SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ સરકારી સ્કૂલોમાં અંગ્રેજી ભાષાને પ્રોત્સાહન અપાશે હિન્દુસ્તાન : તા. ૬/૬/૦૭ મહેમાનની ઘરમાં એવી આગતા-સ્વાગતા તો ન જ થવી જોઈએ ને કે એ મહેમાન ઘરનો માલિક જ બની જાય ! માસીને જીવનમાં એ સ્થાન તો ન જ મળવું જોઈએ ને કે માસી, માતાને એક બાજુ જ ધકેલી દે ! બાળકને બિલાડી પાસે એ બેફિકરાઈથી તો રમતું ન જ મૂકવું જોઈએ ને કે એ બિલાડી બાળકને જ ખાઈ જાય ! આ દેશના શાસકો પાસે આટલી પણ અક્કલ જો હોત તો તેઓ અંગ્રેજી ભાષાને સ્કૂલોમાં વધુ પ્રોત્સાહન આપવાનો નિર્ણય ન કરી બેઠા હોત ! જો સરકાર ખુદ અંગ્રેજી ભાષાને વધુ પ્રોત્સાહન આપવા માગે છે તો એમને એટલું પૂછવું છે કે રાષ્ટ્રભાષાનું અને માતૃભાષાનું તમે કરવા શું માગો છો ? રાષ્ટ્રભાષા રાષ્ટ્રભક્તિ જગાડવા માટે જો સશક્ત માધ્યમ છે તો માતૃભાષા સંબંધોને આત્મીયતાસભર રાખવાનું સશક્ત માધ્યમ છે. જ્યારે અંગ્રેજી ભાષા? પૂછી આવો ખુરશી પર બેઠેલા શાસકોને ! -- -
SR No.008940
Book TitleTagde
Original Sutra AuthorN/A
AuthorRatnasundarsuri
PublisherRatnasundarsuriji
Publication Year
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy