SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાન પ્રાપ્ત કરવું, ૭. અર્થનું જ્ઞાન કરવું, ૮. તત્ત્વનો નિશ્ચય કરવો. ૧૫. હંમેશા ધર્મને સાંભળનારા થયું, ધર્મ સાંભળવાથી જ પુણ્ય પાપનો માર્ગ જાણી શકાય છે. ૧૬. પ્રથમ ભોજન પચી ગયા પછી જ બીજી વખત જમવું. ખરી રૂચિ વિના જમવાથી અજીર્ણ થવાથી તબિયત બગડે છે, અને તબિયત બગડવાથી ધર્મકાર્યમાં અંતરાય પડે છે. ૧૭. જે કાળે ખાવાનો સમય હોય ત્યારે જ ખાવું, જ્યારે ત્યારે નહીં ખાવું. ૧૮. ધર્મ અર્થ અને કામ એ ત્રણ પુરુષાર્થને એવી રીતે સાધવા કે એકબીજાને હ૨કત ન પહોંચે, ધર્મની મુખ્યતા સમજવી, કારણકે ધર્મ હશે તો ધન, અને ધન હશે તો કામ ૨હેશે. માટે ધર્મને નુકસાન પહોંચતુ હોય ત્યારે અર્થ અને કામ (વિષય વિલાસ) ને જતા કરવા. ૧૯. યથાશક્તિ દાન દેવું. સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકાને સુપાત્ર બુદ્ધિથી દેવું, અન્ય દુ:ખી જીવોને દયાની બુદ્ધિથી આપવું. ૨૦. હંમેશા કોઇ વાતમાં કદાગ્રહ ન રાખવો, સાચું એ મારું માનવું, પણ મારું એજ સાચું એમ નહીં માનવું. ૨૧. હંમેશા ગુણીજનોનો જ પક્ષપાત કરવો. નિર્ગુણીનો પક્ષપાત કરવાથી તેને પાપમાં ઉત્તેજન મળે છે. ૨૨. જે દેશમાં જવાની રાજાની મના હોય, ત્યાં ન જવું. જે કાળે જે કરવાની આજ્ઞા હોય તેમ કરવું. ધર્મને સાચવીને દેશ-કાળ જોવા. ૨૩. પોતાની શક્તિ-અશક્તિને તપાસીને જ કોઇપણ કાર્યમાં પ્રવૃત્તિ કરવી. જેમાં શક્તિ ન પહોંચે, તે કરવાથી ધન અને શરીરને નુકસાન પહોંચે છે. ૨૪. વ્રતધારી, વૃદ્ધ પુરુષો અને જ્ઞાની પુરુષોના પૂજક થવું. ૨૫. પોતાના આશરે રહેવા પોષવા લાયક બધાનું પોષણ કરવું, પોતાનું જ પેટ ભરીને બેસી ન રહેવું. ૨૬, દરેક કાર્ય કરતા પહેલાં પરિણામનો વિચાર કરવો. ૨૭. વિશેષજ્ઞ થવું, જેથી કૃત્ય, અકૃત્ય, ભક્ષ્ય, અભક્ષ્ય, માન, અપમાનની સમજ પડે. ૨૮. કોઇએ કરેલા ઉપકાર ભુલવા નહીં. ૨૯. સદાચારથી, વિનયથી, અને વિવેકથી લોકોને પ્રિય થવું, ખોટા કામમાં પણ હાજી હા કરી લોકપ્રિય થનારા બન્નેનું બગાડે છે. ૩. કદી નિર્દેજ્જ બનવું નહીં. ૩૧. દુઃખી જીવો પર દયાળુ થવું. ૩ર. શાંત મુદ્રાવાળા થવું, કષાયવાળી પ્રકૃતિ કરવી નહીં. ૩૭. પરોપકાર કરવામાં સદા કટિબદ્ધ રહેવું, ૩૪. બાહ્ય શત્રુની ઉપેક્ષા કરી, (જતા કરી) રાગ-દ્વેષ-ક્રોધ-માન-માયા-લોભ-ઈર્ષ્યા આદિ અત્યંતર શત્રુનો નાશ કરવા તૈયાર થવું. ૩૫. પાંચ ઈંદ્રિયોનાં વિષયો ઉપર સંયમ કેળવનારા ધવું, આ માર્ગાનુસારી ગુણવાળો જીવ ઉપદેશને યોગ્ય અને ઉત્તમ પુરૂષ ગણાય છે. તે જીવ અનુક્રમે ગુણવૃદ્ધિ મેળવી વિશેષ ગૃહિધર્મને પાળવા સમર્થ બને છે. વિશેષધર્મ શ્રાવકનો વિશેષ ગૃહિધર્મ સમ્યક્ત્વસહિત બાર વ્રત સ્વરૂપે છે આ સમ્યક્ત્વ અને બાર વ્રતનું સ્વરૂપ પુજ્યશ્રી હરિભદ્રસૂરિ રચિત પંચાશક ગ્રંથના પ્રથમ પંચાશકમાં સ્પષ્ટ રીતે આપેલું છે. તેના આધારે સંક્ષેપમાં સમીત તથા બારવ્રતનું સ્વરૂપ તેના અતિચારો સાથે નીચે આપીએ છીએ. સમ્યક્ત્વ મૂળ બાર વ્રતોનું સ્વરૂપ તથા તેના અતિચારો સમ્યક્ત્વ - ૧. શુદ્ધદેવ, શુદ્ધગુરુ અને શુદ્ધધર્મ ઉપર અચળ શ્રદ્ધા તે સમ્યક્ત્વ. અથવા ૨. જે જિનયરોએ કહ્યું તે સાચું તે સમ્યક્ત્વ. તેમજ ૩. વીતરાગ પ્રભુપ્રણીત પદાર્થોનું વારંવાર ચિંતન સુદૃષ્ટિયુક્ત પુરૂષોની સેવા, તથા સમ્યક્ત્વથી ભ્રષ્ટપુરુષોના પરિચયના ત્યાગરૂપ સમ્યક્ત્વ કહેવાય છે. આ સમકીનના ૪ શ્રદ્ધા, ૩ લિંગ, ૧૦ વિનય, ૩શુદ્ધિ, ૫ દુષણ, ૮ પ્રભાવના, ૫ ભુષણ, ૬ જયણા, ૬ આગાર, ૬ ભાવના, ૬ સ્થાન, એમ ૬૭ ભેદ છે. ૪ શ્રદ્ધા - ૧. પરમાર્થ સંસ્તવ (તત્ત્વપરિચય) ૨. સુગુરુ સેવા, ૩. સમકીતથી પડી ગયેલાનો ત્યાગ અને ૪. મિથ્યાર્દષ્ટિનો ત્યાગ, રૂલિંગ - ધર્મશ્રવણની તીવ્ર ઇચ્છા, ચારિત્ર ધર્મનો અનુરાગ, દેવગુરુની વૈયાવચ્ચ કરવાનો નિયમ, ૧૦ વિનય - અરિહંત, સિદ્ધ, ચૈત્ય, શ્રુત, ચારિત્ર, સાધુ, આચાર્ય, ઉપાધ્યાય, પ્રવચન અને દર્શનનો વિનય, ૩ શુદ્ધિ - જિન, જિનમત અને જિનમતમાં રહેલા સિવાય બાકી આ જગતમાં સર્વ અસાર છે તેમ વિચારવું તે મનશુદ્ધિ, જે સારું થશે, તે મારા પ્રભુથી જ થશે, તે વચન શુદ્ધિ અને મારું માથું દેવ-ગુરુ-ધર્મ સિવાય બીજે નહીં નમે, તે કાયશુદ્ધિ. ૫ દૂષણ - શંકા, કાંક્ષા, વિચિકિત્સા, પ્રશંસા અને સંસ્તવરૂપ પાંચ અતિચાર. ૮ પ્રભાવના – પ્રવચની, ધર્મકથી, વાદી, નિમિત્તી, તપસ્વી, વિદ્યાવાન, સિદ્ધ અને કવિ એ આઠ સમ્યક્ત્વની પ્રભાવના કરે છે, પ ભુષણ – જિનશાસનમાં કુશળતા, પ્રભાવના, તીર્થસેવા, સ્થિરતા અને ભક્તિ. ૬ જયણા - ૧. અન્ય તીર્થને, અન્ય તીર્થના દેવને વિવિધ પ્રકરન ૨૭૮
SR No.008938
Book TitleShraddhavidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherArham Parivar Trust
Publication Year2008
Total Pages291
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Devdravya, Ritual, & Vidhi
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy