SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ સાક્ષી વિના થાપણ રાખવી-મુકવી નહીં - ધનેશ્વર શેઠનું દષ્ટાન્તા જેઓ પ્રેમના સ્થાન હોય (મિત્ર વગેરે) તેઓ સાથે બીજા લેવડ-દેવડ વગેરરૂપ આર્થિક કે તેવા સંબંધો ઊભા નહીં કરવા. કહ્યું જ છે-ત્યાં જ ધનનો સંબંધ કરવો જ્યાં મૈત્રીસંબંધ નથી. આબરૂ જવાના ડરવાળાએ ફાવે ત્યાં ઊભા પણ રહેવું નહીં. સોમનીતિમાં પણ કહ્યું છે – ધનનો સંબંધ અને સહવાસ કલહ (સંઘર્ષ) વિનાનો હોતો નથી. એ જ રીતે સાક્ષી રાખ્યા વિના મિત્રના ઘરે પણ કોઇ થાપણ રાખવી નહીં. વળી મિત્રવગેરેના હાથે પોતાનું ધન બીજે મોકલવાનું કાર્ય કરવું પણ ઉચિત નથી. કેમકે અર્થનું મૂળ અવિશ્વાસ છે, અને વિશ્વાસ અનર્થનું મૂળ છે. કહ્યું જ છે – અવિશ્વસનીય પર તો વિશ્વાસ ન જ કરવો. વિશ્વાસપાત્ર પર પણ વિશ્વાસ કરવો નહીં. વિશ્વાસથી જ ઉત્પન્ન થયેલો ભય મૂળથી ખતમ કરે છે, કેમકે ગુપ્ત રીતે રાખેલા થાપણથી મિત્ર હોય તો પણ કોણ લોભાઇ જતું નથી ? કહેવાય જ છે – શેઠ પણ પોતાના ઘરમાં થાપણ રખાયેલી હોય, તો પોતાના દેવની સ્તુતિ કરતાં કહે છે - જો આનો માલિક જલ્દી મરી જાય, તો તમને માંગશો, તે આપીશ. અમે (ગ્રંથકારે) પણ કહ્યું છે – ખરેખર તો અગ્નિની જેમ ધન પણ અનર્થ કરનારું છે. છતાં ગૃહસ્થોને અગ્નિની જેમ એના વિના પણ કોઇ રીતે નિર્વાહ થતો નથી. તેથી તેનું યુક્તિથી રક્ષણ કરવું. અહીં ધનેશ્વર શેઠનું દૃષ્ટાંત છે ! શ્રી ધનેશ્વર શેઠે પોતાના ઘરમાં જે સારભૂત દ્રવ્ય હતું, એ બધું એકઠું કરી કરોડ-કરોડ સોનામહોરના મૂલ્યવાળા આઠ રત્નો ખરીદ્યા. પછી પોતાની પત્નીથી કે પોતાના પુત્રોથી પણ ગુપ્ત રીતે મિત્રના હાથમાં થાપણ તરીકે સોંપ્યા. પોતે ધન કમાવવા પરદેશ ગયો. ત્યાં ઘણો સમય રહ્યો. દુર્ભાગ્યથી અચાનક જ અજીર્ણના કારણે અંતિમ સમય નજીક આવી ગયો. કહ્યું જ છે – કુંદ પુષ્પ જેવા ઉજ્વળ હૃદયથી હર્ષપૂર્વક અન્ય જ વિચાર કરાય છે, પણ તે અન્યથારૂપે જ પરિણામ પામે છે, કેમકે કાર્યની સફળતા ભાગ્યને આધીન છે. ત્યારે નજીક રહેલા સજ્જનોએ ધનવગેરે શું છે? કેટલું છે? વગેરે પૂછ્યું. ધનેશ્વરે કહ્યું – વિદેશમાં કમાયેલું તો મારું ધન ઘણું હોવા છતાં આમ-તેમ વિખરાયેલું છે. તેથી પુત્રો વગેરેને તે મળવું મુશ્કેલ છે. પણ મેં મારા મિત્રના હાથમાં આઠ રત્નો મુક્યા હતા, તે મારી પત્ની અને પુત્રોને અપાવજો. આમ કહી તે મર્યો. પછી પેલા સજ્જનોએ આ સમાચાર એના પત્ની-પુત્રોવગેરેને આપ્યા. પુત્રોવગેરેએ પણ પહેલા વિનયપૂર્વક, પછી સ્નેહપૂર્વક, પછી બહુમાનપૂર્વક, પછી દુ:ખપૂર્વક, પછી ભય બતાવીને વગેરે અનેક રીતે એ રત્નો માંગ્યા. પણ લોભગ્રસ્ત થયેલા એ મિત્રે એક પણ વાત માની નહીં અને રત્નો પાછા આપ્યા નહીં. ન્યાય કરાવવા ગયા, પણ સાક્ષી કે લેખ કશું નહીં હોવાથી રાજા, મંત્રી વગેરે પણ કશું અપાવી શક્યા નહીં. સાક્ષી રાખવાનો લાભ - એક વેપારીનું દષ્ટાન્ત કટોકટીના અવસરે જે-તેને પણ જો સાક્ષી તરીકે રાખવામાં આવે, તો ચોર વગેરેએ લઇ લીધેલું ધન પણ પાછું વાળી શકાય છે. એક ધૂર્તકળાનો જાણકાર વેપારી ઘણું ધન લઇ વિદેશ જઇ રહ્યો હતો. માર્ગમાં ચોરોની ટોળી મળી. વેપારીએ તેઓને નમસ્કાર કર્યા. તેઓએ હોય એ બધું ધન આપી દેવા ધમકી આપી. ત્યારે વેપારીએ કહ્યું - હું કોઇને વગર સાક્ષીએ ધન આપતો નથી. તેથી તમે અહીં કોઇને સાક્ષી તરીકે હાજર કરી બધું ધન લઇ શકો છો. પછી અવસરે એ મને પાછું આપજો. અને મને શ્રાદ્ધવિધિ પ્રકરણ ૧૩૮
SR No.008938
Book TitleShraddhavidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherArham Parivar Trust
Publication Year2008
Total Pages291
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Devdravya, Ritual, & Vidhi
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy