂમીઓથી નવડાવી દેવા તલપાપડ થઈ ગઈ હશે...' મારા લાલ! મારા વીર! મારા વત્સ...' આવાં આવાં સંબોધનોથી તમને બોલાવવા તરફડી હશે. પણ ત્યાં દેવ-દેવીઓ અને હજારો સ્ત્રી-પુરુષોની વચ્ચે એને પોતાની માતૃભાવનાઓને ઘબી દેવી પડી હશે! તમે તમારાં એ મૂળભૂત માતા-પિતાને મોક્ષમાર્ગ આપીને, એમના ઉપકારનો બદલો વાળી દીધો! “ત્તિવ માતાપિતો! સુલતા For Private And Personal Use Only
SR No.008941
Book TitleSulsa
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2009
Total Pages267
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy