SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org પ્રત્યે ઉદાસીન રહો, કશાથી ચો નહીં તેવાં અવિચળ રહો. વાતવાતમાં તમારાથી વ્યાકુળ કે વિહ્વળ થવાય નહીં. સુખ અને દુ:ખ પ્રત્યે સમાન દ્રષ્ટિ રાખવાની છે. સ્તુતિ અને નિંદાને સમાન ગણવાની છે. કોઈ પ્રિય નહીં, કંઈ અપ્રિય નહીં! માન-અપમાનને ગણકારવાનાં નથી. મિત્ર અને શત્રુ પ્રત્યે સમ-ભાવ રાખવાનો છે. સુખ-દુઃખની વિકારી દશાથી સાવ અલગ થઈને આનંદ-સમાધિમાં જ ડૂબેલા રહેવાનું છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir મારી બહેન! પરમાત્મા સાથેના તારા અવિચલ પ્રેમથી. તું પરમાત્મસ્વરૂપ પામી શકે તેમ છે. તારી ભક્તિના સાતત્યથી તારો સંબંધ શાશ્વત સાથે બંધાશે. બસ, તને વધારે ઉપદેશ આપવાનો ન હોય. ‘તું સ્વયં પ્રાજ્ઞ છે!' નાગ સાથે! બત્રીસે બત્રીસ પુત્રોનાં એકસાથે થયેલાં મૃત્યુથી તેઓ સ્તબ્ધ થઈ ગયા હતા. તેમને જીવવું અકારું લાગ્યું. આપઘાત કરીને મરી જવાનો વિચાર આવી ગયો. તેમણે ઝેરની શીશી મેળવી લીધી. સાચવીને પોતાના શયનખંડમાં મૂકી દીધી. ‘મારી મરણતોલ યાતનાનો અંત આશીશીમાં છે.' તે રાત્રિએ ચોતરફ નીરવ શાંતિ હતી. તે ધીમેથી પલંગમાંથી ઊઠ્યા. ખૂણામાં મૂકેલી ઝેરની શીશી હાથમાં લીધી. ભગવાન મહાવીરને યાદ કરી એમને મનોમન વંદન કર્યાં. આંખો બંધ કરી તેઓ બોલ્યા : હે મારા પ્રભુ, હવે હું પુત્રવિરહ સહન કરી શકું એમ નથી. હું પ્રાણત્યાગ કરું છું...મને ક્ષમા આપો...મારો અપરાધ માફ કરો.' એક પળ એમણે આંખ ખોલી. ચારે બાજુ નિઃશબ્દ શાંતિ હતી. થોડીવારમાં નાગ પણ શાંત પડી જવાના હતા. ‘આ નિર્દય સંસાર મને ફરી જોવા મળવાનો નથી.' આ વિચારથી એમનું હૃદય ભરાઈ આવ્યું. તે થથરી ઊઠ્યા. પાછા મક્કમ થઈ ગયા. આંખ બંધ કરી તેઓ ઝેર ગટગટાવી ગયા અને પલંગમાં પડ્યા. સવારે ઊઠીને તે વિચારે છે : ૧૪૦ ‘મેં ઝેર પીધું, પણ એની કોઈ જ અસર મારા પર થઈ નહીં. મૃત્યુ પણ પોતાની કૃપાદિષ્ટ માણસ ઇચ્છે એ રીતે એના પર કરવા તૈયાર નથી હોતું! મને હતું કે મારા પેટમાં અગ્નિની ભયંકર જ્વાળાઓ For Private And Personal Use Only સુલસા
SR No.008941
Book TitleSulsa
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2009
Total Pages267
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy