SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ અવિનીત ભાઈ અંગે ઔચિત્ય ભાઇ કુસંગ વગેરેના કારણે અવિનીત (ઉદ્ધત) થઇ ગયો હોય, તો શું કરવું? તે બતાવે છે – અવિનીત ભાઈને પહેલા એના મિત્રોદ્વારા સમજાવે. તો પણ ફરક ન પડે, તો ખાનગીમાં ઠપકો આપે. છેવટે કાકા, મામા, સસરા, એમના પુત્રો દ્વારા બીજાનું નામ લઇ હિતશિક્ષા અપાવે. ભાઇએ પોતે એની તર્જના કરવી નહીં. જો પોતે તર્જના (તિરસ્કાર) કરે, તો પછી એ નિર્લજ્જ બની જઇ ક્યારેક મર્યાદા પણ ઓળંગી જાય. પછી ભાઇ પ્રત્યે હૃદયમાં સ્નેહ હોવા છતાં તેની આગળ પોતાને ક્રોધિત થયેલો દેખાડે. પછી એ વિનયમાર્ગે આવે, ત્યારે નિષ્કપટ પ્રેમવાળો થઇ પ્રેમથી જ એને બોલાવે - એની સાથે વાતો કરે. આવા ઉપાયો કરવા છતાં એ વિનીત થાય નહીં, તો આ ઉદ્ધતાઇ એના સ્વભાવગત થયેલી જાણી એ અંગે ઉદાસીનભાવમાં રહે. (અપમાનાદિ કે ચિંતા વગેરે કરવાનું છોડી ભાવિભાવપર વાત મુકી દેવી.) પણ એ ભાઇના પત્ની-પુત્ર વગેરે પ્રત્યે દાન-સન્માનના અવસરે પોતાના પત્ની કે પુત્ર જેવો સમભાવ રાખે. (એમના અપમાનાદિ ન કરે કે ઓછું વજું આપે નહીં) એમાં પણ ભાઇ જો અપરમાતાનો (બીજી માતાનો) પુત્ર હોય, તો એના પ્રત્યે વિશેષ સ્નેહાદિ બતાવે, કેમકે એનાથી થોડું પણ અંતર દેખાડે, તો પેલો ઘણો ખિન્ન થઇ જાય (એને ઘણું ઓછું આવી જાય)ને લોકોમાં પણ નિંદા થાય. બીજાઓ સાથેનું ઔચિત્ય આ જ પ્રમાણે પિતાતુલ્ય, માતાતુલ્ય કે ભાઇતુલ્ય જેમને માન્યા હોય, એમની સાથે પણ યથાયોગ્ય ઔચિત્યઅંગે વિચારવું. કહ્યું જ છે કે - (૧) જન્મદાતા (૨) ઉપકાર કરનારા (૩) વિદ્યાદાતા (૪) અન્ન આપનાર અને (૫) પ્રાણદાતા (જીવન બચાવનાર) આ પાંચ પિતાઓ કહેવાયા છે. એ જ રીતે (૧) રાજાની પત્ની-રાણી (૨) ગુરુની પત્ની (૩) પત્નીની માતા(સાસુ) (૪) પોતાની માતા અને (૫) પોતાની ધાવમાતા આ પાંચ માતાઓ કહેવાઇ છે. તથા (૧) સહોદર (સગોભાઇ) (૨) સહાધ્યાયી (સાથે ભણનારો) (૩) મિત્ર (૪) રોગમાં સેવા-માવજત કરનાર અને (૫) રસ્તે વાત-ચીતથી મિત્ર થયેલા આ પાંચ ભાઇ કહેવાયા છે. ભાઇઓએ પરસ્પર ધર્મકાર્યોઅંગે સ્મારણા વગેરે કરવા. (ભૂલી જતા હોય, તો યાદ કરાવવું વગેરે.) કેમકે – પ્રમાદ નામની આગથી સળગી રહેલા સંસાર નામના ઘરમાં જેઓ મોહનિદ્રામાં સુતેલા છે, તેઓની મોહનિદ્રા દૂર કરવારૂપે તેઓને ઉંઘમાંથી જે જગાડે છે, તે માણસ એનો પરમબંધુ (શ્રેષ્ઠ હિતસ્વી) છે. ભાઇઓના પરસ્પર પ્રેમઅંગે શ્રી ઋષભદેવ ભગવાનના અઠ્ઠાણું પુત્રો ભરત તરફથી (આજ્ઞા સ્વીકારવા અંગે) દૂત આવવા પર ‘શું કરવું’ એ પૂછવા ઋષભદેવ ભગવાન પાસે એકસાથે હાજર થયા એ દૃષ્ટાંતભૂત છે. ભાઇ જેવો વ્યવહાર મિત્ર સાથે પણ રાખવો. ભાઇઅંગેના ઔચિત્યની વાત કરી. પત્ની સાથેનું ઔચિત્ય - હવે અમે પત્નીઅંગે પણ કાંક કહીએ છીએ. પ્રેમભર્યા વચન - સન્માનદ્વારા પત્નીને અભિમુખ (પ્રેમસભર) કરવી. પરસ્પર પ્રેમના જેટલા પ્રકારો છે એ બધામાં પ્રિય અને પ્રેમયુક્ત વચન સંજીવની સમાન છે. એમાં પણ અવસરોચિત એવું વચન જે બોલાય છે, તે દાન વગેરે કરતાં પણ વધુ ૧૫૮ શ્રાદ્ધવિધિ પ્રકરણ
SR No.008938
Book TitleShraddhavidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherArham Parivar Trust
Publication Year2008
Total Pages291
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Devdravya, Ritual, & Vidhi
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy