SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ ઠીકઠાક કરી રહ્યા હતા. તેથી આશ્ચર્ય પામેલા કાકુયાકે પૂછ્યું – તમે કોણ છો? તેઓએ કહ્યું – અમે તમારા ભાઇના નોકરો છીએ. ત્યારે કાકુયાકે ફરી પૂછ્યું - મારા નોકરો ક્યાં છે? તેઓએ કહ્યું – વલ્લભીપુરમાં છે. તેથી સમય જતાં અવસર પામીને કાકયાક પોતાના પરિવાર સાથે વલ્લભીપુર ગયો. ત્યાં કિલ્લા પાસે વસેલા ભરવાડોના વાસમાં રહેવા માંડ્યો. એ અત્યંત કુશ હોવાથી ભરવાડોએ એનું નામ રંક પાડ્યું. ત્યાં ઘાસનું ઝુપડું બનાવી ભરવાડોની સહાયથી દુકાન માંડી ધંધો કરવા માંડ્યો. એકવાર કો'ક કર્યાટિકે (ભગવા વસ્ત્રધારી ભિક્ષુક) રેવત (= ગિરનાર) પર્વતથી કલ્પ મુજબ ક્રિયા કરી તુંબડીમાં સિદ્ધરસ ભર્યો. માર્ગે જતા તુંબડીમાંથી “કાકુ તુંબડી’ એવી અદ્રશ્ય વાણી સાંભળી એ ભયભીત થઇ વલ્લભીપુરના પરિસરમાં રહેતા આ કપટી કાકુયાકના ઘરે પોતાની આ તુંબડી થાપણ તરીકે રાખી પોતે સોમનાથ તીર્થની યાત્રાએ ગયો. કો'ક એક પર્વદિવસે વિશેષ રસોઇ માટે ચુલાપર તાવડી રાખી. આ બાજુ અગ્નિની ગરમીથી પીગળેલી તુંબડીમાંથી એક ટીપું તાવડી પર પડ્યું. તાવડી સોનાની થઇ ગઇ. કાકયાક આ જોઇ આ સિદ્ધરસ છે એમ જાણી ગયો. તેથી એ તુંબડી સહિત ઘરની મૂલ્યવાન સામગ્રી બીજે રાખી પોતે જ પોતાનું ઘર સળગાવી નાંખ્યું, ને પોતે કિલ્લાની બીજી બાજુ ઘર કરીને રહેવા માંડ્યો. એકવાર એક બાઇ ઘીનો ઘડો લઇ ઘી વેંચવા આવી. કાકુયાકે પોતે એમાંથી ઘી તોલીને લીધું, છતાં એ ઘડો ખાલી થયો જ નહીં. તેથી ઘીના ઘડાની નીચે કાળી ચિત્રવેલી છે (અથવા કાળી ઇંઢોણી) એમ નિશ્ચય કરી કાંઇક કપટ કરી એ લઇ લીધી. આ રીતે કપટ, ખોટા માપ-તોલ વગેરે રીતે ધંધા કરી વેપારમાં પાપાનુબંધી પુણ્યના પ્રભાવથી રંક શેઠ ખૂબ કમાયા. એકવાર એક સુવર્ણસિદ્ધિ કરનારો મળ્યો. એની સાથે પણ કપટ કરી સુવર્ણસિદ્ધિ મેળવી લીધી. આમ સિદ્ધરસ, ચિત્રવેલી, સુવર્ણસિદ્ધિ એમ ત્રણ પ્રકારની પ્રાપ્તિથી એ કરોડો સોનામહોરનો માલિક મોટો શેઠ બની ગયો. પરંતુ વૈભવ અન્યાયથી મેળવ્યો હતો. વળી પહેલાની નિર્ધન અવસ્થા પછી ધન મળ્યું હોવાથી ધનપ્રત્યે અત્યંત આસક્ત હતો. તેથી એ આ ધન કોઇ તીર્થમાં, કોઇ સુપાત્રમાં કે અનુકંપા વગેરેમાં એમ કોઇ સારા સ્થાને વાપરતો હતો જ નહીં. બલ્ક બધા લોકોને ઠગવા, નવા નવા કર વધારવા (= ભાવ વધારવો) અહંકાર પોષવો, બીજા ધનવાનો સાથે સ્પર્ધાઓ કરવી, મત્સરભાવ રાખવો વગેરે વગેરે કરીને એને લોકો આગળ પોતાની લક્ષ્મીનું કાલરાત્રી જેવું વરવું દર્શન કરાવ્યું. આ રંક શેઠે પોતાની દીકરીમાટે રત્નો જડિત કાંસકી બનાવી હતી. રાજપુત્રીએ આ જોઇ શિલાદિત્ય રાજા દ્વારા શેઠપાસે એ કાંસકીની માંગણી કરાવી. રાજાએ પ્રેમથી માંગવા છતાં એ આપી નહીં. તેથી રાજાએ ઝૂંટવીને લઇ લીધી. તેથી રાજાપ્રત્યેના વેરભાવથી તે જાતે મ્લેચ્છોના દેશમાં ગયો. ત્યાં એક કરોડ સોનામહોર આપી મોગલોને લઇ આવ્યો. તેઓએ વલ્લભીરાજના રાજ્યનો એક ભાગ જીતી લીધો. તેથી રાજા એમની સાથે યુદ્ધે ચડ્યો. આ શિલાદિત્ય રાજાએ સૂર્ય પાસેથી વરદાન મેળવ્યું હતું. તેથી યુદ્ધના અવસરે એને સૂર્ય પાસેથી દિવ્ય ઘોડો પ્રાપ્ત થતો. પોતે એ ઘોડાપર ચડે, પછી પોતે સંકેત કરેલા પુરુષો પાંચ વાજિંત્ર વગાડે. તેથી ઘોડો આકાશમાં ચડી જતો. એ ઘોડાપર ચડેલો રાજા વૈરીઓને હણી નાખે. સંગ્રામ પૂરો થયા પછી ઘોડો પાછો સૂર્યમંડળમાં પ્રવેશે. ૧૫) શ્રાદ્ધવિધિ પ્રકરણ
SR No.008938
Book TitleShraddhavidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherArham Parivar Trust
Publication Year2008
Total Pages291
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Devdravya, Ritual, & Vidhi
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy