SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ એટલે કે જ્યાં કોઇ ભય નહીં હોય, એવા નિશંક સ્થાને જ રહેવું, કે જેથી શાંતિથી નિદ્રા લઇ શકાય. અથવા કકડીને ભૂખ લાગે, પછી જ ખાવું કે જેથી બધું મિષ્ટ જ લાગે.અને બરાબર ઉંઘ આવે પછી જ ઉંઘવું કે જેથી જ્યાં ત્યાં પણ સુખેથી ઉંઘી શકાય. (૬) દરેક ગામે મૈત્રી સંબંધ જોડવા કે જેથી તે-તે ગામમાં પોતાના ઘરની જેમ જ ભોજનાદિ બધી વ્યવસ્થા મળી જાય. અને (૭) ગરીબીમાં તારા ઘરે રહેલી ‘ગંગા’ નામની ગાયને બાંધવાનું જ્યાં સ્થાન છે, ત્યાં ખોદવું, જેથી પિતાએ પૂર્વે દાટેલું ધન નિધિરૂપે તને મળશે. આ રીતે ભાવાર્થ જાણી મુગ્ધ એ પ્રમાણે વર્તવાનું શરુ કર્યું, તેથી સુખી થયો અને પૂજનીય પણ થયો. આ પુત્રને હિતશિક્ષાનું દૃષ્ટાંત છે. વાત આ છે કે ઉધાર ક્યાંય આપવું નહીં. જો ઉધાર વિના ધંધો ન થવાથી નિર્વાહ ન થતો હોય, તો સત્યવાદીઓને જ ઉધાર આપવું. વ્યાજ પણ દેશ, કાળ વગેરેને અપેક્ષીને જ એક,બે, ત્રણ, ચાર, પાંચ વગેરે રીતે વૃદ્ધિરૂપે એટલું જ લેવું કે જે શિષ્ય પુરુષોમાં નિંદાપાત્ર ગણાય નહીં. દેવાનો ભાર માથે રાખવો નહીં દેનારે પણ કહેલા સમયની (મુદત પાકતા) પહેલા જ રકમ આપી દેવી જોઇએ, કેમકે માણસની પ્રતિષ્ઠા આપેલું વચન પાળવા પર ટકેલી છે. કહ્યું જ છે તેટલું બોલવું જોઇએ, જેટલું બોલેલાનો પોતે નિર્વાહ કરી શકે (પાળી શકે). તેટલો જ ભાર ઉપાડવો કે જે પછી અડધા રસ્તે છોડી દેવો પડે નહીં. જો કદાચ પોતે (કહેલા સમયમાં) ધન-ધાન્યવગેરે રૂપે આપી ન શકે, તો પણ ‘થોડું-થોડું તે આપીશ’ એમ લેણદાર પાસે સ્વીકાર કરાવી એ મુજબ આપતા જઇ લેણદારને સંતુષ્ટ કરવો. નહિંતર વિશ્વાસભંગ થાય તો વેપારભંગ-વ્યવહારભંગનો પ્રસંગ આવે. પોતે ઋણમુક્ત થવા પૂરી શક્તિથી પ્રયત્ન કરવો જોઇએ. એવો કોણ મૂરખ હોય કે જે આ ભવ ને પરભવ ઉભયભવમાં પરાભવનું કારણ બનતા ઋણને (દેવાને) ક્ષણભર માટે પણ માથે રાખે? કહ્યું જ છે - ધર્મનો આરંભ કરવામાં, ઋણથી મુક્ત થવામાં, કન્યાદાનમાં, ધનની કમાણીમાં, શત્રુના નાશમાં, અગ્નિ અને રોગને શાંત કરવામાં ક્યારેય પણ કાળક્ષેપ-વિલંબ કરવા જોઇએ નહીં. તેલનું માલીશ, ઋણની ચુકવણી અને કન્યાનું મરણ તત્કાલમાં દુઃખ આપે છે. પણ પરિણામે સુખરૂપ બને છે. પોતાનો નિર્વાહ કરવાની પણ ત્રેવડ નહીં રહેવાના કારણે ઋણ ચુકવવા અસમર્થ બનેલાએ તો લેણદારના ઘરે યથાયોગ્ય કર્મકર (નોકર) બનીને પણ ઋણ ચુકવવાનો પ્રયત્ન કરવો જોઇએ, નહિતર ભવાન્તરમાં એને લેણદારના ઘરે દાસ, પાડો, બળદ, ઊંટ, ગધેડો, ખચ્ચર કે ઘોડો બનવાનો પણ અવસર સંભવે છે. લેણદારે પણ દેવાદાર જો ઋણ ચુકવવા જરા પણ સમર્થ ન હોય, તો ઉઘરાણી કરવી જોઇએ નહીં કેમકે (પેલો ચુકવી શકે એમ ન હોવાથી) પરસ્પર ક્લેશ અને દ્વેષ વગેરેથી પાપની જ વૃદ્ધિ થવાની સંભાવના છે. એના બદલે લેણદા૨ે દેવાદારને (પ્રેમથી) કહેવું કે જ્યારે તું ઋણ ચુકવવા સમર્થ બને, ત્યારે મને આપજે. નહિંતર મારી આ રકમ ધર્મખાતે થાઓ.’ પણ ઋણનો સંબંધ દીર્ઘકાળ સુધી રાખી મુકવો નહીં, કેમકે જો એમાં આયુષ્ય પૂરું થઇ જાય, તો પછીના ભવમાં પરસ્પર ઋણના સંબંધ થાય કે જેથી વેર વધે વગેરે દોષો ઊભા થાય. શ્રાદ્ધવિધિ પ્રકરણ ૧૨૪
SR No.008938
Book TitleShraddhavidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherArham Parivar Trust
Publication Year2008
Total Pages291
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Devdravya, Ritual, & Vidhi
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy