SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ વંદના કરવી. ચોવિહા૨વગેરે પચ્ચક્ખાણ ગ્રંથિસહિત ઉચ્ચરવું, તથા પૂર્વે લીધેલા બધા વ્રતમાં રાખેલા પરિમાણનો સંક્ષેપ કરવારૂપ દેશાવકાશિક વ્રત સ્વીકારવું. દિનકૃત્યમાં કહ્યું છે કે - પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન અને દિનલાભ (દિવસે થનારો લાભ - કમાઇ) એ બધા અંગે જેટલા અંશે પૂર્વે નિયમ નથી થયો, તેનો પણ નિયમ કરું છું. તે એ કે ઃ- :- એકેંદ્રિયને તથા મચ્છ૨, જુ વગેરે ત્રસ જીવોને મૂકીને બાકીનો આરંભજન્ય અને સાપરાધ ત્રસજીવ સંબંધી બધી હિંસા, મનને રોકવું અશક્ય હોવાથી વચનથી તથા કાયાથી ગાંઠ ન છોડું ત્યાં સુધી ન કરે અને ન કરાવું, એ જ રીતે મૃષાવાદ, અદત્તાદાન અને મૈથુનનો પણ નિયમ જાણવો, તથા દિનલાભ પણ નિયમિત નથી, તેથી હમણાં નિયમ કરું છું. તેમજ અનર્થદંડનો પણ નિયમ કરું છું, તથા શયન, આચ્છાદન વગેરે મુકીને બાકીના સર્વ ઉપભોગ-પરિોગને, ઘરનો મધ્યભાગ મુકી બાકી બધી દિશામાં ગમન ગાંઠ ન છોડું ત્યાં સુધી વચનથી તથા કાયાથી ન કરું અને ન કરાવું. આ રીતે સ્વીકારવાથી મોટું ફળ મળે છે. વળી મુનિરાજની જેમ નિ:સંગપણુંવગેરેમાં એ કારણ બને છે. પૂર્વભવે વૈદ્ય બીજા ભવે વાનરનો અવતાર પામ્યો. પછી નિમિત્તને પામી જાતિસ્મરણ જ્ઞાન થયું. વ્રતો લીધા. એમાં આ દેશાવગાશિક વ્રતમાં જે મર્યાદ્ય રાખી, તે પ્રાણાન્ત કષ્ટ આવવા પર પણ છોડી નહીં. આમ એ વ્રતને જાળવી રાખવાથી બીજા ભવે અમાપ ફળ પામ્યો. તેથી શ્રાવકે ઉત્સર્ગમાર્ગે તો આ વ્રતનું પ્રાણાંતે પણ પાલન કરવું જોઇએ. આગવગેરે સંકટમાં વ્રતપાલનમાં સમર્થ ન બની શકે, તો અનાભોગાદિ ચાર આગારમાં સમાધિના આશયથી ચોથા આગારના બળપર વ્રત છોડે, તો પણ ભંગનો દોષ લાગતો નથી. વૈદ્ય-વાનર દૃષ્ટાંત આચાર પ્રદીપ ગ્રંથમાં આપ્યું છે. તેમજ ચાર શરણા સ્વીકારવા, સમસ્ત જીવરાશીને ખમાવવા, અઢારે પાપસ્થાનકનો ત્યાગ કરવો. કરેલા દુષ્કૃતની નિંદા કરવી. પોતાના ને બીજાના સુતોની અનુમોદના કરવી. પહેલાં નવકાર ગણી – pa conppellitus Fcine ornmme FcfFj 2015 - Durnej chah ornelJtltuline Jimin Dh~~ 1~~ આ ગાથા ત્રણવાર બોલી અનશન કરવું. (જો આજે રાતે મારા દેહનો પ્રમાદ (= અંત) થાય, તો આહાર, ઉપધિ અને શરીર બધું જ ત્રિવિધે (મન-વચન-કાયાથી) વોસિરાવી દઉં છું.) પછી સૂતી વખતે નવકાર ચિંતવવો. અલગ પલંગપર જ સૂવું, પણ સ્ત્રીવગેરે જે પલંગમાં સૂતા હોય, એ પલંગપર સૂવું નહીં. કેમકે, વિષયસેવનનો અભ્યાસ અનાદિકાળનો છે, અને વેદનો ઉદય ખમવો બહુ મુશ્કેલ છે. તેથી કદાચ કામવાસનાથી જીવ પીડાય, કેમકે- જેમ લાખની વસ્તુ અગ્નિની પાસે મુકતાં તુરત પીગળી જાય છે, તેમ ધીર પુરુષ કે દુર્બળ શરીરવાળો પુરુષ પણ સ્ત્રી પાસે હોય તો પીગળી જાય છે. પુરુષ મનમાં જે વાસના ૨ાખીને સૂઇ જાય છે, તે જ વાસનામાં તે પાછો જાગૃત થાય ત્યાં સુધી રહે છે - એમ આપ્તપુરુષો કહે છે. (તેથી જો ખોટી વાસના-વિચારણા કરતાં કરતાં ઊંધ આવી ગઇ, તો સમગ્ર ઉંધ દરમ્યાન તે જ વાસના-વિચાર રહે છે. પરિણામે જો ઉંઘમાં મોત થાય, તો દુર્ગતિ પણ થઇ શકે. તેથી ખરાબ વાસનાના વિચાર ન રહે, એવી રીતે સૂવાનું છે.) તેથી મોહનો સર્વથા ત્યાગ કરીને વૈરાગ્ય વગેરેની ભાવના ભાવતાં ઊંઘ લેવી. તેમ કરવાથી ખોટું સ્વપ્ન અથવા દુઃસ્વપ્ન આવતું નથી પણ ધર્મની બાબતનાં જ સારાં સ્વપ્ન આવે છે. આમ શ્રાદ્ધવિધિ પ્રકરણ ૨૧૫
SR No.008938
Book TitleShraddhavidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherArham Parivar Trust
Publication Year2008
Total Pages291
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Devdravya, Ritual, & Vidhi
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy