SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir છે! સુલસી દેખાતી નથી... “ન આવી એ પ્રભુ વીરની પરમ શ્રાવિકા! સાચે જ એનું સમ્યગ્દર્શન નિર્મળ છે. એ સત્યનિષ્ઠ છે. ભગવાન મહાવીરે કહ્યું છે: __'न कप्पए से परतित्थियाणं तहेव तेसिं चिय देवयाणं । परिग्गहे ताण य चेइयाणं परिभावणा-वंदण-पूयणाई।।' સમ્યગ્દષ્ટિ જીવે અન્ય મતવાળાઓને વંદન ન કરવું જોઈએ. મિથ્યાષ્ટિઓને, એમના દેવોને કે એમણે ગ્રહણ કરેલા જિનચૈત્યોની પણ પ્રશંસા ન કરવી જોઈએ. પૂજા-યાત્રા કે પ્રણામ ન કરવાં જોઈએ. સમ્યગ્દષ્ટિ આત્મા, જિનવાણી જ સાંભળે. કારણ કે જિનવાણી બુદ્ધિના મોહને હરે છે. કુમાર્ગેથી પાછા વાળે છે, સંવેગ પેદા કરે છે. જિનવર પ્રત્યે અનુરાગ પેદા કરે છે. હૃદયને હર્ષાન્વિત કરે છે. તે પછી એ સમ્યગ્દષ્ટિ મહાત્મા જ્ઞાન-દર્શન-ચારિત્રમાં પ્રગતિ સાધે છે. સમતા-સમાધિ આદિ ગુણો પ્રાપ્ત કરે છે.. ગુણાનિધિ બનીને મોક્ષમાં જાય છે! 'पार्वति कल्लाण परंपराओ गुणंधरा हुंति वयंति सिद्धिं ।' “કલ્યાણોની પરંપરા પ્રાપ્ત કરી, ક્રમશઃ એ ગુણધર આત્માઓને સિદ્ધિ વરે છે!' ખરેખર, તુલસા ગુણનિધિ છે. દઢ સમ્યગ્દષ્ટિ છે! મારી ત્રણ-ત્રણ પરીક્ષાઓમાં એ ઉત્તીર્ણ થઈ છે. બસ, હવે એક પરીક્ષા લઈને, એની પાસે જઈ, પ્રભુ વીરનો ધર્મલાભ' સંભળાવીશ!' સુલાસા ૨૧૯ For Private And Personal Use Only
SR No.008941
Book TitleSulsa
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2009
Total Pages267
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy