SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભેળસેળિયાં શરબત પીવાની ઇચ્છા થતી જ નથી. હે બુદ્ધિધન! તમે જ કહો, માનસરોવરમાં ઊગેલાં સુગંધથી મઘમઘતાં કમળ ઉપર નિવાસ કરનાર ભ્રમર, ખાખરાના ઝાડ પર રહેવા જાય ખરો? મેં એવા જ પ્રભુના સુગંધભરપૂર ચરણકમલમાં વાસ કર્યો છે! તમે તો પ્રભુને વિહાર કરતા પણ જોયા જ હશે? તેઓ ચાલે છે પણ સ્વર્ણકમલો ઉપર! ચરણકમલ જેવા અને ચરણ પડે કમલ ઉપર એવાં ચરણ કમળ પામીને હવે હું બીજાઓના પાષાણવત્ પગને પૂજવા શા માટે જાઉં? મારે તો પ્રભુનાં ચરણ જ શરણ! બીજી વાત કહું તમને, નર્મદાના, ગંગાના શીતલ સ્વચ્છ જળમાં કીડા કરવા ટેવાયેલો ગજરાજ, કાંઠા ઉપર રહેલા છીછરા જળમાં ઝાંકે પણ ખરા? ગંગાજલનું પાન કરનાર એવું છીછરું ને ગોબરું પાણી પીએ ખરો? મારા ધર્મસ્નેહી ભ્રાતા! ખરું કહો, પ્રભુની પરમ કરુણાના શાન્ત-શીતલ જળમાં સ્નાન કરનારી હું અને એમની આંખોનું અમૃત પીનારી હું અન્ય દેવના રાગ-દ્વેષભર્યાં છીછરાં અને ગોબરાં પાણી પીવા જાઉં ખરી? મને ક્રોધ અને માનભરી દષ્ટિ જોવી ગમે ખરી? હું તો કહું છું : મિત્રો અને યાત્રિકો! જિનધર્મને ભૂલશો નહી, ને ધર્મનો જ્યાં છાંટો નહીં ત્યાં ભટકશો નહીં જ્યાં દેવ રમણીવશ રહ્યા ને શસ્ત્ર ધારણ કરતા સદા ઉન્માર્ગનો ઉપદેશ આપી કામ વસમું કરતા સદા.. ૧ મિત્રો અને યાત્રિકો એ ધર્મની ખાજો દયા, જ્યાં સત્યનો છાંટો નહીં છતાં તે ફેલી રહ્યા. માંસ ખાતા, મદ્ય પીતા, ધર્મનામે હિંસા કરે, ને વાસનાઓનાં નૃત્ય ચાલે કાળરાજા શિર ફરે.... ૨ મિત્રો અને યાત્રિકો! એ ધર્મની ખાજો દયા પંથના ને પોથીતણા ઘણા ભેદો જ્યાં સદા ફાલી રહ્યા વળી, હે ગુણનિધાન પરિવ્રાજ ક! હમેશાં ગંગાજલનું પાન કરી રહેલા શ્વેત રાજહંસ, કીચડ અને કાદવથી ભરેલી નાની નદીઓનું જળ ક્યારે પણ પીવાની શું ઇચ્છા કરે? ન જ કરે ને! પ્રભુ વીરની ન્યાય-નીતિપૂર્ણ દેશના સાંભળ્યા પછી બીજાઓની કપોલકલ્પિત નીરસ વાતો સાંભળવાની મને જરા પણ ઇચ્છા થતી નથી. હે શક્તિનિધાન! મારા પ્રભુની વાણી ક્વી છે? સુલાસા ૨૩૧ For Private And Personal Use Only
SR No.008941
Book TitleSulsa
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2009
Total Pages267
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy