SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ નથી. પૂજા માટેનાં વસ્ત્ર સફેદ, ફાટ્યાં કે બળ્યા વગરના તથા સાંધ્યા વિનાનાં રાખવાં. હંમેશાં ચોખ્ખાં રહે તેમ કરવું, એ વસ્ત્રો બીજા કોઇ કામમાં પહેરવાં નહિ. પૂજાનાં કપડાં પહેરીને વગર નહાયેલાને અડવું નહિ. ૩. મનશુદ્ધિ - જેમ બને તેમ મનને પૂજામાં સ્થિર કરવું. પૂજા કરતી વખતે બીજું બધું ભૂલી જવું. ૪. ભૂમિશુદ્ધિ - દહેરાસરમાં કાજો બરાબર લીધો છે કે કેમ તે જોવું. પૂજાના સાધનો લેવા મૂકવાની જગ્યા પણ જેમ બને તેમ શુદ્ધ રાખવી. ૫. ઉપકરણશુદ્ધિ - પૂજામાં જોઇતાં ઉપકરણો કેસર, સુખડ, પુષ્પ, ધૂપ, અગરબત્તિ, દીપક, ચોખા, ફળ, નૈવેદ્ય વગેરે જેમ બને તેમ ઉંચી જાતના પોતાના ઘરના લાવવા. કળશ, ધૂપધાણા, ફાનસ, અંગલુછણા વગેરે સાધનો ખૂબ ઉજળાં ચકચકાટ રાખવાં. જેમ ઉપકરણની શુદ્ધિ વધારે તેમ આહલાદ વધારે થાય અને ભાવની વૃદ્ધિ થાય. ૬. દ્રવ્યશુદ્ધિ - જિનપૂજા આદિ શુભકાર્યમાં વપરાતું દ્રવ્ય જો ન્યાયથી ઉપાર્જન કરેલું હોય તો ભાવની બહુ જ વૃદ્ધિ થાય છે. ૭. વિધિશુદ્ધિ - સ્નાન કરીને શુદ્ધ ઉજળાં વસ્ત્ર પહેરી, પૂજાના ઉપકરણો લઇ, શુભ ભાવના ભાવતાં જિનમંદિરે જવું. રસ્તામાં કોઇ અશુદ્ધ વસ્તુનો સ્પર્શ ન થઇ જાય એ ધ્યાનમાં રાખવું. દેરાસરમાં પેસતાં પ્રથમ ‘નિસીહિકહેવી. છેટેથી પ્રભુનું મુખ જોતાં ભક્તિપૂર્વક બે હાથ ભેગા કરી મસ્તકે લગાડી ‘નમો જિણાણું’ બોલવું. જ્યાં પ્રદક્ષિણા ફરી શકાય ત્યાં ત્રણ પ્રદક્ષિણા દેવી. પ્રદક્ષિણા ફરતાં અને ફર્યા પછી દેરાસરમાંથી આશાતના ટાળવા બનતું કરવું. પછી મૂળનાયક સન્મુખ જઇ સ્તુતિના શ્લોકો બોલવા. પુરૂષોએ જમણી અને સ્ત્રીઓએ ડાબી બાજુએ ઊભા રહેવું. સ્તુતિ બોલતી વખતે પોતાનું અર્થ અંગ નમાવવું. જ્ઞાનસારમાં બતાવેલા ઉત્કૃષ્ટ આરાધકના બત્રીશ ગણો.. ૧. આત્માનંદી, ૨. સ્વરૂપમગ્ન, ૩. સ્થિરચિત્ત, ૪. નિર્મોહી, ૫. જ્ઞાની, ૬. શાંત, ૭. જિતેંદ્રિય, ૮. ત્યાગી, ૯. ક્રિયારૂચિ, ૧૦. તૃપ્ત, ૧૧. નિર્લેપ, ૧૨. નિસ્પૃહ, ૧૩. મૌની, ૧૪. વિદ્વાન, ૧૫. વિવેકી, ૧૬. મધ્યસ્થ, ૧૭. નિર્ભય, ૧૮. અનાત્મશંસી, ૧૯. તત્ત્વદૃષ્ટિ, ૨૦. સર્વગુણસંપન્ન, ૨૧. ધર્મધ્યાની, ૨૨. ભવોદ્વિગ્ન, ૨૩. લોકસંજ્ઞાત્યાગી, ૨૪. શાસ્ત્રચક્ષુ, ૨૫. નિષ્પરિગ્રહી, ૨૬. સ્વાનુભવી, ૨૭. યોગનિષ્ઠ, ૨૮. ભાવયાજ્ઞિક, ૨૯, ભાવ પૂજા પરાયણ, ૩૦. ધ્યાની, ૩૧. તપસ્વી, અને ૩૨. સર્વનયજ્ઞ. મનહજિણાણની સઝાયમાં જણાવેલ શ્રાવકના છત્રીસ ધર્મકૃત્યો. ૧. તીર્થકરની આજ્ઞા માનવી, ૨. મિથ્યાત્વનો ત્યાગ કરવો, ૩. સેમ્ય ધારણ કરવું, ૪ થી ૯. સામાયિક, ચઉવિસત્યો, વંદન, પ્રતિક્રમણ, કાઉસ્સગ્ગ અને પચ્ચખાણમાં હંમેશ ઉઘુક્ત રહેવું, ૧૦. પર્વદિવસે પૌષધ કરવો, ૧૧. સુપાત્રે દાન દેવું, ૧૨. શિયળ પાળવું, ૧૩. તપ કરવો, ૧૪. ભાવના ભાવવી, ૧૫. સ્વાધ્યાય કરવો, ૧૬. નમસ્કાર મંત્રનો જાપ જપવો, ૧૭. પરોપકાર કરવો, ૧૮. જીવરક્ષા કરવી, ૧૯. ભગવાનની પૂજા કરવી, ૨૦. ભગવાનની સ્તુતિ કરવી, ૨૧. ગુરૂની સ્તુતિ કરવી, ૨૨. સાધર્મિક વાત્સલ્ય કરવું, ૨૩. વ્યવહાર શુદ્ધ રાખવો, ૨૪. રથયાત્રા કાઢવી, ૨૫. તીર્થયાત્રા કરવી, ર૬. ઉપશમ ભાવ રાખવો, ૨૭. વિવેક રાખવો, ૨૮. સંવર ભાવના રાખવી, ૨૯. ભાષા સમિતિ સાચવવી, ૩૦ છકાય જીવોની દયા પાળવી, ૩૧. ધાર્મિક માણસોનો સંસર્ગ રાખવો, ૩૨. પાંચ ઇંદ્રિયોનું દમન કરવું, ૩૩. ચારિત્રના પરિણામ રાખવા, ૩૪. સંઘ ઉપર બહુમાન રાખવું, ૩૫. પુસ્તકો લખવાં, લખાવવાં અને ૩૬. તીર્થ પ્રભાવના કરવી. સુશ્રાવકના બીજા ૨૧ ગુણો. ૧. નવતત્ત્વનો જ્ઞાતા, ૨. ધર્મ કરણીમાં તત્પર, ૩. ધર્મમાં નિશ્ચલ, ૪. ધર્મમાં શંકા રહિત, ૫. સૂત્રના અર્થનો નિર્ણય કરનાર, ૬. અસ્થિ-હાડપિજી સુધી ધર્મિષ્ઠ, ૭. આયુષ્ય અસ્થિર છે ધર્મ સ્થિર છે, એમ ચિંતવનાર, ૮. સ્ફટિક રત્ન સમાન નિર્મલ - કપટ રહિત, ૯. નિરંતર ઘરના બારણા ઉઘાડા રાખનાર, ૧૦. એક માસમાં પાંચ પૌષધ કરનાર, ૧૧. જ્યાં જાય ત્યાં અપ્રીતિનું કારણ ન થાય, તેવી રીતે રહેનાર, ૧૨. લીધેલાં વ્રતોને શુદ્ધ પાળનાર, ૧૩. મુનિને શુદ્ધ વસ્તુ, પાત્ર, અનાદિકનું દાન આપનાર, ૧૪. ધર્મનો ઉપદેશ કરનાર, ૧૫. સદા ઉત્તમ મનોરથો શ્રાદ્ધવિધિ પ્રકરણ ૨૮૧
SR No.008938
Book TitleShraddhavidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherArham Parivar Trust
Publication Year2008
Total Pages291
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Devdravya, Ritual, & Vidhi
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy