SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ તાજું દૂધ તરત જ નથી જામતું એ બાબતમાં મારી પાસે કોઈ ફરિયાદ નથી. જમીનમાં વાવેલું બીજ તરત ઊગતું નથી એ બાબતની મને કોઈ વ્યથા નથી. પેટમાં નાખેલો ખોરાક તરત પચતો નથી એ બાબતનો મને કોઈ અસંતોષ નથી. આજે જ ખોલેલી દુકાન તરત નફો દેખાડતી નથી એની મને કોઈ વેદના નથી પણ, કરેલા ધર્મનું ફળ મને તરત મળતું નથી એની મને ભારે વેદના અને વ્યથા છે. બુદ્ધિની આ અલ્પતા હશે કે વિકૃતિ ? ET દૂધ મને મોળું લાગે છે ત્યારે એને સ્વાદિષ્ટ બનાવવા હું દૂધનું=', પ્રમાણ નથી વધારતો પણ એમાં સાકરનું પ્રમાણ વધુ ઉમેરું છું. ' બજારમાં જ્યારે મંદી અનુભવાય છે ત્યારે હું પુરુષાર્થ વધારું છું પણ ધર્મ કે પુણ્ય વધારવાનું મને સૂઝતું જ નથી. કારણ ? મને. સમજ જ નથી કે પુણ્યની મંદીથી જ બજારમાં મંદી આવે છે !'
SR No.008937
Book TitleShikhar Sathe Vato
Original Sutra AuthorN/A
AuthorRatnasundarsuri
PublisherRatnasundarsuriji
Publication Year
Total Pages102
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size618 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy