SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ ગરીબી ઉમૂલન યોજનાએ ગરીબને વધુ ગરીબ બનાવ્યો છે દૈનિક ભાસ્કર : તા. ૧૧/૬૦૭ તમે પેટ્રોલને પાણીનું નામ આપીને આગમાં નાખવા માંડો. આગ વધતી જ જવાની ને? તમે દૂધ લાવવા માટે બિલાડીને મોકલો. બધું ય દૂધ એ જ સફાચટ કરી જવાની ને? તમે યોજના ગરીબી ઉમૂલનની ભલે ને બનાવો છો, પણ એ યોજનાનો કારોબાર જેના હાથમાં તમે આપો છો એ લોકોના મનમાં આ યોજના અંગે એક ભારે ગેરસમજ આ હોય છે કે આ યોજના અન્વયે જેટલા પણ રૂપિયા આપણને સરકાર તરફથી મળે એ રૂપિયાથી આપણે ગરીબી જરૂર દૂર કરવાની છે પણ ગરીબોની નહીં, આપણી ! હા, આ દેશની આ કરુણદશા છે. ખેડૂતોની આત્મહત્યા રોકવા સરકાર અબજો. રૂપિયાનું પેકેજ જાહેર કરે છે પણ ખેડૂતોને એમાંનું કશું જ પહોંચતું નથી. પાંજરાપોળોને ક્યારેક લાખો રૂપિયાની સબસીડી સરકાર જાહેર કરે છે પણ પાંજરાપોળને એમાંનું કશું જ પહોંચતું નથી. અરે, વરસો પહેલાં રાજીવ ગાંધીએ ખુદે જાહેર કર્યું હતું કે સો રૂપિયાના ટૅક્સની સામે સરકાર પાસે એક રૂપિયો જ આવે છે ! કારણ? મેરા દેશ મહાન !
SR No.008940
Book TitleTagde
Original Sutra AuthorN/A
AuthorRatnasundarsuri
PublisherRatnasundarsuriji
Publication Year
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy