SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ સમાધાન :- તો પછી એ જ રીતે એ પ્રતિક્રમણ કેમ નથી કહેવાતું? તાત્પર્ય એ છે કે ઈર્યાવહિયામાં જે કાઉસગ્ન થાય છે કે લોગસ્સ બોલાય છે, તે છ આવશ્યકમાં જે કાઉસગ્ગ અને ચતુર્વિશતિસ્તવ ઇષ્ટ છે, તેરૂપ નથી, કેમ કે ઈર્યાવહિયા સ્વયં પણ છ આવશ્યકમાં ચોથા અધ્યયનમાં બતાવેલા પ્રતિક્રમણરૂપ નથી. તેથી સામાયિક પોતે પ્રતિક્રમણરૂપ નથી. વળી, ‘સાધુનો કે ચૈત્યનો જોગ જો ન હોય, તો શ્રાવક પૌષધશાળામાં અથવા પોતાના ઘરે સામાયિક કે આવશ્યક કરે.' આવશ્યકચૂર્ણિનો આ પાઠ સામાયિક કરતાં આવશ્યકને અલગ બતાવે છે. વળી શ્રાવક સામાયિક તો ગમે ત્યારે કરી શકે છે, એ માટે કોઇ કાળનિયમ નથી; કેમકે “જ્યાં વિશ્રામ કરે, કે બીજી કોઇ પ્રવૃત્તિ વિના બેઠો હોય, તો તે બધે સ્થાને સામાયિક કરે.” અને “જ્યારે પણ તક મળે, ત્યારે કરે તો તે ભાંગતું નથી’ ચૂર્ણિનું આવા વચનનું ગમે ત્યારે સામાયિક કરવા અંગે પ્રમાણ છે. (તેથી જ શ્રાવકે ગૃહસ્થતરીકેના જરુરી કાર્યો પતે કે તરત સામાયિક કરવું જોઇએ. ટી.વી. વાતો-ચીતો વગેરેમાં સમય બગાડવો શ્રાવકને શોભતું નથી.) “સામાઈઅમુભયસઝ' એવો જે તમે (શંકાકારે) પાઠ બતાવ્યો, તે પાઠ ખોટો નથી, પણ તે શ્રાવકની અગ્યાર પ્રતિમાને અપેક્ષીને છે, કેમકે એ પ્રતિમામાં જ કાળનિયમ સંભળાય છે. અનુયોગદ્વારમાં શ્રાવકે પણ પ્રતિક્રમણ કરવું એ વાત સ્પષ્ટ બતાવી છે, કહ્યું જ છે - સાધુ, સાધ્વી, શ્રાવક કે શ્રાવિકા તચ્ચિત્ત, તન્મન, તલ્લેશ્ય, તદધ્યવસિત, તત્તીવ્ર અધ્યવસાય, તદર્થોપયુક્ત, તદર્પિતકરણ અને તભાવનભાવિત થઇ ઉભયકાળ આવશ્યક કરે. (તચ્ચિત્ત...વગેરે શબ્દો ઉત્તરોત્તર વધુ-વધુ એકાગ્રતાથી - ઉપયોગપૂર્વક આવશ્યક કરવા અંગેના સૂચનરૂપ છે.) વળી એ જ અનુયોગદ્વારમાં કહ્યું છે – સાધુએ (સાધ્વીએ પણ) અને શ્રાવકે (શ્રાવિકાએ પણ) અહોરાત્રમાં અવશ્ય કરવાયોગ્ય હોવાથી તે આવશ્યક કહેવાય છે. તેથી નક્કી થાય છે કે સાધુની જેમ શ્રાવકે પણ શ્રીસુધર્માસ્વામી આદિ પૂર્વાચાર્યોની પરંપરાથી આવેલું પ્રતિક્રમણ કરવું જ જોઇએ. દિવસ અને રાત સંબંધી પાપોની વિશુદ્ધિમાં કારણભૂત થવાદ્વારા મહાલાભકારી હોવાથી મુખ્યતયા ઉભયટંક પ્રતિક્રમણ કરવું જોઇએ. અમે (ગ્રંથકારે) કહ્યું છે - પાપથી નિષ્ક્રમણ (= નીકળવા)રૂપ, ભાવશત્રુ (ક્રોધાદિ) પર આક્રમણરૂપ, સુકતતરફ સંક્રમણ (ગમન)રૂપ અને મોક્ષમાટે ક્રમણ - પગથિયારૂપ પ્રતિક્રમણ રોજ બે ટાઇમ કરવું. પ્રતિક્રમણ અંગેની દઢતા માટે દષ્ટાંત. સંભળાય છે કે દિલ્હીમાં કોક શ્રાવકને ઉભયટંક પ્રતિક્રમણ કરવાનો નિયમ હતો. રાજ્ય વ્યવહાર સંબંધી કોક કારણસર સુલતાને એને આખા શરીરે બેડીઓ બંધાવી કેદખાનામાં નંખાવ્યો. તે દિવસે ઉપવાસ થયો. સાંજે ચોકીદારો સાથે બે ઘડી હાથની બેડી છોડવા માટે એક સુવર્ણ ટાંકો (તે વખતનું ચલણ) આપવાનું ઠરાવી એ રીતે હાથની બેડીઓ છોડી પ્રતિક્રમણ કર્યું. એમ એક મહિનામાં સાઠ સુવર્ણટાંક માત્ર પ્રતિક્રમણ કરવા માટે આપ્યા. એના નિયમની દઢતા જાણી પ્રસન્ન થયેલા સુલતાને એને કેદખાનામાંથી મુક્ત કરી પહેરામણી આપી પૂર્વવત્ વિશેષ સન્માન આપ્યું. આમ શ્રાવકે પ્રતિક્રમણ માટે પ્રયત્ન કરવો જોઇએ. કયું પ્રતિક્રમણ ક્યારે કરવું જોઇએ? આ પ્રતિક્રમણ પાંચ પ્રકારે છે ૧. દેવસિક ૨. રાત્રિક(રાઇઅ) ૩. પાક્ષિક(પષ્મી) ૪. ચાતુર્માસિક (ચૌમાસી) ૫. સાંવત્સરિક. ઉત્સર્ગથી આ પ્રતિક્રમણોનો કરવાનો સમય આ છે – સૂર્ય શ્રાદ્ધવિધિ પ્રકરણ ૨૦૭
SR No.008938
Book TitleShraddhavidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherArham Parivar Trust
Publication Year2008
Total Pages291
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Devdravya, Ritual, & Vidhi
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy