SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાવિકાઓનું સાધર્મિક વાત્સલ્ય શ્રાવિકાઓનું પણ શ્રાવકો જેટલું જ - ઓછું-વત્તું કર્યા વગર વાત્સલ્ય કરવું, કેમકે તે સધવા હોય કે વિધવા જ્ઞાન-દર્શન-ચારિત્રથી યુક્ત છે, શીલવતી છે, સંતોષી છે, જૈનશાસન પ્રતિ અનુરાગી છે, માટે સાધર્મિક તરીકે માન્ય જ છે. શંકા :- લોકમાં તથા શાસ્ત્રમાં સ્ત્રીઓ દોષોનું સ્થાન જ કહેવાયેલી છે. તેઓ તો જમીનના આધાર વિના ઉગેલી વિષ વેલડી છે, વાદળ વિના ત્રાટકતી વીજળી છે, જેની કોઇ દવા નથી એવી વ્યાધિ છે, કારણ વિના મૃત્યુ દેનારી છે, નિમિત્ત વિના જ ઉત્પાત્તરૂપ છે, ફેણ વિનાની સાપણ છે, ગુફાની બહાર ફરતી વાઘણ છે, પ્રત્યક્ષ રાક્ષસી છે, વડીલો અને સ્વજનો સાથેના સ્નેહ સંબંધનો નાશ કરાવનારી છે, અસત્ય અને માયાથી ભરેલી છે ઇત્યાદિ કહેવાયું છે. કહ્યું જ છે - મૃષાવાદ, સાહસ, માયા, મૂર્ખતા, અતિલોભતા, અપવિત્રતા, નિર્દયતા આ બધા સ્ત્રીના સ્વભાવગત દોષો છે. જ્યારે અનંત પાપરાશિ ઉદયમાં આવે છે, ત્યારે સ્ત્રીપણું પ્રાપ્ત થાય છે. એમ હે ગૌતમ ! તું સમ્યક્ રીતે જાણ...આમ પ્રાય: બધા જ શાસ્ત્રોમાં ડગલે-પગલે સ્ત્રીઓની નિંદા જ દેખાય છે. તેથી તેઓનો તો દૂરથી જ ત્યાગ કરવો જોઇએ. એમનાં વળી દાન, સન્માન, વાત્સલ્ય શું કામ કરવાં જોઇએ? સમાધાન :- એવો એકાંત નિયમ નથી કે માત્ર સ્ત્રીઓ જ દોષોથી ભરેલી છે. કેમકે પુરુષોમાં પણ દોષો સમાનતયા છે જ. પુરુષો પણ ક્રુર મનવાળા, ઘણા દુષ્ટ, નાસ્તિક, કૃતઘ્ન, નમકહરામ વિશ્વાસઘાતી, જુઠું બોલનારા, પારકું ધન તથા પારકી સ્ત્રી પર આસક્ત થનારા, નિર્દય તથા દેવ-ગુરુને પણ ઠગનારા ઘણા જોવામાં આવે છે. પણ તેઓને જોઇને મહાપુરુષોની અવજ્ઞા કરવી ઉચિત નથી. એ જ રીતે ઉપરોક્ત દોષોવાળી સ્ત્રીઓ દેખાય છે, તો કેટલીક પવિત્ર ગુણવંતી સ્ત્રીઓ પણ છે. જેમકે તીર્થંકરોની માતાઓ તેવા ગુણોની ગરિમાવાળી હોવાથી જ ઇંદ્રો પણ તેમની પૂજા કરે છે ને મુનીન્દ્રો પણ તેમની સ્તવના કરે છે. લૌકિકો પણ કહે છે કે – સ્ત્રી એવો કોઇ અલૌકિક ગર્ભ ધારણ કરે છે કે જે ત્રણે જગતનો પણ ગુરુ થાય છે. તેથી જ વિદ્વાન પુરુષો સ્ત્રીની વિશિષ્ટ ગરિમાને વખાણે છે. કેટલીક સ્ત્રીઓ પોતાના શીયળના પ્રભાવથી અગ્નિને પાણી સમાન, પાણીને સ્થળ સમાન, હાથીને શીયાળિયા સમાન, સાપને દોરડી સમાન અને ઝે૨ને અમૃત સમાન કરે છે. તેમજ ચતુર્વિધ શ્રીસંઘનું ચોથું અંગ શ્રાવિકાઓ જ છે. શાસ્ત્રમાં જે તેમની ઘણી નિંદા સંભળાય છે, તે સ્ત્રી પ્રત્યે આસક્તિવાળા પુરુષોની આસક્તિ દુર કરવા માટે જ છે. સુલસાવગેરે શ્રાવિકાઓના ગુણોની તો તીર્થંકરોએ પણ ઘણી પ્રશંસા કરી છે. તેમના દૃઢ ધર્મનાં ઇંદ્રોએ પણ સ્વર્ગમાં વખાણ કર્યા છે. ગાઢ મિથ્યાત્વીઓ પણ એમને સમ્યક્ત્વથી ચળાવી શક્યા નથી. તેમજ કેટલીક શ્રાવિકાઓ ચરમ દેહવાળી (એજ ભવે મોક્ષે જનારી) તથા કેટલીક બે ત્રણ ભવ કરીને મોક્ષે જના૨ી શાસ્ત્રમાં સંભળાય છે. તેથી માતા, બેન કે પુત્રીની જેમ એમનું વાત્સલ્ય કરવું ઉચિત જ છે. દંડવીર્ય રાજાનું દૃષ્ટાંત રાજાઓ સાધર્મિક વાત્સલ્ય કરીને પોતાનું અતિથિસંવિભાગ વ્રત સાચવે છે. કેમકે, પ્રથમ અને શ્રાદ્ધવિધિ પ્રકરણ ૨૩૭
SR No.008938
Book TitleShraddhavidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherArham Parivar Trust
Publication Year2008
Total Pages291
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Devdravya, Ritual, & Vidhi
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy