SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ વસ્ત્રધારી અને દિવ્ય ગીત ગાતું દિવ્યરૂપ ધારી કિન્નર યુગલ જોયું. તેઓનું મોં ઘોડા જેવું ને બાકીનું શરીર માનવાકાર જેવું જોઇ આશ્ચર્ય પામેલા રત્નસારે હસતા હસતા કહ્યું - આ માનવ કે દેવ હોય, તો ઘોડા જેવું મોં કેમ છે? તેથી આ માનવ નથી પણ બીજા દ્વીપમાં ઉત્પન્ન થયેલું પશુ છે. આ સાંભળી દુ:ખી થયેલા એ કિન્નરે કહ્યું - હે કુમાર હું પશુ નથી, પણ વ્યંતર છું. પશુ જેવો તો તું છે કે જેથી તારા પિતા તને ઠગે છે. દેવોને પણ દુર્લભ એવો સર્વલક્ષણસંપન્ન સમંધકાર નામનો ઘોડો તારા પિતાએ દૂરના દ્વીપથી મેળવ્યો છે. એ ઘોડો એક દિવસમાં સો યોજન પણ જઇ શકે છે. ઘોડાઓના રાજા જેવો આ ઘોડો તારા પિતાએ તને કદી બતાવ્યો નથી. તારા ઘરની ખાનગી વાત તો જાણતો નથી ને પોતાને જ્ઞાની માની મારી વિડંબના કરે છે. આ સાંભળી ખિન્ન થયેલો રત્નસાર ઘરે પાછો ફરી મોં ચઢાવી અંદરના રૂમમાં ભરાઇ ગયો. બારણાં બંધ કર્યા. માતાપિતાને એ ખૂબ લાડકો હતો. તેથી પિતાએ એને બહારથી જ મનાવતા કહ્યું - તારી ઇચ્છા મુજબ કરીશ... બારણું ખોલ. કહ્યા વિના તો શું ખબર પડે? તેથી સંતોષ પામેલા રત્નસારે બારણું ખોલી પિતાને કહ્યું - મને પેલો વિશ્વશ્રેષ્ઠ મહા મંગલકારી ઘોડો આપો. પિતાએ કહ્યું - તું આ વિશ્વમાં આશ્ચર્યકારી ઘોડાપર બેસી જગતમાં ભમ્યા કરે, તો અમને તારા વિયોગનું દુ:ખ સહન કરવું પડે. એ આશયથી જ અત્યાર સુધી એ છુપાવી રાખ્યો હતો. હવે તું જાણે છે ને માંગે છે, ને આમે પછી પણ તને આપવાનો હતો, તે હવે અત્યારે જ તને આપુ છું. પણ તું ઉચિત હોય એ જ કરજે. એમ કહી પિતાએ પુત્રને ઘોડો સોંપ્યો. અત્યંત ઇષ્ટ ગણાતી વ્યક્તિ સામે ચાલીને માંગે ને ન આપે તો પ્રેમ બળી જાય છે. રત્નસાર પણ જાણે કે ગરીબને નિધાન મળ્યું હોય એમ આનંદિત થયો. ઇષ્ટ વસ્તુ મળે તો કોને આનંદ ન થાય? પછી બીજા મિત્રો બીજા ઘોડાપર બેઠા. રત્નસાર આ ઘોડાપર બેઠો. બધા ઘોડાના જાત જાતના ખેલ કરવા માંડ્યા. જેમ શુક્લધ્યાનપર આરુઢ થયેલો જીવ બીજા બધાને પાછળ મુકી સિદ્ધશિલા પર પહોંચી જાય છે, એમ આ ઘોડાપર આરૂઢ થયેલો રત્નસાર મિત્રોને પાછળ મુકી ખુબ આગળ નીકળી ગયો. આ બાજુ તે જ વખતે વસુસા૨ને એના ઘરે એણે પાળેલા પોપટે કહ્યું - મારો ભાઇ રત્નસાર તે ઘોડાપર બેસી તીવ્ર ગતિથી જઇ રહ્યો છે. રત્નસાર કુમાર કુતુહળપ્રિય છે, તેથી તે જગત ભમવા ઘોડાનો સહારો લેશે ને ઘોડો હ૨ણની જેમ મોટી છલાંગો લગાવી દોડવા માંડશે. ભાગ્યાધીન ફળવાળા આ કાર્યનું શું પરિણામ આવશે, તે મને ખબર નથી. હું એ પણ જાણું છું કે ભાગ્યના મહાસાગર એવા રત્નસારકુમારનું કશું અશુભ થવાનું નથી. છતાં સ્નેહી પુરુષો હંમેશા અનિષ્ટની આશંકા કરતા હોય છે. સિંહબાળ તો જ્યાં જાય, ત્યાં પ્રભુતા પામે છે. છતાં સિંહણને એની ચિંતા હોય છે. આમ હોવા છતાં પહેલેથી જ અશુભ નિવારક પ્રયત્ન યથાશક્તિ કરી લેવો જોઇએ. પાણી પહેલા પાળ બાંધવી એ ડહાપણ છે. તેથી હે તાત ! જો તમારો આદેશ હોય, તો હું શીઘ્ર કુમારની ખબર અંતર જાણવા એની પાછળ જાઉં ! જો કદાચિત્ એ વિષમ અવસ્થામાં આવી પડે, તો એને સુખ ઉપજે એવા વચનાદિ કહીને મિત્રનું કામ કરીશ. વસુસા૨ે પણ પોતાના અંતઃકરણની વાત જ પોપટે કહેવાથી પ્રસન્ન થઇ કહ્યું - હે શુકશ્રેષ્ઠ ! તે શ્રાદ્ધવિધિ પ્રકરણ ૧૮૧
SR No.008938
Book TitleShraddhavidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherArham Parivar Trust
Publication Year2008
Total Pages291
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Devdravya, Ritual, & Vidhi
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy