SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ ાજા છું. અનંત ભાગ્ય હોય, એને જ મારી કૃપા મળે છે. છતાં હું તમારો નોકર થઇ વિનવું છું કે તમે મારી સાથે લગ્ન કરો. તમે તમામ વિદ્યાધરોના સ્વામિની થશો. ત્યારે કામાંધોને ધિક્કાર છે કે જે બીજાને સંતાપ આપીને પણ લગ્ન કરવા ઇચ્છે છે” એમ વિચારી કન્યા મૌન રહી. ત્યારે “માતા-પિતાવગેરેના વિયોગના દુ:ખથી પીડાતી આ હમણાં નહીં સ્વીકારે. સમય જતા દુ:ખ ઓછું થશે પછી મને સ્વીકારશે” એમ વિચારી એ રાજાએ સર્વકામકરી વિદ્યાનું સ્મરણ કરી એ વિદ્યાના પ્રભાવથી એ કન્યાને તાપસકુમારનું રૂપ આપી દીધું. પછી એ રાજા પ્રતિદિન વિવિધ આલાપ, સંતાપ, ભેટવગેરે ઉપચારોથી એ કન્યાને રીઝવવા પ્રયત્ન કરવા માંડ્યો. પણ એ બધા પ્રયાસ રાખમાં ઘી ઢોળવાની જેમ નિષ્ફળ ગયા. એકવાર એ રાજા પોતાના કામમાટે પોતાના નગરમાં ગયો, ત્યારે એ તાપસકુમારને તમારા અચાનક જ દર્શન થયા. એ તાપસકુમાર તમારાથી આકર્ષિત થઇ અને વિશ્વાસ પામી પોતાનો વૃત્તાન્ત કહેવા જાય, ત્યાં જ એ વિદ્યાધર રાજા અચાનક આવી એ તાપસકુમારને વાયુનો પ્રવાહ વિદુર્વી ઉપાડી ગયો. પછી પોતાના નગર લઇ આવી એક સુંદર મહેલમાં રાખી ક્રોધથી કહેવા માંડ્યો - અરે મુગ્ધ ! તું કોક બીજા કુમાર સાથે પ્રેમથી બોલવા તૈયાર છે ને હું તને આટલું મનાવું છું, તો પણ બોલવા તૈયાર નથી. હજી પણ તક છે, તું મને સ્વીકારી લે, નહીંતર હવે હું યમ બની તારા પ્રાણ લઇશ. ત્યારે એ અશોકમંજરીએ હિંમત કરી કહ્યું - છલ કે બળથી રાજ્યવગેરે મેળવી શકાય, કોઇનો પ્રેમ નહીં. અને સ્નેહ વિના તો લાડવો પણ તૈયાર થતો નથી. (લાડવાની અપેક્ષાએ સ્નેહ એટલે ચીકાશ) તેથી જેને પ્રેમ જ નથી, એની આગળ મૂરખ સિવાય બીજું કોણ માંગણી કરવા જાય? આ સાંભળી વધુ ક્રોધે ભરાયેલા એણે તલવાર કાઢીને કહ્યું – મારી નિંદા કરે છે ! આ હિંમત.. હવે તો તને હણીશ જ. કન્યાએ કહ્યું – અનિષ્ટ સંબંધ કરતા તો મરણ જ શ્રેષ્ઠ છે. તેથી તું મને છોડવાનો ન હોય, તો વિચાર કરી લે, જીવતી રાખવી કે મારી નાખવી? જલ્દી મારી નાખે તોય મારો છુટકારો થશે. ત્યારે એ કન્યાનું શુભ ભાગ્ય હજી બળવત્તર હોવાથી રાજાએ વિચાર્યું – અરેરે ! મેં દુર્બુદ્ધિથી આ શું વિચાર્યું ? જે સ્ત્રીનું જીવતર મારે આધીન છે, ને જે મારા જીવતરની સ્વામિની છે, એની સાથે શું કામ મારે કઠોર વ્યવહાર કરવો જોઇએ? સ્ત્રીને તો રોષ નહીં, પ્રેમથી જ, મૃદુ વ્યવહારથી જ જીતી શકાય. આમ વિચારી એને પોતાની તલવાર પાછી મ્યાન ભેગી કરી. પછી સર્વકામકરી વિદ્યાથી કન્યાને મનુષ્યભાષામાં બોલી શકે એવી હંસીનું રૂપ આપી માણેકના પિંજરામાં પૂરી દીધી. પછી પૂર્વવત્ નિરંતર એ હંસીને મનાવવા પ્રયત્નો ચાલુ કર્યા. એકવાર એની કમળા નામની મુખ્ય રાણીને આ વાતની ખબર પડી. તેથી ઈર્ષાભાવથી પ્રેરાયેલી રાણીએ સખી જેવી પોતાની વિદ્યાથી આખી હકીકત જાણી લીધી. એ સમજી ગઇ કે રાજાના મારાપરના પ્રેમમાં આ શલ્યરૂપ છે, તેથી શૌક્યપણાનો ભાવને લાવી પાંજરામાંથી એ હંસીને કાઢી આકાશમાં ઉડાડી મુકી. હંસીમાટે એ જ ભાગ્યનું કારણ બની ગયું. વિદ્યાધરના ઘરરૂપી નરકમાંથી છુટેલી એ શબરસેના જંગલ તરફ જવા નીકળી. ‘પાછળ પેલો વિદ્યાધર રાજા પડશે.” એ ડરથી વેગથી ઉડેલી ને થાકેલી એ હંસીએ પરમ ભાગ્યના યોગથી વિશ્રામ માટે આ તરફ આવીને હે મહાપુરુષ ! તમારા ખોળાનો આશ્રય લીધો. એ હંસી હું છું. ને પેલો વિદ્યાધરરાજા એ જ હતો કે જેને તમે હમણા જ ૧૯૦ શ્રાદ્ધવિધિ પ્રકરણ
SR No.008938
Book TitleShraddhavidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherArham Parivar Trust
Publication Year2008
Total Pages291
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Devdravya, Ritual, & Vidhi
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy