SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ પણ કલ્યાણ પ્રકર્ષરૂપ છે. તેથી ‘પ્ર’ નો વધારો ઉચિત છે.) આલોચના શુદ્ધિ તથા, ગુરુનો યોગ થતો હોય તો દર વર્ષે ઓછામાં ઓછી એકવાર (વાર્ષિક) તો ગુરુમહારાજને આલોચના આપવી જ જોઇએ. કહ્યું જ છે – દર વર્ષે ગુરુ મહારાજ આગળ પ્રાયશ્ચિત્ત કરવું જોઇએ. આ રીતે શુદ્ધ કરાતો આત્મા અરિસા જેવો ઉજ્જવળ થાય છે. આવશ્યક નિર્યુક્તિ નામના આગમમાં કહ્યું છે – દર ચોમાસી (ચૌદશે) તથા સંવત્સરીએ આલોચના વગેરે કરવા, અભિગ્રહો લેવા અને પૂર્વે લીધેલા અભિગ્રહોનું નિવેદન કરવું. શ્રાદ્ધજીતકલ્પ વગેરેમાં આલોચના સંબંધી આ વિધિ બતાવી છે. - ગીત (સૂત્ર-અર્થ જાણકાર) આદિ ગુણોથી સભર ગુરુ આગળ પાક્ષિક, ચાતુર્માસિક કે વાર્ષિક ને ઉત્કૃષ્ટથી બાર વર્ષમાં અવશ્ય આલોચના કરવી જોઇએ. કહ્યું જ છે કે – શલ્ય (પાપ)ની શુદ્ધિ માટે સાતસો યોજન જેટલા ક્ષેત્રમાં બાર વર્ષ સુધી ગીતાર્થ ગુરુની શોધ કરવી જોઇએ. (૧) ગીતાર્થ (૨) કતયોગી (૩) ચારિત્રધર (૪) ગ્રાહણાકુશળ (૫) ખેદજ્ઞ અને (૬) અવિષાદી. આલોચના આચાર્ય (જની આગળ આલોચના કરવી છે, તે ગુરુ મહારાજ) આ છ ગુણથી ભરેલા હોય છે. જે નિશીથ વગેરે સૂત્રો અને તેના અર્થો ભણ્યા છે, તે ગીતાર્થ છે. જેમણે મન-વચન-કાયાની પ્રવૃત્તિરૂપ અથવા શુભ -વિવિધ તપોરૂપ યોગ સારી રીતે કર્યા છે, અભ્યસ્ત કર્યા છે, તે કૃતયોગી છે. એટલે કે વિવિધ શુભધ્યાનથી અને વિશિષ્ટ તપોથી પોતાના આત્મા અને શરીરને વાસિત કરનારો કતયોગી છે. અતિચાર રહિત ચારિત્ર પાળે તે ચારિત્રધર છે. આલોચના આપનારા શિષ્ય વગેરે પાસે ઘણી યુક્તિઓ દ્વારા વિવિધ પ્રાયશ્ચિત્તરૂપે આવેલા તપવગેરે અંગીકાર કરાવવામાં જે કુશળ છે, તે ગ્રાહણાકુશળ છે. સમ્યક પ્રાયશ્ચિત્ત વિધિમાં પરિશ્રમ-અભ્યાસનો જાણકાર ખેદજ્ઞ કહેવાય છે. આલોચના આપનાર શિષ્યના મોટા દોષ જાણવા પર પણ જે વિષાદ - ખેદ ધારણ કરે નહીં, તે અવિષાદી છે. એ તો વિષાદના બદલે તેવા-તેવા દૃષ્ટાંતોથી યુક્ત વૈરાગ્યસભર વચનો કહી પેલા આલોચકને શુદ્ધ આલોચના માટે વધુને વધુ ઉત્સાહી બનાવે... આ ઉપરોક્ત ગુણોના અર્થ છે. આવા ગુરુ કેવા હોય તે બતાવે છે. (૧) આચારવાનું (૨) આધારવાનું (૩) વ્યવહારવાનું (૪) અપવ્રીડક (૫) પ્રકુર્તી (૬) અપરિસાવી (૭) નિર્યાપ અને (૮) અપાયદર્શી – ગુરુના આ આઠ ગુણો છે. જ્ઞાનાચાર આદિ પાંચ આચારથી સભર હોવાથી તેઓ આચારવાન છે. શિષ્ય આલોચનારૂપે કહેલા તમામ અપરાધોને મનમાં બરાબર ધારી રાખતા હોવાથી તેઓ આધારવાન છે. - વ્યવહાર આગમઆદિ પાંચ પ્રકારે છે. ૧) કેવળી, મન:પર્યવજ્ઞાની, અવધિજ્ઞાની, ચતુર્દશપૂર્વી, દશપૂર્વી અને નવપુર્વીનો વ્યવહાર આગમ વ્યવહાર છે. ૨) આઠથી માંડી અડધા પૂર્વ સુધીના પૂર્વધર, અગ્યાર અંગના ધારક તથા નિશીથાદિ સૂત્રોના જ્ઞાતાવગેરે શ્રુતજ્ઞાનીઓનો વ્યવહાર શ્રુતવ્યવહાર છે. ૩) દૂર દેશમાં રહેલા બે ગીતાર્થ આચાર્યો એકબીજાને મળી ન શકે, તો તેઓ કોઇ જાણી ન શકે તેવી રીતે જે પરસ્પર આલોચણા-પ્રાયશ્ચિત્ત આપે, તે આજ્ઞા વ્યવહાર છે. ૪) પોતાના ગુરુએ જે દોષોનું જે પ્રાયશ્ચિત્ત આપ્યું હોય, તે ધ્યાનમાં રાખી તે મુજબ બીજાને આપવું તે ધારણા વ્યવહાર છે. ૫) સિદ્ધાંતમાં જે દોષનું જેટલું પ્રાયશ્ચિત્ત કહ્યું હોય, તે કરતાં ઓછું અથવા અધિક પ્રાયશ્ચિત્ત પરંપરાને ૨૪૬ શ્રાદ્ધવિધિ પ્રકરણ
SR No.008938
Book TitleShraddhavidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherArham Parivar Trust
Publication Year2008
Total Pages291
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Devdravya, Ritual, & Vidhi
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy