SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યવહાર રાખવો નહીં. જેઓ રાજા સંબંધી, દેવસંબંધી અને ધર્મસંબંધી ધનખર્ચ વગેરે કાર્યોમાટે નિયુક્ત થયા હોય, તે કારણિક કહેવાય. તેઓ અથવા તેમના હાથ નીચે કામ કરતા તેમના સેવકો સાથેનો પૈસાનો વ્યવહાર સુખાત્ત હોતો નથી. જ્યારે ધન અપાય છે, પ્રાય: ત્યારે જ તેઓ મોં પર પ્રસન્નતાની લાલી દેખાડે છે, ત્યારે જ બનાવટી મનગમતી વાતો કરવી, બોલાવવું, આસન આપવું, પાન આપવું વગેરે બાહ્ય ફટાટોપ બતાવે છે, ને સજ્જનતા દેખાડે છે. જ્યારે અવસરે પોતે આપેલું પણ ધન એમની પાસેથી પાછું માંગવા જાવ, ત્યારે તેઓ પોતે કરેલો તલમાત્ર ઉપકાર જાહેરમાં પ્રગટ કરી ત્યારે જ દાક્ષિણ્યભાવ છોડી દે છે. આ જ તેઓનો સ્વભાવ છે. કહ્યું જ છે કે ૧) બ્રાહ્મણમાં ક્ષમા ૨) માતામાં દ્વેષ ૩) વેશ્યામાં પ્રેમ અને ૪) અધિકારીઓમાં દાક્ષિણ્ય. આ ચાર અનિષ્ટ ગણાયા છે. પૂર્વે ઉપાર્જેલા ધનનો નામ પણ ન રહે એ રીતે નાશ થઇ જાય એ માટે તેઓ ખોટા દોષો ઊભા કરી ધન આપનારાઓને રાજા પાસે ઘસડી જઇ ઉલ્ટો દંડ કરાવે છે. કહ્યું જ છે – ખોટા દોષો ઊભા કરીને ધનવાનને સર્વત્ર પીડવામાં આવે છે. નિર્ધન તો અપરાધ કર્યો હોય તો પણ બધે ઉપદ્રવ (=કષ્ટ) વિના ફરે છે. રાજા સાથે પણ પૈસાનો વ્યવહાર રાખવો નહી. એક સામાન્ય ક્ષત્રિય માણસ પણ ધનની ઉઘરાણી કરવા પર તલવાર બતાવી દે છે, તો રાજા માટે તો પૂછવું જ શું? સમાન વૃત્તિવાળા નાગરિકોની જેમ બીજા પણ નાગરિકો સાથે યોગ્યતા મુજબ ઉચિત વ્યવહાર કરવો. પરતીર્થિકો સાથે ઉચિત આચાર પરતીર્થિકો પણ ભિક્ષા માટે પોતાના ઘરે આવ્યા હોય, તો જે ઉચિત હોય, તે કરવું. ખાસ કરીને રાજાને માન્યનો વિશેષ વિવેક સાચવવો. અહીં ઉચિત એટલે યોગ્યતા મુજબ દાન આપવું વગેરે સમજવું. જો કે એ પરતીર્થિકપ્રત્યે મનમાં ભક્તિનો ભાવ નથી હોતો, તેમ જ એમના ગુણોમાં (એમના આચારોમાં) પક્ષપાત – અનુમોદના પણ નથી; છતાં પણ એ ઘરે આવ્યા હોય, તો ઉચિત કરવું એ ગૃહસ્થનો આચાર છે. કહ્યું જ છે – ૧) ઘરે આવેલાનું ઉચિત કરવું ૨) આપત્તિમાં પડેલાનો ઉદ્ધાર કરવો અને ૩) દુ:ખીઓ પર દયા કરવી – એ બધાને સંમત ધર્મ છે. “કયો પુરુષ છે?” વગેરે વિચારી એ મુજબ પ્રેમથી વાત કરવી, આસન ધરવું, કાર્યમાટે પૂછવું, અને એ મુજબ કરી આપવું એ ઉચિત છે. દીન, અનાથ, અંધ, બહેરો, રોગગ્રસ્તવગેરે જીવો દયાપાત્ર છે, એમનું દુઃખ દૂર કરવા પ્રયત્ન કરવો. આ કહેવાયેલા લૌકિક ઉચિત આચારમાત્ર સંબંધી કાર્યોમાં પણ જેઓ તત્પર નહીં હોય, તેઓ લોકોત્તર, સૂક્ષ્મ બુદ્ધિથી જ સમજી શકાય એવા જૈનધર્મ સંબંધી ઉચિત આચારોમાં કુશળ કેવી રીતે થઇ શકશે? તેથી ધર્માર્થી જીવે અવશ્ય ઉચિત આચારોમાં નિપુણ થવું જોઇએ. બીજે પણ કહ્યું છે – સર્વત્ર ઉચિત કરણ, ગુણાનુરાગ, જિનવચનમાં રતિ (= રુચિ – આનંદ) અને ગુણહીન પ્રત્યે મધ્યસ્થભાવ (ફ્લેષાદિનો અભાવ). આ સમ્યગ્દષ્ટિના લિંગો છે. સાગર કદી મર્યાદા છોડતો નથી, પર્વત કદી ચલાયમાન થતા નથી, એમ ઉત્તમ પુરુષો ક્યારેય પણ ઉચિત આચરણનું ઉલ્લંઘન કરતા નથી. તેથી જ જગદ્ગુરુ તીર્થકરો પણ ગૃહસ્થઅવસ્થામાં માતા-પિતા પ્રત્યે આવે તો ઊભા થવું વગેરે ઉચિત આચરણ કરતા હોય છે. આમ નવ પ્રકારના ઔચિત્યની વાત થઇ. ૧૬૮ શ્રાદ્ધવિધિ પ્રકરણ
SR No.008938
Book TitleShraddhavidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherArham Parivar Trust
Publication Year2008
Total Pages291
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Devdravya, Ritual, & Vidhi
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy