SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ તૃતીયપ્રકાશ : પર્વકૃત્યો રાત્રીકૃત્ય કહ્યું, હવે પર્વકૃત્ય કહીએ છીએ. HelJemeghcemeneF&yel/eDeCeej VeledelemesneeF - DeemeebesfełeDeùech Deltecem mehelememecb--11-- (छा.पर्वसु पौषधादि-ब्रह्म-अनारम्भ-तपोविशेषादि । आश्विन-चैत्राष्टाह्निक - प्रमुखेषु विशेषेण) ગાથાર્થ :- સુશ્રાવકે પર્વદિવસોએ તેમાં પણ ખાસ કરી આસો મહિનાની તથા ચૈત્ર મહિનાની અઠ્ઠાઇ-(ઓળી)-માં પૌષધ વગેરે કરવાં, બ્રહ્મચર્ય પાળવું, આરંભ વર્જવો અને વિશિષ્ટ તપશ્ચર્યા વગેરે કરવી.(૧૧) પોષ-ધર્મની પુષ્ટિને. ધ-ધારણ કરે, તે પૌષધ કહેવાય છે. શ્રાવકે સિદ્ધાંતમાં કહેલા આઠમ, ચૌદશ વગેરે પર્વદિવસોએ પૌષધ આદિ વ્રત અવશ્ય કરવા. આગમમાં કહ્યું છે કે – જિનમતમાં બધા જ કાલિક પર્વોમાં પ્રશસ્ત યોગ છે જ. તેમાં પણ શ્રાવકે આઠમે તથા ચૌદશે અવશ્ય પૌષધ કરવો. “શરીર સ્વસ્થ ન હોવું” વગેરે પ્રબળ કારણે પૌષધ કરી શકે નહીં, તો બે વાર પ્રતિક્રમણ, ઘણા સામાયિક, દિશા વગેરેના અતિશય સંક્ષેપવાળું દેશાવગાશિક વ્રત વગેરે જરૂર કરવા. તેમજ પર્વ દિવસોએ બ્રહ્મચર્ય પાળવું, આરંભ વર્જવો, તથા રોજ કરતાં ઉપવાસઆદિ વિશેષ ધર્મકાર્ય કરવા. તથા તે દિવસે સ્નાત્ર, ચૈત્યપરિપાટી, બધા સાધુઓને વંદન, સુપાત્રદાનવગેરે કરીને, રોજિંદા દેવગુરુપૂજા-દાન કરતાં વિશેષ ધર્મકાર્ય કરવા. કહ્યું જ છે – જો રોજ ધર્મક્રિયા કરો તો સારું જ છે. પણ જો રોજ બધી ક્રિયા કરવી શક્ય ન હોય, તો પણ પર્વદિવસે તો અવશ્ય કરવી. દશેરા, દીવાળી, અખાત્રીજ વગેરે લૌકિક તહેવારોમાં વિશેષ ભોજન-સુંદરકપડાં વગેરેમાટે પ્રયત્ન કરાય છે, તેમ ધર્મના પર્વ આવે, ત્યારે ધર્મઅંગે પણ વિશેષ પ્રયત્ન કરવો જોઇએ. પર્વદિવસો અને તેનું ફળ અન્યદર્શની લોકો પણ અગિયારશ, અમાસ વગેરે પર્વોમાં અમુક આરંભ છોડી ઉપવાસઆદિ કરે છે. તથા સંક્રાંતિ, ગ્રહણ વગેરે પર્વોમાં પોતાની પુરી શક્તિથી મોટા દાનાદિ આપે છે, તો શ્રાવકે તો બધા પર્વ દિવસો અવશ્ય પાળવા જોઇએ. પર્વ દિન આ રીતે કહ્યાં છે, આઠમ ૨, ચૌદશ ૨, પૂનમ ૧, અને અમાસ ૧ એ છ પર્વ દરેક માસમાં આવે છે, અને દરેક પખવાડીયામાં ત્રણ (આઠમ ૧, ચૌદશ ૧, અને પૂનમ ૧ અથવા અમાસ ૧) પર્વ આવે છે. તેમજ “ગણધર શ્રી ગૌતમસ્વામીએ બીજ, પાંચમ, આઠમ, અગિયારસ અને ચૌદશ” એ પાંચ શ્રુત (અથવા શુભ) તિથિ કહી છે. શ્રુત-ચારિત્ર આ બે ધર્મ આરાધવા બીજ છે. પાંચ જ્ઞાન આરાધવા પાંચમ છે. આઠ કર્મ છેદવા આઠમ છે. અગિયાર અંગો (ગણધરરચિત આગમો) માટે અગ્યારસ છે ને ચૌદ પૂર્વની ઉપાસનામાટે ચૌદશ છે. આ પાંચ પર્વમાં અમાસ કે પૂનમ ઉમેરીએ, તો પખવાડિયામાં ઉત્કૃષ્ટ છ પર્વ થાય છે. આખા વરસમાં તો અટ્ટાઇ, ચોમાસવગેરે ઘણી પર્વતિથિઓ આવે છે. આરંભ અને સચિનાહારનો ત્યાગ જે શ્રાવક પર્વદિવસે આરંભ સર્વથા છોડી ન શકે, એણે શક્ય એટલા ઓછા આરંભ (= હિંસાદિ જનક કાર્યો) કરવા. સચિત્ત આહાર જીવહિંસામય હોવાથી તે કરવામાં ઘણો આરંભ થાય છે. અનારંભ એવું જે કહ્યું છે, તેના તાત્પર્યથી પર્વદિવસે સંપૂર્ણ સચિત્ત આહાર અવશ્ય વર્જવો. કહ્યું છે શ્રાદ્ધવિધિ પ્રકરણ ૨૧૯
SR No.008938
Book TitleShraddhavidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherArham Parivar Trust
Publication Year2008
Total Pages291
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Devdravya, Ritual, & Vidhi
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy