SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ અને સમાધિમાં સતત વૃદ્ધિ થતી રહેવી ૫) વિવિધ પુણ્યકાર્યોમાં ઉપયોગી થવું વગેરે અનેક આ લોક – પરલોક હિતમાં કારણ બને છે. કહ્યું જ છે કે- પવિત્ર પુરુષો બધે પોતાના શુભકાર્યોના બળપર ગૌરવવાળા હોવાથી ધીરતાવાળા રહે છે. જ્યારે પોતાના ખોટા કાર્યોથી પોતાના જ ગૌરવને હણવાવાળા પાપીઓ દરેક સ્થળે શંકાવાળા હોય છે. ન્યાય-અન્યાયથી કમાણી અંગે આ દૃષ્ટાંત છે. નીતિમત્તાઅંગે દેવ અને યશનું દષ્ટાન્ત દેવ અને યશ નામના બે વેપારીઓ પરસ્પર લાગણીથી વેપાર-વ્યવહાર કરતા હતા. એકવાર કો’ક નગરમાં રસ્તે ચાલતા બંનેએ મણિજડિત કુંડળ રસ્તામાં પડેલું જોયું. એ બંનેમાં ‘દેવ’ સુશ્રાવક હતો ને પોતાના વ્રતમાં દઢ હતો. એ પારકી વસ્તુને બધા અનર્થનું મૂળ ગણતો હતો. તેથી ત્યાંથી પાછો વળી ગયો. યશ પણ સાથે જ પાછો ફર્યો, પણ ‘પડેલું લેવામાં કાંઇ મોટો દોષ નથી’ એમ માનતો હોવાથી દેવને ખબર નહીં પડે એ રીતે - દેવની નજર ચુકવીને એ કુંડળ લઇ લીધું. મનમાં વિચાર્યું પણ ખરું - આ દેવને ધન્ય છે કે એની આવી નિસ્પૃહતા છે. પરંતુ એ મારા મિત્ર છે. તેથી હું આમાંથી જે મળશે તેનો ભાગ આ દેવને પણ યુક્તિપૂર્વક આપીશ. પછી તે કુંડળ છુપાવી બીજા નગરમાં જઇ વેંચી નાખ્યું, એના બદલામાં ઘણું કરિયાણું ખરીદ્યું. એ પછી બંને વેપારાદિ કરી પાછા પોતાના નગરમાં આવ્યા. લાવેલા કરિયાણાના ભાગ પાડતી વખતે ઘણું કરિયાણું જોઇ દેવે યશને એ માટેનું કારણ આગ્રહપૂર્વક પૂછ્યું. ત્યારે યશે બધી વાત કરી. દેવે કહ્યું – આ અન્યાયથી મેળવેલું છે. તેથી જરા પણ ગ્રહણ કરવા યોગ્ય નથી, કેમકે આના કારણે ન્યાયથી કમાયેલા ધનનો પણ નાશ થાય છે, જેમકે ખટાશથી દૂધ. આમ કહી દેવે કુંડલ વેંચવાથી મેળવેલું કરિયાણું અલગ કરી એ બધું યશને સોંપી દીધું. યશે “આમ સામેથી મળેલું કેમ છોડી શકાય?’ એમ વિચારી લોભથી એ બધું કરિયાણું પોતાના ગોદામમાં રાખી લીધું. રાતે એના ગોદામમાં (ભાશાળામાં) ચોરોએ ચોરી કરી બધું ચોરી લીધું. બીજે દિવસે સવારે એ કરિયાણાના ઘરાકો ઘણી મોટી સંખ્યામાં ઉમટી પડ્યા, આમ માંગ વધવાથી દેવનું કરિયાણું બમણા ભાવે વેંચાઇ ગયું, તેથી ઘણી કમાણી થઇ. આ અનુભવ પછી યશ પણ સુશ્રાવક થયો. વ્યવહાર શુદ્ધિ (ન્યાય-નીતિ) જાળવી ધન કમાવાથી સુખી થયો. નીતિ-પરિશ્રમ અંગે લૌકિક દૃષ્ટાન્ત બાબતમાં જ એક લૌકિક દૃષ્ટાંત પણ છે. નીતિ-પરિશ્રમઅંગે લૌકિક દષ્ટાન્તા ચંપાનગરમાં સોમ નામનો રાજા હતો. સૂર્યપર્વના અવસરે સૂર્યની પૂજાવગેરે જે દિવસે થાય તે સૂર્યપર્વ) એણે મંત્રીને દાનમાટે શુભ દ્રવ્ય કયું ગણાય ને આપવા માટે યોગ્ય પાત્ર કોણ છે? એમ પૂછ્યું. ત્યારે મંત્રીએ કહ્યું – ઉચિત પાત્ર તરીકે એક બ્રાહ્મણ છે. પરંતુ શુભ (ન્યાયથી મેળવેલું) દ્રવ્ય દુર્લભ છે. વિશેષ કરીને રાજા પાસે એવું દ્રવ્ય મળવું તો અતિ દુષ્કર છે. કહ્યું જ છે કે - વિશુદ્ધ દ્રવ્યનો દાતા અને ગુણસભર યાચક આ બંનેનો સંયોગ સારા બીજ અને ઉત્તમ ખેતરના સંયોગની જેમ દુર્લભ છે. તેથી રાજા પર્વદિવસે દાનમાટે આઠ દિવસ રાતે ગુપ્તચર્યામાટે નીકળી વેપારીઓની દુકાનમાં વેપારીઓના પુત્રોને અનુરૂપ કાર્ય કરી વેતન તરીકે આઠ સિક્કા કમાયા. પર્વદિવસે બધા બ્રાહ્મણોને બોલાવ્યા. એમાં પણ જે ઉત્તમ-યોગ્ય બ્રાહ્મણ હતો, એમને બોલાવવા પ્રધાનને મોકલ્યો. પ્રધાને એ બ્રાહ્મણને પધારવા આમંત્રણ આપ્યું. શ્રાદ્ધવિધિ પ્રકરણ ૧૪૭
SR No.008938
Book TitleShraddhavidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherArham Parivar Trust
Publication Year2008
Total Pages291
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Devdravya, Ritual, & Vidhi
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy