SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir છે થઈ 6 વ્યથા ભીતરમાં હોય છે. વેદના મનની અંદર હોય છે. વ્યથા અને વેદના બહારનાં નથી, આપણાં પોતાનાં છે. જે આપણું છે એનો સ્વીકાર કરવો જ રહ્યો. આપણી વ્યથા, વેદના, આપત્તિ, અસંતોષ અને મોહ કોઈકનાથી છે, એવું માનવું-મનાવવું આત્મવંચના છે. હદથી વધારે વ્યથા-વેદનાથી થાકીએ ત્યારે એમાંથી જ કોઈ રસ્તો સૂઝે. આનંદ તો ભીતરમાં ભરપૂર છે અને એકવાર આવા આનંદનું અમૃત મળે તો પછી સર્વત્ર આનંદની રેલમછેલ હોય છે. આમ જોઈએ તો સહુ કોઈના જીવનમાં પરાવર્તન આવતું હોય છે. જ્યારે કોઈ અપ્રિય અનિષ્ટ આવી પડે છે ત્યારે મનુષ્ય અસહ્ય વેદના અનુભવે છે. એ વખતે એને પક્ષીનો કલરવ, મોજાઓના ઘૂઘવાટ, વૃક્ષોનો પમરાટ, ભ્રમરનો ગુંજારવ, સૂર્યનો ઉદય કે પ્રભાતે છડી પોકારતો કૂકડાનો અવાજ એને ગમતો નથી. આ બધા અસ્તિત્વના ઉત્સવને તે માણી શકતો નથી. જે સુજ્ઞ મનુષ્ય વ્યથા-વેદનામાંથી બહાર નીકળવાની કેડી શોધી કાઢે છે, પોતાની પ્રવૃત્તિનું સુકાન બદલે છે. સુકાન બદલી શકનારા નસીબદાર હોય છે. તુલસા એવી નસીબદાર હતી. એને ભાઈ કરતાંય સવાયો ભાઈ અભયકુમાર મળી ગયો! અભયકુમાર એટલે હીરની, ખમીરની અને અમીરીની સંપદા! એની વાણીની સાથે સ્મિત, આંસુ અને ઉષ્મા હતી. એટલે જ સુલતાની વ્યથા-વેદનાને ઉપશાંત કરતાં સુલતાના હૃદયમાં વસંત વ્હોરી ઊઠી હતી. પરંતુ હજુ બત્રીસ પુત્રવધૂઓને પતિ મૃત્યુથી ઊપજેલો વિષાદ વિરમ્યો ન હતો. ઉઘસી દૂર થઈ ન હતી. અભયકુમાર જાણતા હતા. એ ઇચ્છતા હતા કે બત્રીસે બત્રીસ સ્ત્રીઓ, શરીરે ચોંટેલી દરિયાની રેતીની જેમ ઉદાસીને ખંખેરી નાંખે. એમને નવી દિશા મળે અને મનોદશા સુધરે. તેઓ જીવતી લાશો બનીને ન જીવવી જોઈએ. તે શબવત્ બની ન રહે. તેમની આંતરચેતના જાગ્રત થવી જોઈએ અને ભવસાગરને તરવા સમર્થ બનવી જોઈએ. L૧૨૮ સુલાસા For Private And Personal Use Only
SR No.008941
Book TitleSulsa
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2009
Total Pages267
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy