SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતીય પ્રજા સોંઘી કેરીનાં સપનાં જુએ છે અને આરબ ઈશેખો તથા અમેરિકનો ટેસથી મણમણ આફૂસ ચૂસે છે - ભાલચન્દ્ર જાની ગુજરાત સમાચાર: તા. ૨૯/૪/૦૦ ચિન્ટ્રએ પોતાના ઘરે આવેલ પિન્દુને એક શુભ સમાચાર આપ્યા, ‘આજે મારા ઘરે આવ્યા હતા એક રાજનેતા' કેમ?' ‘નાસ્તો કરવા પછી ?' ‘પછી શું? નાસ્તામાં મેં એમને ખબર ન પડે એ રીતે કૂતરાના બિસ્કિટ ખવડાવી દીધા.' ‘કૂતરાનાં બિસ્કિટ ?” હા” ‘પણ કારણ કાંઈ?” ‘કમ સે કમ એમનામાં કૂતરા જેવી વફદારી તો આવે !' ‘હા, આ દેશના પ્રજાજનો ભલે રિબાતા, તડપતા, ભૂખે મરતા, આપઘાત કરીને પરલોકમાં રવાના થઈ જતા; પરંતુ પરદેશીઓને તો આપણે જલસા કરાવતા જ રહેવું.” આ હલકટ મનોવૃત્તિ ધરાવીને ખુરશી પર ચોંટીને ગોઠવાઈ ગયા છે આ દેશના રાજનેતાઓ. સુપ્રિમે ખુદે સરકારને સૂચન કર્યું છે કે માંસ, શાકભાજી અને ફળ, આ ત્રણ ચીજોની પરદેશમાં હવે નિકાસ બંધ કરો. પણ માતાને મૂકીને માસીને ધાવવા નીકળેલા આ દેશના રાજનેતાઓના કાનમાં જ્યારે હડતાળ જ પડી ગઈ હોય અને એમનાં મનમાં જ્યારે પરદેશીઓને ભાડે જ અપાઈ ગયા હોય ત્યારે એમની પાસે સુપ્રિમના સૂચનના અમલની અપેક્ષા રાખવી વ્યર્થ જ છે ને?
SR No.008940
Book TitleTagde
Original Sutra AuthorN/A
AuthorRatnasundarsuri
PublisherRatnasundarsuriji
Publication Year
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy