SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ શકીએ? છતાં યથાશક્તિ કાંક ભક્તિ બતાવીશ. તાપસકુમારની આવી મનોહર વાતો સાંભળી રત્નસારકુમાર અશ્વપરથી ઉતર્યા. તાપસકુમારે આતિથ્ય કર્યું. પછી તો બંને વચ્ચે ક્ષણવારમાં અદ્ભુત મૈત્રી થઇ ગઇ. બંને એકબીજાના હાથમાં હાથ પરોવી વનની શોભા જોવા માંડ્યા. તાપસકુમારે કુમારને પ્રથમ સ્નાન કરાવી પછી ત્યાંના વિવિધ વૃક્ષોની ઓળખાણ કરાવી તે-તે વૃક્ષોના ફળો પણ ધર્યા. રત્નસારકુમારે પણ તાપસકુમારનું મન રાખવા યથાયોગ્ય આરોગી સંતોષ પમાડ્યો. તાપસકુમારે પોપટ અને ઘોડાની પણ ઉચિત ભક્તિ કરી. પછી રત્નસારના મનોભાવને જાણી કીરે (= પોપટે) તાપસકુમારને પૂછ્યું - હે મહર્ષિ! તમારું રોમે રોમ પ્રગટેલું આ નવયૌવન ક્યાં અને આ વ્રત ક્યાં? ક્યાં તમારો અદ્દભુત આકાર અને ક્યાં આ સંસારને અસાર બતાવતું વ્રત? વળી આપનું આ સૌંદર્ય અને ચાતુર્ય આ જંગલમાં રહી કેમ નિષ્ફળ બનાવી રહ્યા છો? દિવ્ય અલંકારો અને વેષને યોગ્ય તમારું આ કોમળ શરીર વૃક્ષોની છાલને કેવી રીતે સહી શકે છે? તમારું આ સુંદર યૌવન અને સુંદર લાવણ્ય આ રીતે તમે નિષ્ફળ કરો છો, એથી અમને કરણા ઉપજે છે. તો શું આ વૈરાગ્ય છે? કપટ છે? ભાગ્યની રમત છે? કે કોઇ મહાતપસ્વીનો શાપ છે? અમને આ કહેશો? ત્યારે આ સાંભળી આંખમાંથી આંસુની સાથે જાણે કે અંદરનું દુ:ખ બહાર કાઢતા તાપસકુમારે કહ્યું - હે શ્રેષ્ઠ પોપટ ! હે કુમારેન્દ્ર ! આ જગતમાં તમારા જેવા કોણ કપાસાગર છે, કે જેઓની કપાપાત્ર એવા મારાપર આવી કપા વરસી રહે છે? ખરેખર પોતાના દુ:ખે દુઃખી થનારા હજારો દેખાય છે. પણ બીજાના દુઃખે દુ:ખી થનારા તો ત્રણે જગતમાં વિરલા બે-ચાર જ મળે. કહ્યું જ છે કે દરેક સ્થાને હજારો શૂરવીરો મળશે, વિદ્યાપંડિતો મળશે, કરોડપતિઓ મળશે, પણ બીજાનું દુ:ખ સાંભળી કે જોઇ જેનું મન દુ:ખી થઇ જાય, તેવા સજ્જનો તો પાંચ-છ મળે તો ય ઘણું. નિર્બળો, અનાથો, દીનો, દુ:ખીઓ અને બીજાથી ત્રાસ પામતા જીવોના રક્ષક સજ્જનો સિવાય બીજું કોણ છે? હે કુમાર ! હું આપ જેવા અત્યંત વિશ્વાસપાત્ર વ્યક્તિને મારા દિલની વાત ન કરું તો કોને કરું? તેથી મારી બધી વાત જણાવું છું. હજી તો તાપસકુમાર આ કહે છે, ત્યાં તો અચાનક જ ભયંકર ઘુ-ઘુ અવાજ કરતો સખત પવન ફેંકાયો. એ પવનથી ઉડેલી ધુળથી પોપટની અને કુમારની આંખ મિચાઇ ગઇ. જ્યારે આંખ ખુલી અને જોયું. તો એ સખત પવન તાપસકુમારને ઉપાડીને અદ્રશ્ય થઇ ગયો. થોડીક ક્ષણોના મિલનથી પણ તાપસકુમારપ્રત્યે હૃદયના તાંતણે જોડાઇ ગયેલો રત્નસારકુમાર તાપસકુમારના અદ્રશ્ય થઇ જવા પર શોકગ્રસ્ત થઇ વિલાપ કરવા માંડ્યો ને એની પાછળ પાછળ જવા ઉદ્યત થયો. ત્યારે પોપટે એને વારતા કહ્યું - હે કુમાર ! તમે સમજુ હોવા છતાં મુગ્ધ થઇ આ શું કરી રહ્યા છો? એ પવન તાપસકુમારને ઉપાડીને ક્યાં લઇ ગયો, તે આપણે જાણતા પણ નથી. અને એ પવનની ઝડપ જોતા તો કલ્પના કરી શકાય કે એ હજારો યોજન દૂર પહોંચી ગયો હશે. આ સાંભળી પોતાની નિષ્ફળ ચેષ્ટાથી શરમાયેલો રત્નસાર ફરીથી તાપસકુમારને યાદ કરી વિલાપ કરવા માંડ્યો. ત્યારે ફરીથી આશ્વાસન આપતા પોપટે કહ્યું - મને વિચારતા એમ લાગે છે કે એ તાપસકુમાર ભલે પુરુષાકાર દેખાય, પણ કો'કે એને છુપાવવા જ આ રૂપ પરાવર્તન કર્યું છે, કેમકે એ શ્રાદ્ધવિધિ પ્રકરણ ૧૮૨
SR No.008938
Book TitleShraddhavidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherArham Parivar Trust
Publication Year2008
Total Pages291
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Devdravya, Ritual, & Vidhi
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy