SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ વિષયક ઉદ્ઘોષણાઓ કરી સાર્થવાહની જેમ લોકોને સંઘમાં જોડાવાની ઇચ્છા ન હોય, તો પણ જોડાવાની ઇચ્છા થાય એવો માહોલ ઊભો કરવો. (આનો અર્થ એ થયો કે વૃદ્ધાવસ્થા આદિ કારણથી જેઓ પોતાના કે બીજાના વાહનમાં બેસીને પણ છ'રીપાલિત સંઘમાં જોડાવા માંગતા હોય, તેઓ પાસે પણ શક્ય “રી’ પળાવી એમને પણ એ સંઘમાં જોડવા. એ માટે શક્ય હોય તો ખુલ્લા બળદગાડા વગેરે રાખી શકાય.) મોટા આડંબર-શોભાવાળા, ઘણા માણસોનો સમાવેશ થઇ શકે એવા મોટા-વિશાળ તંબુઓ, મંડપો તથા ઘણું ધાન સમાઇ શકે એવી કોઠીઓ, રસોઇ માટે મોટી તાવડી-કઢાઇઓ, ચાલતા કૂવાસરોવર હોય એવા પાણીના વાસણો વગેરે તૈયાર કરાવવા. એ જ રીતે ગાડા, પડદાવાળા રથો, પાલખીઓ, પોઠિયાઓ, ઊંટો, ઘોડાઓવગેરે પણ સજ્જ કરવા. તથા શ્રીસંઘની રક્ષા માટે શૂરવીર યોદ્ધા-સુભટોને બોલાવવા અને તેઓનું કવચ, શિરસ્ત્રાણ વગેરે સાધનો આપવા દ્વારા સન્માન કરવું. ગીત, નૃત્ય, સંગીત માટેની પૂરી સામગ્રી તૈયાર કરાવવી. પછી સારા મુહૂર્તે શુભ શુકનોથી ઉત્સાહી થઇ પ્રસ્થાન-મંગળ કરવું. ત્યાં પૂરા સમુદાયને ભેગો કરી વિશિષ્ટ-વિશિષ્ટતર ભોજન સામગ્રી જમાડી પાનવગેરે આપવા. તથા પાંચે અંગે શોભે એવા આભૂષણ-વસ્ત્રવગેરેની પહેરામણી આપવી. તથા અત્યંત પ્રતિષ્ઠિત હોય, ધાર્મિક હોય, પુજનીય હોય અને વિશેષ ભાગ્યવંત હોય એવો મહાનુભાવ સંઘપતિને સંઘપતિ તરીકે સ્થાપતું તિલક કરે. એ વખતે સંઘપૂજા વગેરે મોટો ઉત્સવ કરવો. એ જ રીતે પછી બીજાઓ પાસે પણ સંઘપતિવગેરે તિલક કરાવે. પછી મુખ્ય સંચાલક, આગળ ચાલનારા, પાછળ રક્ષા કરનારા, સંઘના અધ્યક્ષ વગેરેની સ્થાપના કરે. શ્રી સંઘ કેવી રીતે ચાલશે? એમાં શી વ્યવસ્થા રહેશે? શ્રી સંઘનો ઉતારો ક્યાં? કેવી રીતે થશે? વગેરે અંગે જે કાંઇ સંકેત વગેરે હોય, તે બધી વાત સંઘયાત્રિકો આગળ જાહેર કરવામાં આવે. સંઘમાં જોડાયેલા બધા જ યાત્રિકોની માર્ગમાં સાર-સંભાળ લેવી. તેમના ગાડા ભાંગી જવા વગેરે અંતરાય આવે, ત્યારે પોતાની સાથે રાખવા વગેરે કરીને પૂરી શક્તિથી એમની કાળજી લેવી. માર્ગમાં આવતા દરેક ગામ કે શહેરમાં ત્યાંના દેરાસરોમાં સ્નાત્રપૂજા ભણાવવી. મોટી ધજા ભેટ ધરવી. ચૈત્ય પરિપાટી કરવી. મોટો ઉત્સવ કરવો. જીર્ણ દેરાસરના ઉદ્ધારવગેરેની વ્યવસ્થા કરવી. તીર્થના દર્શન થતાં જ સોનાના, રત્નના, મોતના ફલવગેરેથી વધાવે. લાપસી રંધાવે. ઇચ્છિત લાડવા વગેરે સાધુ ભગવંતોને વહોરાવે. સાધર્મિક વાત્સલ્ય, યથોચિત દાન વગેરે વિધિ વિશેષથી કરે. તીર્થપ્રાપ્ત થયે સ્વયં મોટો પ્રવેશ મહોત્સવ કરે ને બીજાઓ પાસે કરાવે. પ્રથમ હર્ષના સુચનરૂપે પુજાઓ રચાવે, વિવિધ વસ્તુઓ પ્રભુ આગળ ધરે, અષ્ટપ્રકારી પૂજા વગેરે કરે. વિધિપૂર્વક સ્નાત્ર ભણાવે. પ્રભુને માળા પહેરાવે. ઘીની ધારા કરે. પહેરામણી મુકે. ભગવાનની નવાંગી પૂજા કરે. ફુલનું ઘર, કદલીગૃહ વગેરે રચના દ્વારા મહાપૂજા કરે. રેશમી વસ્ત્રવગેરેથી બનાવેલી મોટી ધજા ચઢાવે. અવારિત ધન (જેમાં કોઇને દાન લેતા અટકાવવામાં ન આવે એવું દાન) આપે. રાત્રિજાગરણ કરે. જાત જાતના ગીત-નૃત્યવગેરે ઉત્સવ કરે. તીર્થયાત્રા નિમિત્તે ઉપવાસ, છટ્ટ વગેરેનો તપ કરે. કરોડ કે લાખ ચોખાનો સાથિયો વગેરરૂપે ઉજમણું કરે. વિવિધ વસ્તુઓ ફળ ચોવીશ, બાવન, બોત્તેર કે એકસો આઠની સંખ્યામાં ચઢાવે. બધા ભક્ષ્ય (અભક્ષ્ય શ્રાદ્ધવિધિ પ્રકરણ ૨૪૧
SR No.008938
Book TitleShraddhavidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherArham Parivar Trust
Publication Year2008
Total Pages291
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Devdravya, Ritual, & Vidhi
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy