SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ ઘડો તૈયાર થઈ જવો એ જુદી વાત છે અને ઘડો મજબૂત બની જવો એ જુદી વાત છે. કુંભારના ચાક પર ઘડો તૈયાર તો થઈ જાય છે; પરંતુ એને મજબૂત બનાવવા કુંભારે એ ઘડાને આગમાં નાખવો જ પડે છે. કૉલેજોમાં અને સ્કૂલોમાં ડિગ્રીઓ લઈને વિધાર્થીઓ સાક્ષર તો બની જાય છે પરંતુ સંસ્કારી સાક્ષર બની ગયેલા તેઓ જોવા નથી મળતા કારણ કે સંઘર્ષનીતકલીફોની અને કષ્ટોની આગથી તેઓને દૂર જ રાખવામાં આવી રહ્યા છે. આજે પણ ગામડામાં તમે ચાલ્યા જાઓ. તમને ત્યાં સડક બનેલી જોવા નહીં મળે કારણ કે ગામડું કોઈને ય સડક પર સૂવા દેતું નથી. તમે શહેરમાં ચાલ્યા જાઓ. સર્વત્ર તમને સડક બનેલી જોવા મળશે કારણ કે ત્યાં મોટાં મકાનોમાં નાનાં દિલો રહે છે કે જે કોઈને ય પોતાનાં ઘરોમાં રાખવા તૈયાર નથી હોતા ! . .
SR No.008937
Book TitleShikhar Sathe Vato
Original Sutra AuthorN/A
AuthorRatnasundarsuri
PublisherRatnasundarsuriji
Publication Year
Total Pages102
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size618 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy