SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ મંથર કોળીનું દષ્ટાંત કોક નગરમાં મંથર નામનો કોળી કપડા વણવા માટેના સાધન (મન-તુરી) વગેરેમાટે લાકડું લેવા જંગલમાં ગયો. સીસમનું એક મોટું ઝાડ જોઇ એ છેદવા ઉદ્યત થયો. ત્યારે એ ઝાડના અધિષ્ઠાયક વ્યંતર નિષેધ કરવા છતાં એ છેદવા માંડ્યો. ત્યારે વ્યંતરે કહ્યું - આ રહેવા દે. એના બદલે તું એક વરદાન માંગ. એ વખતે પોતાની બુદ્ધિનો ઉપયોગ કરવાના બદલે પત્નીને આધીન હોવાથી કયું વરદાન માંગુ?” એ પત્નીને પૂછવા ઘર તરફ જવા માંડ્યો. રસ્તામાં એના મિત્ર હજામે આ વાત જાણી એને સલાહ આપી - રાજ્ય માંગી લે . છતાં એની વાત પણ કાને લેવાને બદલે ઘરે જઇ પત્નીને પૂછ્યું. એ તુચ્છ સ્ત્રીએ ‘સમૃદ્ધ થતો પુરુષ ત્રણનો ઉપઘાત કરે છે. – ૧) પૂર્વે થયેલા મિત્રોનો ૨) પત્નીનો અને ૩) ઘરનો.” આ પંક્તિનો વિચાર કરી મંથરને કહ્યું - ફ્લેશથી યુક્ત એવા રાજ્યથી સર્યું. એના કરતાં એક સાથે બે કપડા વણી શકાય એ માટે વધારાના બે હાથ અને માથુ માંગી લે. એણે જઇ વ્યંતર આગળ એવી માંગણી કરી. વ્યંતરે એ પ્રમાણે કરી આપ્યું. આમ બે માથા ને ચાર હાથવાળો થયેલો એ ગામમાં આવતા લોકોએ ભ્રમથી રાક્ષસ માનીને લાકડી-પથ્થરવગેરેનો પ્રહાર કરી મારી નાખ્યો. તેથી જ કહેવાયું છે – જેની પોતાની બુદ્ધિ નથી, ને જે મિત્રનું કહ્યું પણ કરતો નથી; સ્ત્રીને વશ થયેલો તે મંથરકોળીની જેમ ક્ષય પામે છે. “સ્ત્રીની મુખ્યતા નહીં રાખવાની’ વાત પણ પ્રાયિક સમજવી, કેમકે ઉત્તમ અને સદ્ગદ્ધિથી યુક્ત પત્નીને પૂછીને કરવાથી વિશેષ ગુણ-લાભ થાય છે. જેમકે વસ્તુપાળ-તેજપાળે અનુપમાદેવીને પૂછીને કર્યું, તો તે હિતકર જ થયું. ) સુકુળમાં ઉત્પન્ન થયેલી ૨) પરિણતવયવાળી, ૩) નિષ્કપટભાવે ધર્મમાં રત, અને ૪) સમાન ધર્મવાળી એવી ૫) સ્વજન સ્ત્રીઓ સાથે પ્રીતિ કરાવવી જોઇએ. અહીં સુકુળની વાત એટલામાટે કરી કે અકુલીન સ્ત્રી સાથેનો સંપર્ક ખાનદાન ઘરની સ્ત્રીને કલંક લાગવામાં મૂળભૂત કારણ બને છે. પત્નીની રોગવગેરે વખતે ઉપેક્ષા કરવી નહીં. તેમજ એને તપસ્યા, ઉજમણું, દાન, પ્રભુપૂજા, તીર્થયાત્રાવગેરે ધર્મકાર્યોમાં ઉત્સાહ વધારવાદ્વારા અને ધન આપવા દ્વારા સારા સહાયક બનવું, પણ અંતરાય કરનારા બનવું નહીં, કેમકે પત્ની એથી જે પુણ્ય કમાશે, એમાં પોતાનો પણ ભાગ રહેશે, કેમકે બીજા પાસે પુણ્યકાર્યો કરાવવા એ જ શ્રેષ્ઠ પરોપકાર છે. પુત્ર સંબંધી ઔચિત્ય, પુત્ર પ્રત્યે ઔચિત્ય એ છે કે બાલ્યઅવસ્થામાં હોય, ત્યારે એનું લાલન-પાલન કરવું. પછી જ્યારે બુદ્ધિ ખીલે, ત્યારે એને ક્રમશઃ કળાઓમાં કુશળ કરવો. બાળકનું બાળપણમાં પૌષ્ટિક આહાર, સ્વેચ્છાથી ફરવા દેવો, વિવિધ રમકડા-ક્રીડાઓથી રમાડવો વગેરે રીતે લાલન કરવાથી તેનો વિકાસ થાય છે. નહિતર એ વખતે એને સંકુચિત – કડકાઇથી બંધનમાં રાખવામાં એ પછી ક્યારેય પણ શરીરથી પુષ્ટ થતો નથી. કહ્યું જ છે - બાળકનું પાંચ વર્ષ સુધી લાલન-પાલન કરવું. પછીના દશ વર્ષ સુધી તાડન કરવું ( કડકાઇથી વર્તવું) પણ એ સોળમાં વર્ષમાં પ્રવેશે પછી એની સાથે મિત્ર જેવો આચાર કરવો. તથા એને હંમેશા ગુરુનો, પ્રભુનો, ધર્મનો, મિત્રોનો, સ્વજનવગેરેનો પરિચય કરાવવો. શ્રાદ્ધવિધિ પ્રકરણ ૧૬૧
SR No.008938
Book TitleShraddhavidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherArham Parivar Trust
Publication Year2008
Total Pages291
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Devdravya, Ritual, & Vidhi
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy