SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ એક શૉપિંગ મૉલ સાડા છ હજાર ઘર જેટલી વીજળી વાપરે છે ગુજરાત સમાચાર : તા. ૧૪/૪/૦૭ સમષ્ટિના સુખ માટે વ્યક્તિ પોતાનાં સુખનું બલિદાન આપી દેવા તૈયાર રહેતી હતી એ વાત જો ગઈકાલની બની ગઈ છે તો વ્યક્તિ પોતાના સ્વાર્થને પુષ્ટ કરવા, સુખને સલામત કરી દેવા હજારો-લાખો વ્યક્તિઓનાં સુખની સાથે ખિલવાડ કરી દેવા તૈયાર જ રહે એ વાત આજની બની ગઈ છે. કમાલની વાત તો એ છે કે દેશના સામાન્યમાં સામાન્ય પ્રજાજનની સુખ-સુવિધા સાચવવાની અને સલામત રાખવાની જવાબદારી જે શાસકોએ સ્વીકારી છે એ શાસકોની રહેમ નજરથી જ આ શૉપિંગ મૉલ ખુલી રહ્યા છે. બીચારા પ્રજાજનો ! લાચાર બનીને આ તમાશો નિહાળી રહ્યા છે. અસહાય બનીને આ અત્યાચારો વેઠી રહ્યા છે. નિઃસહાય બનીને આ માર ખાઈ રહ્યા છે. ન્યાયમાં વિલંબ એ પણ એક જાતનો અન્યાય જ છે એ કહેવત તો આજે કદાચ નકામી બની ગઈ છે પણ અન્યાય તુર્ત જ કરતા રહો એ ગણિત આજે સર્વત્ર અમલી બની રહ્યું છે. કારણ? ને રેશમાન! ૭૩
SR No.008940
Book TitleTagde
Original Sutra AuthorN/A
AuthorRatnasundarsuri
PublisherRatnasundarsuriji
Publication Year
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy