SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બનીને ઊભા રહ્યા અને ઉત્તરદ્વારે કૃષ્ણવર્ણય બે ભુવનપતિ દેવો દ્વારપાલ બનીને ઊભા રહ્યા. બીજા ગઢના ચારેય વારે ચારેય નિકાયની દેવીઓ જયા, વિજયા, અજિતા અને અપરાજિતા નામની બે બે દેવીઓ, અનુક્રમે હાથમાં અભય, પાશ, અંકુશ અને મુદ્ગર લઈને, પ્રતિહારી બનીને ઊભી હતી. તેમની દેહકાન્તિ શ્વેતામણિ, શોણમણિ, સ્વર્ણમણિ અને નીલમણિ જેવી હતી! છેલ્લા ત્રીજા ગઢના ચાર ધારે તુંબરુ, ખવાંગધારી, મનુષ્યમસ્તકમાલાધારી અને જટામુગટ મડિત-આ નામના ચાર દેવો દ્વારપાલ બનીને ઊભા રહ્યા. સમવસરણની મધ્યમાં વ્યંતરદેવોએ ત્રણ કોશ ઊંચે ચૈત્યવક્ષ (અશોકવૃક્ષ) ર. તે વૃક્ષની નીચે વિવિધ રત્નોથી એક પીઠ રચી હતી. તે પીઠ ઉપર અપ્રતિમ મણિમય એક છંદ રચ્યો અને છંદની વચ્ચે પૂર્વ દિશા તરફ પાદપીઠ સહિત રત્નસિંહાસન રચ્યું. તેની ઉપર ત્રણ ઉદ્દલ છત્રો રચ્યાં હતાં. સિંહાસનની બે બાજુ બે યક્ષ-દેવો ભક્તિથી પ્રેરાઈને ઊજળાં ચામર લઈને ઊભા હતા. ચારેય વારોની ઉપર અદ્ભુત શોભાવાળું એક એક ધર્મચક્ર સુવર્ણકમલમાં રાખ્યું હતું. પ્રાતઃકાળે કરોડો દેવોથી, હજારો સાધુ-સાધ્વીથી વીંટળાયેલા પ્રભુ સમવસરણમાં પ્રવેશ કરવા ચાલ્યા, ત્યારે દેવો નવસહસ્ત્રદલ સ્વર્ણકમળોની રચના કરી, આગળ આગળ મૂકવા લાગ્યા. બે બે કમળ ઉપર પ્રભુ પાદન્યાસ કરી ચાલતા હતા. પ્રભુએ સમવસરણના પૂર્વારેથી પ્રવેશ કર્યો. ચૈત્યવૃક્ષની પ્રદક્ષિણા કરી. તીર્થને નમસ્કાર કર્યો, અને પ્રભુ રત્નસિંહાસન પર બેઠા. વ્યંતરદેવોએ બીજી ત્રણ દિશાઓમાં રત્નમય સિંહાસનો રચી, તેના ઉપર ભગવંતની ત્રણ પ્રતિમાઓ સ્થાપિત કરી. પ્રભુના મસ્તકની પાછળ પ્રકાશનું વર્તુળ (ભામંડલ) પ્રગટ થયું. આકાશમાં ગંભીર નાદવાળી દુંદુભિ વાગવા લાગી. પ્રભુની પાસે જ એક ઊંચો ધ્વજ ફરકી રહ્યો હતો. ક વૈમાનિક દેવોની દેવીઓ પૂર્વદ્વારેથી પ્રવેશી, પ્રભુને ત્રણ પ્રદક્ષિણા દઈ, તીર્થ અને નીર્થકરને નમસ્કાર કરી અગ્નિખૂણામાં ઊભી રહી. ભવનપતિ, જ્યોતિષ્ક અને વ્યંતરોની દેવીઓ દક્ષિણ-દ્વારથી પ્રવેશીને પ્રદક્ષિણા-વંદન આદિ વિધિ કરીને નૈઋત્ય ખૂણામાં ઊભી રહી. ૧૪૮ સુલતા For Private And Personal Use Only
SR No.008941
Book TitleSulsa
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2009
Total Pages267
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy