SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ હું બોલું છું કે ચાલું છું, વસ્ત્રો પહેરું છું કે ઘરમાં ફર્નિચર વસાવું છું, ગાડી વસાવું છું કે ટી.વી. ખરીદી લાવું છું. મારી વિચારણાના કેન્દ્રમાં એક જ વાત હોય છે, ‘દુનિયાને હું કેવો લાગું છું?” - આજે પહેલી વખત મને આ સમજ આવી છે કે મારી પ્રસન્નતાનો આધાર ‘દુનિયાને હું કેવો લાગું છું ?' એ નથી પણ ‘દુનિયા મને કેવી લાગી રહી છે ?' એ છે ! = = == સિગ્નલની લાઇટ લાલ થાય છે અને હું કોઈ પણ જાતના તર્ક-વિતર્ક કર્યા વિના ગાડીને ઊભી રાખી દઉં છું. | પરંતુ જે-જે પ્રવૃત્તિઓ કરવાની પ્રભુએ ના પાડી છે એ પ્રભુની તમામ આજ્ઞાઓ સામે તર્ક-વિતર્ક કરતા રહ્યા વિના મને ચેન નથી પડતું. સંસારની એ રખડપટ્ટી મારી આ બાલિશતાને જ આભારી હશે ?
SR No.008937
Book TitleShikhar Sathe Vato
Original Sutra AuthorN/A
AuthorRatnasundarsuri
PublisherRatnasundarsuriji
Publication Year
Total Pages102
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size618 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy