SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ મકાન સાથે જીવનારો માણસ મકાન માટે નથી જ જીવતો. ભોજન સાથે જીવનારો માણસ ભોજન માટે નથી જ જીવતો. વસ્ત્રો સાથે જીવન જીવનારો માણસ વસ્ત્રો માટે જીવન નથી જ જીવતો પણ કરુણતા માણસના જીવનમાં એ સર્જાઈ છે કે એ પૈસા સાથે જીવન નથી જીવતો પણ પૈસા માટે જ જીવન જીવી રહ્યો છે. ‘સાથે’નું સ્થાન જ્યારે ‘માટે' લઈ લે ત્યારે જીવનમાં કેવી અરાજકતા વ્યાપી જાય એ જોવું હોય તો આજના ધનલંપટોને જોઈ લેવા જેવા છે. સંગ તેવો રંગ' આ કહેવતને મેં સાચે જ ખોટી પાડી દીધી છે. વરસોથી હું પ્રભુપૂજા કરી રહ્યો છું, પ્રભુભક્તિનો રંગ મને નથી જ લાગ્યો. વરસોથી હું પ્રવચનશ્રવણ કરી રહ્યો છું, પ્રવચનોનો રંગ મને નથી જ લાગ્યો. વરસોથી હું મુનિ ભગવંતોનાં દર્શન કરી રહ્યો છું, મુનિજીવન મારા આકર્ષણનું કારણ નથી જ બન્યું! શું મારી છાતી પોલાદની બનેલી હશે? ૬૮
SR No.008937
Book TitleShikhar Sathe Vato
Original Sutra AuthorN/A
AuthorRatnasundarsuri
PublisherRatnasundarsuriji
Publication Year
Total Pages102
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size618 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy